Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
વિશાશ્રીમાળી જ્ઞાતિના એક પ્રાચીન કુળની વંશાવળી વહીવંચાઓને બહુ જ ઓછો આવે છે, માટે વહીવંચાઓની પ્રાચીન વહીઓને ઈતિહાસનું એક ખરેખરું અંગ માનવામાં કશો પણ વાંધો હોય તેમ હું માની શકતા નથી.
કે આવી વંશાવળીઓમાં કુટુંબપરંપરાનાં નામ સિવાય બીજે ઈતિહાસ એ છો મળે એ વાત ખરી, પરંતુ આમાં પણ દેશ, ગામ, રાજા, આચાર્યો, મુનિઓ વિગેરેનાં
નામ ઉપરાંત અમુક અમુક શ્રાવક-શ્રાવિકા ઓએ કરેલાં શુભ કાર્યો-જેવાં કે મંદિરો બંધાવ્યાં, જીર્ણોદ્ધાર કરાવ્યા, તીર્થોના સંધ કલ્યા, દીક્ષા લીધી વિગેરે બાબતોમાંથી કેટલીક બાબતો તો સંવત તથા મિતિ સાથે મળી આવે છે અને તે લગભગ વિશેષ વિશ્વાસપાત્ર હોય છે. તે સિવાય તે તે દેશકાળના રીત-રિવાજો, પુનર્લગ્ન કે આંતરજાતીય લગ્નો સંબંધી હકીકતો, યુદ્ધ, દેશ-ગામ ભાંગ્યા કે વસ્યાં સંબંધીની હકીકત તથા રાજકીય વિગતો પણ આવી વંશાવળીઓમાંથી મળી આવે છે. વાચકોને તેની ખાત્રી થાય તેટલા માટે એવી એક વંશાવળી નમૂના દાખલ
અહીં આપવાનું ઉચિત ધાર્યું છે. તે વંશાવળી મુનિશ્રી જયંતવિજયજી
આ પ્રમાણે છે:–
वंशावली
(મિસમાત્રમે ) ॥ अथ भारद्वाजगोत्रे संवत् ७९५ वर्षे प्रतिबोधितश्रीश्रीमालीज्ञातीयः श्रीशांतिनाथगोष्ठिकः श्रीभिन्नमालनगरे भारद्वाय(ज)....गोत्रे श्रेष्ठ(ष्ठी)तोडा तेहनो वास पूर्विलि पोलि भट्टनइ पाडि कोडि ५ नो व्यवहारीयो तेहनी गोत्रजा अंबाई नगरिनि परसरि गो....णीसरौवरि देव्यानां ठाम नेऊसहिस तेहमांहि ईशाणकुणदिशि चंपकवाडी तेहमांहि चैत्य चिहु पासइ आंबानां वृक्ष
* आ मळ वंशावळी श्रीमान् पूज्य प्रवर्तकजी महाराज श्रीकांतिविजयजी महाराज पासेना साहित्यसंग्रहमांथी तेओश्रीनी कृपाथी प्राप्त थई छे-लेखक.
૨૦૪ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org