Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
વીશાશ્રીમાળી જ્ઞાતિના એક પ્રાચીન કુળની વંશાવળી
આ વંશાવળી, શ્રીભિન્નમાલ (ભીનમાળ ) નગરનિવાસી, શ્રીશ્રીમાલી ( વીશાશ્રીમાળી ) જ્ઞાતિના, ભારદ્વાજ ગાત્રીય શેઠ તેાડાના વંશની લગભગ ૫૦ પેઢીએની છે. આમાં ૩૩ પેટા શાખાએ પણ આપેલી છે અને તે વિ. સ. ૭૯૫ થી શરૂ થઈ આશરે વિ. સ. ૧૬૦૦ સુધીની એટલે લગભગ આઠ સેા વર્ષની છે. તેના પાછળના છેલ્લા ભાગ અધૂરા હાવાથી, તે આજકાલના કયા ગામના કયા ખાનદાન કુટુંબની છે ?-તે જાણી શકાયું નથી. જેટલે ભાગ મળ્યા છે તેના સારાંશ આ પ્રમાણે છે:-~~~
ભારદ્વાજ ગેાત્રવાળા તાડા નામના વ્યાપારીને ભીનમાલ નગરમાં વિ. સ. ૭૫ માં કાઇ પણ જૈનાચાયે પ્રતિખાધી જૈન બનાવીને શ્રીશ્રીમાલી ( વીશાશ્રીમાળી ) જ્ઞાતિમાં સ્થાપન કર્યો. તે શેડ તાડા, ભીનમાલ નગરમાંની પૂર્વલી ( પૂર્વ દિશાની ) પાળમાં આવેલા ભટ્ટના પાડામાં રહેતા હતા. ત્યાં તે શ્રીશાંતિનાથ ભગવાનના મંદિરના કાર્ય વાહક-વ્યવસ્થાપક અને પાંચ ક્રોડના આસામી મેાટે વેપારી હતા. તેની કુલદેવી અંબાજી છે. અહીં ભીનમાલ નગરના સીમાડામાં ગે.....ણી નામના સરોવરથી ઇશાન ખૂણામાં ચંપાવાડી છે. તેની અંદર અંબાજીનું ચૈત્ય-મ ંદિર છે. આ મંદિરની ચારે ખાજીમાં આંબાનાં વૃક્ષે છે. આ મંદિરમાં અંબાજીની ચાર ભુજાવાળી મૂર્ત્તિ છે. શ્રીઅંબાજીનાં કુલ નેવું હજાર સ્થાના કહ્યાં છે તેમાં આ પણ એક છે. આ સ્થાનકની અંબાજીનાં ગાત્રીજનું સ્વરૂપ ( ગાત્રીજ જુહારવાની-ગેાત્રીજ–જારણાંની વિધિ ) આ પ્રમાણે છે:—
અંબાજીની રૂપાની મૂર્ત્તિ, તે હાજર ન હોય તેા એક શુદ્ધ પાટલા ઉપર કંકુની ત્રણ લીટીએ કરવી, અને નૈવેદ્યમાં લાપશી, પૂડલા તથા જુવારીનુ−જારનું ખીચડું, હરેક ચૈત્ર તથા આસેા મહિનાની શુદિ ૯ ને દિવસે કરવુ. પુત્ર જન્મે તે પુત્રને પારણામાં પહેલી વાર સુવાડતી વખતે ત્રિમંડણી જમણીનુ (જમની-અટલસ વિગેરે કાઇ જાતનું) કાપડું એક તથા રૂપિયા એક ફાઇને આપવા. જો પુત્રી જન્મે તે પુત્રથી અરધા કર કરવા. મૂળ શાખા .
( ૧ ) શેઠ તેાડાની ભાર્યા સૂરમદે, પુત્ર ( ૨ ) ગુણા ભાર્યા રંગાઇ, પુત્ર ( ૩ ) હરદાસ ભાર્યા માહવી, પુત્ર (૪) ભાલા ભાર્યા ગંગાઇ, પુત્ર ( ૫ ) ગાવાલ ભાયું મર્ધા, પુત્ર ( ૬ ) આસા ભાર્યા પુહતી, પુત્ર ( ૭ ) વરજાંગ ભાર્યાં કરમી, પુત્ર ( ૮ ) શિવા ભાર્યા પતી, પુત્ર (૯ ) મહિરાજ ભાર્યા કમાઇ, પુત્ર ( ૧૦ ) રાજા ભાર્યા પુરી, પુત્ર ( ૧૧ ) ગણપતિ ભાર્યા રહી, પુત્ર (૧૨ ) આંઝણ ભા॰ કપૂ, પુ॰ ( ૧૩) મનેાર ભા॰હાપી, પુત્ર ( ૧૪ ) કુવરપાલ ભા॰ વાટી, પુ॰ ( ૧૫ ) પાસા ભા॰ પ્રેમી, પુ॰ ( ૧૬ ) વસ્તા ભા॰ વનાદે, પુ॰ (૧૭) કાન્હા ભા॰ સાંપૂ, પુ॰ ( ૧૮ ) નાન્હા. વિ. સ. ૧૧૧૧ માં શ્રી ભીનમાલ ભાંગ્યું. ક્રોડા મનુષ્યા મરણ પામ્યાં અને કેદ પકડાયાં. તે વખતે શેઠ નાન્હાએ ત્યાંથી નાશીને
* ૨૧૦
શ્રી આત્મારામજી
ભીનમાલ
નગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org