________________
પંડિતશ્રી સુખલાલજીને એક સત્યદર્શી પત્ર દર્શનની જ નહિ પણ ભારતીય દર્શનની સેવા કરી છે. તેમનાં લખાણો જે ગુજરાતીમાં હત અગર હવે થાય છે એ જૈન સમાજની નિષ્ક્રિય બુદ્ધિને સક્રિય બનાવવામાં ભારે ફાળે આપશે અને પરિણામે એક એ પણ અભ્યાસી સમર્થ વર્ગ તૈયાર થશે કે જે તેમનાં લખાણોની પણ સમીક્ષા કરશે.
વિદ્યાલયનું અને જેન સમાજનું સ્થિર હિત દેખાતું હોય તો એમ કરી શકે. એમ કરવાથી વિચારનું વહેણું કાંઈ બંધ રહેવાનું છે ? સિંહ તો પાંજરાથી મુક્ત હોય ત્યારે જ સિંહત્વ વધારે ખીલે છે. જે એમનામાં સિહત્વ નહિ હોય તો ભ્રમણ ટળશે. હશે તે ગમે ત્યાં દીપશે. મેં મારા જીવનમાં પણ એ લાલપીળા રંગ જોયા છે અને હજીએ જેઉં છું. વિચાર–સ્વાતંત્ર્ય ધરાવનાર સંકટને નહિ લેખે.
હવે ઉપસંહારમાં એ પણ કહી દઉં કે જે કે હવે મારો સમય વાનપ્રસ્થ ગ્ય જ છે, એક અતિ મહત્વની જવાબદારી ઘણું પ્રતિકૂળ સંગેમાં પણ ઈચ્છાપૂર્વક ઉપાડી છે, છતાં તમને સૂચવી દઉં છું કે વિદ્યાલયના હિત ખાતર મારી પ્રત્યક્ષ સેવાની જરૂર જણાય તે તે વખતે હું તેટલા જ રસથી મારું બધું સ્વાતંત્ર્ય સાચવીને ઉઠાવીશ. મેં જ્યાં
જ્યાં “તમે” કે “તમને” એમ લખ્યું છે ત્યાં માત્ર તમે જ વ્યક્તિરૂપે સામે નથી પણ મારે વિચાર જાણવા તત્પર બધા જ મારા વાપરેલ “તમે” શબ્દમાં આવી જાય છે. મેં લાંબું લખ્યું છે એમ જરૂર લાગશે પણ આટલું મને પ્રસંગ આવતાં આવશ્યક લાગ્યું જ તેથી મેં ચાલુ કાર્યની ક્ષતિ કરીને પણ સંક્ષિપ્ત લંબાણ કર્યું છે.
s
જેવી રીતે નીતિવેત્તા નીતિના કાનુનોને રૂક્ષ અને અફર બનાવવા પ્રયત્ન કરે છે, જેવી રીતે બુદ્ધિવાદી કલા ને સાહિત્ય ની બાહ્ય સપાટીને સ્પર્શે છે, તેવી રીતે આપણા ધાર્મિક : ધર્મનાં સત્યને સમજયા વિના બાહ્ય ક્રિયામાં જ ધર્મ સમાપ્ત થયો એમ સમજી લે છે.
કોઈ પણ વ્યાખ્યા, ક્રિયા કે શબ્દો રાજયનું સ્થાનક લઈ શકે નહિ, કારણ કે આ બધાં તો માત્ર પડછાયા છે, ને આજે આપણે પડછાયા પર કલહ કરીએ છીએ.
જ્યારે હિંદુધર્મ તેના ઉપદેશકને પરમમાં મોકલી શકતો તે દિવસે તેને સૂર્ય મધ્યાહે તપતો, પણ આજે હિંદુધર્મનું એક લક્ષણ કશા પણ પરિવર્તનનો વિરોધ છે. પરિવર્તાન પામતા અંગોને સાનુકૂળ થવામાં જ હિંદુધર્મની મહત્તા હતી એ વાત આપણે ભૂલી ગયા છીએ.
રૂઢિચુસ્ત પક્ષોએ નવા વિચારનો હંમેશાં સામનો કર્યો છે પણ શંકરાચાર્ય, રામાનુજ ને બુદ્ધ માં બળવાખોરોની સાથે રહેવું તે હંમેશાં સારી વસ્તુ છે. છે જે સંસ્કૃતિ માનવીને ઉન્નત જીવન જીવવાની તક આપે છે તે જ ખરી સંસ્કૃતિ છે.
પ્રે૨ સર રાધાકૃષ્ણન
શતાબ્દિ ગ્રંથ ]
* ૧૯૧ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org