________________
પંડિતશ્રી સુખલાલજીને એક સત્યદર્શી પત્ર એના વિચારણીય સ્વરૂપમાં પરિવર્તન કે વિકાસ થવાનો, પણ એ બે જ વસ્તુ જેનત્વની પ્રકૃતિને હંમેશા મૂળગતી રહી છે અને રહેશે બીજી વસ્તુઓને રાખવા જતાં જેનત્વ સંકુચિત થશે અને બુદ્ધિમાનેને સ્થાન નહિ રહે.
હવે પ્રશ્નના બીજા ભાગ ઉપર આવું છું. જે કે મૂળગત કે ઉત્તરગતના સીમાડા બાંધવા વિષે લખી જ ગયે, પણ મારા કે બીજાના વિચાર પ્રમાણે મૂળગત પ્રશ્ન પરત્વે મતભેદ જરૂર રહેવાને; છતાં એક વસ્તુ કહું છું તે એ છે કે કોઈ પણ બીજા વિચારકની દષ્ટિએ મૂળગત ગણો એવા પ્રશ્નો પરત્વે પણ મતભેદ ઊઠે ત્યારે પૂર્વપક્ષીને વિચાર કરવાની પૂર્ણ છૂટ હોવી જોઈએ. જેન પ્રકૃતિમાં જે ઉદારતા, ક્ષમા, વિવેક અને બુદ્ધિની વ્યાપતા હોય તો તે માત્ર કિયામાર્ગ પર જ મર્યાદિત રહી ન શકે. ખરી ઉદારતા, ખરી ક્ષમા અને ખરી બુદ્ધિની વ્યાપકતાની કસોટી તો કટોકટીના મતભેદ વખતે જ થાય છે, તેથી ગમે તેની દષ્ટિએ મૂળગતા લેખાતા પ્રશ્નો પરત્વે ગમે તેને પ્રામાણિક મતભેદ દર્શાવવાની જેમ પ્રકૃતિ પ્રમાણે છૂટ હેવી જ જોઈએ. એ બાબત વધે લે એ જવાબ આપવાની બુદ્ધિની દરિદ્રતા અને ઉદારતાની પરિમિતતા સૂચવે છે. કેઈ તાર્કિક એમ તો કહેતો જ નથી કે તમે જવાબ ન આપે. એ તો જવાબ માટે રાતદિવસ સૌને નેતરે છે. પ્રમાણિકપણે એ નિમંત્રણ ન સ્વીકારી, વિરોધી બાજુ બુદ્ધિપૂર્વક ન સ્થાપી વાંધાને હાઉ ઊભે કરો એ અનેકાંતની ઉદારતા ને અહિંસાની ગંભીરતાની હત્યા છે. આ સ્થળે પ્રસ્તુત વિષયમાં મારે મત જાણવાની સોને કુતૂહળ વૃત્તિ થાય. મને પણ એ લખતાં નથી સંકોચ કે નથી ભય; છતાં અત્યારે એ અપ્રસ્તુત છે અને તે વિષે ખૂબ લાંબું અર્થાત્ હેતુ-અહેતુવાદની ચર્ચાપૂર્વક લખવાનું હોઈ તે વિષે તટસ્થ જ રહું છું.
* * * હવે હું એક ઐતિહાસિક સત્ય ઉપર આવું છું. તે એ છે કે તાંબરીય સાહિત્ય અને વિચારપરંપરા એવી પ્રથમથી વ્યાપક રહી છે અને અખંડતા એણે સાચવી છે કે તેમાં દિગંબરીય સાહિત્ય અને સમગ્ર વિચારપરંપરા એક માત્ર અંશરૂપે ગોઠવાઈ જાય છે અને સ્થાનકવાસી સાહિત્ય અને વિચારપરંપરાને પાંચ સો વર્ષ નાનકડો ફણગે. પણ એમાં જ સમાઈ જાય છે. જે માત્ર સ્થાનકવાસી સાહિત્ય અને વિચારપરંપરા જ અસ્તિત્વમાં રહે અને વેતાંબર કે દિગંબરીય પરંપરા લુપ્ત થાય તો એ માત્ર બ્રાન્ડ અને અપૂર્ણ જ જેન બેખું બની રહે. માત્ર દિગંબરપરંપરા જ શેષ રહે અને કહેતાંબર ભૂંસાઈ જાય તો જૈન સમાજ અને સાહિત્યને સાચે ઇતિહાસ જ અનંતકાળમાં લેપાઈ જાય. પણ જે કે હું ઈચ્છતો નથી, એમ બને પણ નહિ; છતાં ક૯પનાથી માનો કે માત્ર વેતાંબર પરંપરા જ હૈયાત રહે તો શું થાય ? એનો જવાબ એ છે કે એથી જૈન સમાજ, જૈન સાહિત્ય કે જેને તત્ત્વજ્ઞાન અને આચારની અખંડ ઐતિહાસિક પરં. પરામાં કશી જ ઊણપ ન આવે. દિગંબર અને સ્થાનકવાસી એ બે પરંપરાઓ મૂળ
શતાબ્દિ ગ્રંથ ]
* ૧૮૯ માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org