Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
પંડિતશ્રી સુખલાલજીને એક સત્યદર્શી પત્ર પ્રકૃતિમાં એ બધાને પૂર્ણપણે સ્થાન છે. હા, અમુક સંજોગોને લીધે જેનપરંપરામાં એ વિકાસ નામ માત્રને થયો છે એ જુદી વાત. એ ખામી જૈન પરંપરાના અનુગામીઓની છે; જે ત્વની પ્રકૃતિની નહિ. તેથી હું આવા અતીન્દ્રિય પ્રજનને, જેમાં કોઈને સામે તર્ક અને બુદ્ધિપૂર્વક જવાબ આપવાની પ્રામાણિક છૂટ છે અને પૂર્વપક્ષી સિને જવાબ આપવા સંબોધે છે, મૂળગત ગણવા તૈયાર નથી. વળી તમે પોતે જ જ્યારે અત્યારના વૈજ્ઞાનિક યુગમાં ઉચ્ચ અભ્યાસ કરનારને તત્વાર્થના ત્રીજા-ચોથા અધ્યાયે નથી શીખવતા અગર તે ઉપર ભાર નથી આપતા ત્યારે તમે બધા અને શીખનારાઓ કઈ દિશામાં છો? એનો જરા શાંત પણે વિચાર કરો. દાદર કે માહિમની ગંદી ચાલીઓના અને વાસ્કેશ્વરના આકર્ષક બંગલાઓનાં વર્ણન જે કોલેજીયને રસપૂર્વક વાંચે તો તેમને તેથી વધારે ભયાનક ગંદા નરકનાં વર્ણન અને અભુત સ્વચ્છ અને સમૃદ્ધ સ્વર્ગ અને તેની અસરાઓનાં વર્ણને કેમ નથી લલચાવતા ? અગર તમે એ વર્ણનને સર્વજ્ઞપ્રણીત માનવા છતાં શીખવવા ઉપર ભાર કેમ નથી આપતા ? વાત એમ છે કે તમે જે કાંઈ વ્યવહારમાં આચરે છે તેને જ એક તત્ત્વજ્ઞ બુદ્ધિમાન પરીક્ષાની કસોટીએ મૂકે છે. જે બુદ્ધિ અને તર્કપૂર્વક લોકોને વિચાર કરતાં શીખવે તે ગુન્હેગાર કે જે મૂંગે મોઢે એ જ વસ્તુ આચરણમાં મૂકે તે ગુન્હેગાર ? વળી એક બીજી બાબત : હવે અમુક પ્રકનોને મૂળગત માન્યા એટલે એની યાદીમાં બીજા ઉમેરવાની ફરજ તમને વિરોધીઓ નહિ પાડે એની શી ખાત્રી ? એ યાદી છેવટે કેટલી થશે ? તમને જે શિક્ષકો મળે તે બધા તે લાંબી કે ટૂંકી યાદી પ્રમાણે તમારા પક્ષમાં જ રહેવાની પ્રતિજ્ઞા લઈને શિક્ષણના કામમાં જોડાવાના કે શી રીતે ? જે શિક્ષકે શિક્ષણ આપે તે ભલે વિચાર ગમે તે ધરાવે પણ તેણે ફક્ત કાંઈ લખવું નહિ એટલે જ નિયમ રાખશે શું ? કોલેજીયન વિદ્યાથીઓને સમર્થ રીતે તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપે એવા અધ્યાપકે ગમે તે મતભેદ ધરાવવા છતાં તે વિષે કદી જાહેરમાં લખે કે બેલે નહિ એવી સુંદર નીતિ માત્ર વિદ્યાલયમાં જ કલ્પી શકે છે કે કોલેજ, યુનિવર્સિટી અને બીજાં વિદ્યાપીઠમાં પણ ? જે વિદ્યાથીઓને કોઈ પણ પ્રશ્ન પરત્વે બધી જ સંભવિત બાજુ જાણવાની છૂટ હોય તેવા જમાના અને તેવાં ક્ષેત્રમાં માત્ર બસો ફુટ જેટલા ક્ષેત્રફળમાં અમુક પ્રશ્ન પરત્વે તમારે કે તમારા શિક્ષકે ચર્ચા ન કરવી, અગર કરવી તે તે વિષે જાહેરમાં ન લખવું એ પ્રતિબંધ શું વૈજ્ઞાનિક છે ? અને જે વૈજ્ઞાનિક ન હોય તો એને મૂળગતા પ્રશ્નપશી કહી શકાય ? તેથી હું કોઈ પણ બુદ્ધિના પ્રશ્નને ચર્ચાની સંકુચિત ભૂમિકામાં રાખવાની વિરુદ્ધ છું અને અમુકને મૂળગત માની તે પરત્વે ચર્ચા-જન્ય વિકાસ અટકાવવામાં જૈનત્વની હાનિ જોઉં છું. ત્યારે તમે પ્રશ્ન કરશે કે શું કાંઈ મૂળ અને ઉત્તર જેવું છે જ નહિ ? હું અભિપ્રાય એવો ધરાવું છું કે છે, અને તે અહિંસા અને અનેકાંતને સિદ્ધાંત. આ બે વસ્તુના વિચારાત્મક અને વ્યવહાર્ય સ્વરૂપમાં સંખ્યાબંધ સોપાન છે. હજી પણ મનુષ્ય જાતિની એકતાના અનુસંધાનની સાથે
* ૧૮૮ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org