________________
પંડિતશ્રી સુખલાલજીને એક સત્યદર્શી પત્ર પુસ્તકના પરિશિષ્ટ અને તે પણ કેટલેક અંશે અગત્યના છે એ ખરું; પણ આ ઈતિહાસ કહે છે કે વેતાંબરપરંપરાની ઉદારતા બાકીની પરંપરાઓના સાહિત્યમાં કે આચારમાં આવી જ નથી. આનાં સેંકડે ઉદાહરણ છે. આ સ્થળે આ સૂચન ફકત એટલા પૂરતું છે કે વેતાંબર પરંપરાના સંસ્કાર ધરાવનાર અને તેને ઈતિહાસ સમજનાર વાસ્તે ફિરકાભેદ જેવું કશું જ તત્ત્વ પોષવાને કારણ નથી. એક પણ દિગંબરીય આચાર્ય એવા નથી થયા (હું જાણત) કે તેમણે બે પાનાંના વેતાંબરીય સાહિત્ય ઉપર લખ્યું હોય. એવી એક પણ દિગંબરીય સંસ્થા નથી જ્યાં સ્થાનકવાસી કે વેતાંબર પંડિતને સ્થાન હોય. તેથી ઊલટું કટ્ટર વેતાંબર પક્ષપાતી ઉપાધ્યાયજીએ સુદ્ધાં દિગંબરીય સાહિત્યને પુષિત કર્યું છે અને અત્યારની પણ અનેક વેતાંબર અને સ્થાનક્વાસી સંસ્થાઓ તદ્દન સંકુચિત એવા દિગંબર પંડિતને રાખી પિોષી રહી છે. વધારે તો શું, “વેતાંબર ખમીર ધરાવતા અને કવેતાંબર ફંડથી ઊભા થયેલા પરમબ્રુતપ્રભાવક મંડળે વસ્તુત: દિગંબરીય સાહિત્યને જ છેલ્લાં લગભગ પચીસ વર્ષ થયાં પ્રકાશમાં આપ્યું છે એટલું જ નહિ પણ એ મંડળે પ્રગટ કરેલ એકે એક ગ્રંથ દિગંબર વિદ્વાનને હાથે જ સંપાદિત થયો છે. આ તે વેતાંબર સમાજનો દોષ કે ગુણ ?
મને લાગે છે કે એ ઉદારતા કેળવી વેતાંબર આચાર્યોએ અને ગૃહસ્થોએ વસ્તુત: જૈનત્વ પ્રકૃતિનો જ પરિચય આપ્યો છે અને દિગંબર પ્રકૃતિએ એમાં ભારે ભૂલ કરી છે, તેથી એ પરંપરાનું માનસ વેતાંબર જેટલું ઉદાર થયું જ નથી. જે આમ છે અને છે જ તે વાંધો નભાવી લેવાને સવાલ જ કયાં છે ?
હા, આમ છતાં સમયે સમયે વેતાંબર સમાજની અભ્યાસી અને વ્યાપારી પ્રકૃતિએ ઘણીવાર નિરર્થક ગાંડપણ પ્રગટ કર્યું છે. જ્યારે શ્રીમદ્ હતા ત્યારે તેમની ઉદારતા ઘણું વેતાંબર સાધુઓ અને ગૃહસ્થ સાંખી ન શક્યા, આજે પણ એમનું લખાણ વિવેકપૂર્વક વાંચ્યા સિવાય એમના વિષે મિથ્યા ભ્રમણાઓ ફેલાવનાર કયાં ઓછા છે ? પણ તમારે જાણવું જોઈએ કે એની પ્રાજ્ઞતા અને સર્વગ્રાહિણી ઉદારતા વેતાંબરીય ખમીરમાંથી જ પિષાઈ છે. વાસ્તે વિદ્યાલયે-ને રાખીને પોતાના ઈતિહાસની રક્ષા કરી છે અને સાથે લાભ પણ ઉઠાવ્યા છે.
- તમારી સમિતિ પોતાની નિર્બળતા કે સબળતા પ્રમાણે કોઈને રાખવા, ન રાખવા વિષે ગમે તે નિર્ણય બાંધે, એમને રજા પણ આપે એ સાથે મારો કશે જ સંબંધ નથી; પણ તમને એક સત્ય કહી દઉં કે તમારા વિદ્યાલયે એવા અધ્યાપકને મેળવી ભારે પ્રકર્ષ સાથે છે. જે વિદ્વાનો અને વિચારકે એ સચોટ તાર્કિક લેખકના તટસ્થ લખાણ વાંચશે તે તેમની સાથે મતભેદ ધરાવવા છતાં જે બુદ્ધિમાન હશે તો તેમના પ્રત્યે આદરશીલ થયા વિના કદી જ નહિં રહે. આવા એક વિચારક અધ્યાપકને રાખી વિદ્યાલયે જૈન
* ૧૯૦ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org