________________
પંડિતશ્રી સુખલાલજીના સત્યદર્શી પત્ર
ખાસ જરૂર છે. એવી સસ્થાએ તેા બહુ એછી છે પણ જેટલી છે તેમાં ય મહાવીર વિદ્યાલયનું સ્થાન મહત્ત્વનું છે અને મહત્ત્વનું સિદ્ધ કરી શકવાની વિશેષ ચેાગ્યતા તે ધરાવે છે. એની ભૂમિકા અને આજુબાજુનું વાતાવરણુ બધુ જ પ્રગતિની સંભવિતતા ધરાવે છે તેથી અને શુદ્ધ શિક્ષણની દ્રષ્ટિથી પણુ જવાખ કે અભિપ્રાય આપવા એને હું ક બ્ય જ સમજું છું.
તમે લખા છે--“ આપણી સંસ્થા સમાજની છે અને આપણે સહાય માટે સમાજ પાસે વારંવાર જવુ પડે છે તે પણ લક્ષમાં રાખી અભિપ્રાય આપશે. ”-પણ જો મારે તાત્ત્વિક ખુલાસા કરવા હાય તા મદદ આપનારના મેાઢા કે કાથળી સામે જોઇ કેવી રીતે ખુલાસા કરવા ? કારણ જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી એક અમુક વ તા એવા જ છે કે જે કાંઇ પણ મહાનું મળતાં વિદ્યાલય વિરુદ્ધ પ્રવૃત્તિ કરે જ અને કશું જ બહાનું ન મળે ત્યારે પણ એક કેાડી તેને ન આપે. એટલે તેને તે લક્ષમાં રાખીએ કે ન રાખીએ સમાન જ છે. ઊલટું તેને લક્ષમાં લેતાં સામાન્ય બુદ્ધિની પણ હત્યા કરવી પડે. હવે રહ્યો બીજો વર્ગ કે જે વિદ્યાલયના હિતેચ્છુ જ છે અગર હિતેચ્છુ બનવાના તેમાં સંભવ છે. તેને પણ લક્ષમાં લઇ આવા પ્રશ્નોના તાત્ત્વિક ચૂકાદો ન જ આપી શકાય; કારણ એ વર્ગ ગમે તેવા હિતેચ્છુ અને આદરપાત્ર હાય છતાં એ વર્ગની વિચારણા કાઇ અભ્યાસ કે ચિંતનથી ભાગ્યે જ ઘડાએલી હેાય છે. એ વર્ગ પણ જે દિશામાં પવન વહે તે જ દિશામાં ઓછું કે વધતુ ઢળતા દેખાય છે. એને સ્વતંત્ર અભ્યાસ કે સિદ્ધાંત જેવું ભાગ્યે જ દેખાય છે. હા, તેમાં ઘેાડાપણુ એવા ભાઇએ છે અગર મળવા સંભવ છે કે જે કેવળ તત્ત્વદૃષ્ટિએ વિચાર કરી શકે અથવા એવા વિચારનું સમજપૂર્વક મૂલ્ય આંકે, તેથી પ્રસ્તુત પ્રશ્નો પરત્વે કાંઇ પણ વિચાર મારે કે બીજા કેાઇએ દર્શાવવાને હાય તા તે વસ્તુસ્થિતિ અને જૈનત્વની પ્રકૃતિની દૃષ્ટિએ જ દર્શાવવા જોઇએ; નહિ તે આજે આપેલેા અભિપ્રાય વળી સમાજનું વલણ બદલાતાં બદલવા પડે અગર મદદ કરનાર કે ન કરનારના ભેદ કે પ્રમાણ પ્રમાણે એ અભિપ્રાય પણ જુદા જુદા બાંધવા પડે. વિવાદાસ્પદ પ્રશ્નાના ઉત્તરા તા તત્ત્વદષ્ટિએ જ સ્થિર થવા જોઇએ, નહિ તા ગાંધીજીની અસ્પૃશ્યતા નિવારણ વિષેની વિચારણા અનેક રૂપ ધારણ કરતાં છેવટે જૈન સમાજની એ જ વિષયની પ્રાચીન વિચારણાની પેઠે અનેક વિધે અને મદદનીશેની ક્ષણિક રુચિઓ વચ્ચે કયારનીએ વિલીન થઈ હોત. અભિપ્રાય અમુક જ સ્થિર થયા છતાં તેને અમલમાં મૂકવા કે નિહ ?. અગર પૂર્ણ અમલમાં મૂકવા કે અપૂર્ણ? હમણા મૂકવા કે પછી? એક અમુક રીતે અમલમાં મૂકવેા કે બીજી રીતે ? પણ, એ વસ્તુ અભિપ્રાય કરતાં જુદી છે અને તે સ ંસ્થાના સંચાલકે કે નિર્વાહકેાના બળાબળ ઉપર અવલંબિત છે. તેથી આ સ્થળે પ્રસ્તુત પ્રશ્નનાના કાંઇ પણ ખુલાસેા કરવામાં મારે આ કે તે કોઇ પણ વર્ગની રુચિ તરફ લક્ષ આપવાનું પ્રાસ જ થતુ નથી અને તમારે પણ અભિપ્રાય આંધવા પરત્વે લેાકરુચિ તરફ જોવું ન ઘટે. હા, અમુક ચૂકાદો થયા પછી પણ તમે અમલમાં મૂકે કે ન મૂકે એ તદ્ન જુદી વાત છે. શતાબ્દિ ગ્રંથ ]
* ૧૮૫ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org