________________
વાચનાચાર્ય શ્રી સુધાકળશ અને તેની ગુરુપરંપરા
વિશેષ માટે જુઓ એમના જ શિષ્ય શ્રી ચંદ્રસૂરિકૃતિ મુનિસુવ્રત ચરિત્રની પ્રશસ્તિ. શ્રી હેમચંદ્રસૂરિ–
પ્રાકૃત દ્વયાશ્રયની વૃત્તિમાં રાજશેખરસૂરિ જણાવે છે કે–તેઓ મૂળ પ્રદ્યુમ્ન નામે રાજસચિવ હતા અને તેમણે પોતાની સ્ત્રી ત્યજી અભયદેવસૂરિના ઉપદેશથી તેમની પાસે દીક્ષા લીધી હતી.
એમના વ્યાખ્યાનમાં ગુજરાતનો રાજા શ્રી સિદ્ધરાજ જયસિંહ હમેશાં હાજર રહેતા અને એમના ઉપદેશાનુસાર તીર્થયાત્રાદિ અનેક ધર્મકાર્યોમાં અગ્રભાગ ભજવતો. એમના રચેલા નિમ્ન લિખિત ગ્રંથ એમની વિદ્વત્તાની સાક્ષી પૂરે છે –
૧ શ્રી વિશેષાવશ્યકવિવરણ ( રચના સંવત્ ૧૧૭૫) ૨ હરિભદ્રીય આવશ્યકવૃત્તિ ટિપ્પન (પ્રદેશવ્યાખ્યા) ગ્રં. ૪૬૦૦ ૩ શતક (પંચમ કર્મગ્રંથ) ભાગ્યવિવરણ. ચં. ૩૮૦૦ જ અનુગદ્વારવૃત્તિ. ૫ ઉપદેશમાળા (પુષ્પમાલા) પજ્ઞવૃત્તિ યુક્ત. (રચના સં. ૧૧૭૫) ગ્રં. ૧૪૦૦૦ ૬ જીવસમાસવિવરણ ગ્રં. ૬૬૨૭ ૭ ભવભાવના સૂત્ર અને તેનું વિવરણ (રચના સં. ૧૧૭૦) ૮ નંદીસૂત્ર ટિપન.
સં. ૧૧૬૪ માં કર્તાના પિતાના હસ્તાક્ષરથી લખાયેલી નં. ૬ ની તાડપત્રની પ્રત સ્તંભતીર્થ(ખંભાત)માં હોવાનું P. P. ૧/૧૮ માં સૂચવે છે.
શ્રી વિજયસિંહસૂરિ તેમજ શ્રી ચંદ્રસૂરિ પિતાપિતાના રચેલા ગ્રંથની પ્રશસ્તિઓમાં એમની સમગ્ર કૃતિઓને ઉલ્લેખ કરે છે અને પુષ્કળ ગુણે વર્ણવે છે. વિશેષ હકીક્ત માટે જુઓ P. P. ૫/૧૩/૦/૬ પેજ.
૧૧ પં. લા. ભ. કૃત જેસલમેરુ ભાંડાગારીય સૂચિપત્રમાં પૃ. ૧૮, નં. ૧૫૭ માં દ્વિતીય ખંડની પ્રત વિ. સં. ૧૪૮૮ ની લખેલી સૂચવે છે.
व्यतीते विक्रमादष्टाष्टाब्धीन्दुमित वत्सरे ।
विशेषावश्यकव्याख्यायां खण्डं लिखितं मुदा ।। ૧૨ આ ગ્રંથ ઉપર શ્રી શીલાચાર્ય કૃત ટીકા પણ છે.
૧૩ આ ગ્રંથની અંતર્ગત નેમનાથચરિત્રની સં. ૧૨૪૫ ચૈત્ર શુદિ ૧૪ની લખેલી પ્રત જેસલમેરુ ભંડારમાં છે પરંતુ તે ભવભાવનાનો પેટા ભાગ તરીકે હોવાથી અહિં જુદી ગણી નથી.
* ૩૦ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org