Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
મુનિરાજ શ્રી ચતુરવિજ્યજી .... કાશહદગચછીય શ્રી ઉદ્યોતનસૂરિના પ્રીતિપાત્ર શ્રી સિંહસૂરિના શિષ્ય પ્રશ્નપ્રકાશ, જન્મસમુદ્ર (બેડાવૃત્તિ યુક્ત), પ્રશ્નશતક(સં. ૧૩૨૪ મહા સુદિ ૮ રવિવારે બેડા લઘુભગિની ૧૦૫૦ કલેકપ્રમાણ જ્ઞાનદીપિકા)ના રચયિતા એમનાથી ભિન્ન સમજવા. શ્રી ઉદયપ્રભસૂરિ
એમણે સં. ૧૨૯ માં ઉપદેશમાળા કર્ણિકા રચી છે.
ધર્માલ્યુદયના કર્તા તેમ જ મહામાત્ય શ્રી વસ્તુપાલના પિતૃપક્ષીય ગુરુ નાખેંગછીય હેવાથી એમનાથી ભિન્ન સમજવા.
કર્મવિપાક (પ્રથમ કર્મગ્રંથ), કર્મસ્તવ (બીજે કર્મગ્રંથ) અને શતક (પંચમ કર્મગ્રંથ) ઉપર ટિપ્પન રચનાર ક્યા ઉદયપ્રભ છે તે પ્રત જોયા સિવાય નિશ્ચય થાય તેમ નથી. શ્રી નરેંદ્રપ્રભ
મંત્રીશ્વર વસ્તુપાળની પ્રેરણાથી એમણે અલંકારમહોદધિ તેમજ કાકુસ્થકેલિ ગ્રંથ બનાવ્યા છે. ગિરનાર ઉપરના શ્રી નેમિનાથના દેવાલયમાં પૂર્વદ્વાર ઉપર આવેલા શિલાલેખમાં, (વસ્તુપાલની સ્તુતિ ૧૩ કાવ્ય તરિકે) એમનું નામ નજરે પડે છે. જુઓ જિનવિ. પ્રા. લે. ભા. ૧, . ૪૧. શ્રી પદ્યદેવસૂરિ
એમણે શ્રી સિદ્ધસેન દિવાકરના રચેલા લબ્ધિપ્રપંચ ગ્રંથ પર લબ્ધિપ્રપંચપંચાશિકા નામની લઘુટીકા રચી છે તથા ગરહસ્ય નામનો ગ્રંથ પણ રચે છે. શ્રી તિલકસૂરિ–
સુપ્રસિદ્ધ તીર્થરાજ શ્રી આબુજી ઉપર વિમળશાહના મંદિરની બે દેવકુલિકામાં સં. ૧૩૩૮ માં આ આચાર્યના હસ્તે પ્રતિષ્ઠિત થએલી પ્રતિમાઓ છે. (જિનવિ. લે. સં. ભા. ૨, લે. ૧૪૪–૧૪૫) તથા મીયાગામમાં શ્રી મનમેહન પાર્શ્વનાથના જિનાલયમાં (સં. ૧૩૫૨ વૈશાખ વદિ ૫ સોમે), માતરના શ્રી સુમતિનાથજી (સાચા દેવ) ના મંદિરમાં સં. ૧૩૭૧ માઘ સુદિ ૧૪ સોમે અને ખંભાતમાં ખારવાડાના શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં પણ એમની પ્રતિષ્ઠિત પ્રતિમાઓ દષ્ટિગોચર થાય છે. એમણે ગ્રંથ રચેલ છે. પ્રસ્તુત વાચનાચાર્ય શ્રી સુધાકળશ પણ એમના હસ્તદીક્ષિત છે.'
૧૬ તમારફ્રીતિભ્રામિણે ગુફામ ચીક્ષાસ્ત્રમ્ સંગીત અ૦ ૬, ૦ ૪૯ - શતાબ્દિ ગ્રંથ ]
જ ૩૩ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org