Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
પ્રભાવક જ્યોતિર્ધર જૈનાચાર્યો
વિક્રમની ૧૫ મી સદીમાં સાગરચંદ્રસૂરિ અને જિનવધનસૂરિ–
જેસલમેર દુર્ગના યદુકુલીન રાજા લક્ષમણથી સસ્કૃત થયેલા તથા ત્યાં વિ. સં. ૧૪૫૯ માં જિનમંદિર (ગર્ભગૃહ) માં જિનબિંબ સ્થાપિત કરનાર સાગરચંદ્રસૂરિ તથા ઉપર્યુક્ત લક્ષ્મણ-વિહારજિન-મંદિરને વિ. સં. ૧૪૭૩ માં પ્રતિષ્ઠિત કરનાર જિનવર્ધનસૂરિ. જિનભદ્રસૂરિ
જેના ચરણ-કમલને છત્રધર, વૈશિસિંહ, વ્યંબકદાસ જેવા રાજાઓ ભક્તિપૂર્વક પ્રણામ કરતા હતા અને જેણે જેસલમેર, ખંભાત. પાટણ જેવા અનેક સ્થાનમાં જિનમૂર્તિ અને જિનમંદિરની પ્રતિષ્ઠા કરવા સાથે પ્રાચીન તાડપત્રીયાદિ પુસ્તિકાઓનું સંરક્ષણ, લેખન, સંગ્રહ વિગેરે દ્વારા ઠેકાણે ઠેકાણે જૈન પુસ્તક-ભંડાર સ્થપાવ્યા–અને એ રીતે જેનપ્રવચનની પરમ સેવા સાથે વિશાલ વાલ્મયની પણ વિશિષ્ટ સેવા બજાવી. જેના વિદ્વાન્ શિષ્ય સિદ્ધાંતરુચિ મહોપાધ્યાયે ગ્યાસુદીન સાહિની મહાસભામાં વાદી પર વિજય મેળવ્યો–તે માનનીય જિનભદ્રસૂરિ.. સેમસુંદરસૂરિ - દિલ્લીમંડલ અને ગુજરાતના સુલતાને આપેલા છત્રદ્વારા “હિંદુ સુરત્રાણ” બિરૂદથી પ્રખ્યાતિ પામેલા, મેવાડના મહાપરાક્રમી, પ્રતાપી મહારાણા કુંભકર્ણના વિજયી રાજ્યમાં તેના પ્રસાદપાત્ર સં. ધરણકે રાણપુરમાં રચાયેલા “વૈલોક્યદીપક' નામના સુંદર ચતુર્મુખ યુગાદીશ્વર-વિહાર ( જિનમંદિર) ને વિ. સં. ૧૪૯૯ માં પ્રતિષ્ઠિત કરનાર અનેકરાજ-તિબેધક સે મસુંદરસૂરિ.૩ મેરૂતુંગસૂરિ
વિ. સં. ૧૪૪૬ માં ગચ્છનાયક થયેલા જે સૂરિએ લોલાડા ગામનું ગુજરાતના પાતશાહ મહમ્મદથી રક્ષણ કર્યું, તે અંચલગચ્છના મેરૂતુંગસૂરિ. મુનિસુંદરસૂરિ
સીહી (રાજપૂતાના) ના સ્વામી સહસમલે જેમના પ્રભાવ અને સદુપદેશથી હદયમાં ચમત્કાર પામી શિકાર કરવાનું બંધ કર્યું અને પોતાના સમસ્ત દેશમાં અમારિ પ્રવર્તાવી, જેણે “સંતિકાર” સ્તોત્ર ” રચી તથા મારિ ( મરકી) ને ઉપદ્રવ નિવાર્યો, ૧–ર વિશેષ માટે જુઓ “જેસલમેર ભાં. ગ્રંથસૂચી ” પ્રસ્તાવના, શિલાલેખો વિ.
૩ વિશેષ માટે જુઓ “સોમસૌભાગ્ય કાવ્ય '
* ૯૪ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org