Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. મેહનલાલ ભગવાનદાસ ઝવેરી નિર્યુક્તિમાં જેનન્યાયનું નિરૂપણ આપણે જોયું. હવે આપણે તપાસીએ કે આગામોમાં જેન ન્યાયનું નિરૂપણ કયે કયે સ્થળે અને કેટલું છે. પ્રાચીન આગમાં ઠાણુગ અને ભગવતીમાં ભિન્ન ભિન્ન પ્રકારના પ્રમાણુનો ઉલ્લેખ છે અને ત્યારપછીના આગમમાં અનુગદ્વાર તથા નંદિસૂત્રમાં પણ પ્રમાણના વિવિધ ભેદોનું વર્ણન છે. ઠાણાંગ, અનુગ તથા નંદિમ નયનું વિવરણ છે. વાંચકે સ્વયં તે વિચારી શકે માટે ઉક્ત ઉલેખો નીચે આપ્યા છે.
__दुविहे नाणे पन्नत्ते तं जहा-पञ्चक्खे चेव परोक्खे चेव । पञ्चक्खे नाणे दुविहे पन्नत्ते तं० केवलनाणे चेवणोकेवलनाणे चेव २ xxx णोकेवलणाणे दुविहे पं० २० ओहिणाणे चेव मणपजवणाणे चेव १२ x x x परोक्खेणाणे दुविहे पन्नत्ते तं० आभिणिबोहिणाणे चेव सुयणाणे चेव १७ आभिणिबोहियणाणे दुविहे पं० तं० सुयनिस्सिए चेव असुयनिस्सिए चेव १८, सुयनिस्सिए दुविहे पं० तं० अत्थोग्गहे चेव वंजणोग्गहे चेव १९, असुयनिस्सितेऽपि एवमेव २० सुयनाणे दुविहे पं० २० अंगपविढे चेव अंगबाहिरे चेव २१, अंगबाहिरे दुविहे पं० तं० आवस्सए चेव आवस्सयवइरित्ते चेव २२, आवस्सयवतिरित्ते दुविहे पं० त० कालिए चेव उक्कालिए चेव ॥ २३ ॥
જેનન્યાયમાં જ્ઞાનને જ પ્રમાણ માન્યું છે, (g. ૪૨ rivમતિ સાત્તિ) અને આમાં જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભેદ કરી પ્રત્યક્ષના કેવલજ્ઞાન અને કેવલજ્ઞાન (= મનઃપર્યવ અને અવધિ) એમ બે ભેદ તથા પક્ષના આભિનિબોધિક=મતિ અને શ્રુતજ્ઞાન એમ બે ભેદ દર્શાવ્યા છે.
ઠાણાંગના નીચેના બીજા ઉલેખમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એવા પ્રમાણના ચાર ભેદ વર્ણવ્યા છે. અહિંયા હેતુ શબ્દ પ્રમાણના અર્થમાં જાય છે, અને આગળ અનુમાનના અર્થમાં જાય છે. કારણ એ અર્થ સાથે ભિન્ન ભિન્ન ત્રણ અર્થમાં હેતુ શબ્દને પ્રયાગ આગમમાં થયો છે.
अथवा हेऊ चउठिवहे पं० तं०-पञ्चक्खे अणुमाणे ओवम्मे आगमे, अथवा हेऊ चउविहे पं० तं०--अस्थित्तं अस्थि सो हेउ १, अत्थित्तं णत्थि सो हेऊ २, णत्थित्तं अस्थि सो हेऊ ३, णत्थित्तं णत्थि सो हेऊ ४ ( सू० ३३८ ) पृ० २५३ ठाणांग-समिति आवृत्ति
ઠાણાંગમાં તેનું વર્ણન પણ છે – सत्तमूलनया पं० २०-नेगमे संगहे ववहारे उज्जुसुत्ते सद्दे समभिरूढे एवंभूते (सू. ५५२)पृ.३९० ઠાણાંગમાં સ્થાન ૪, ઉદ્દેશ ૨, પૃ ૨૩૩ પર સત્યના ચાર નિક્ષેપ વર્ણવ્યા છે –
चउविहे सच्चे पं० २०-णामसच्चे ठवणसच्चे दव्वसच्चे भावसच्चे ( सू० ३०८)
શ્રી ભગવતી સૂત્રમાં નીચે દર્શાવ્યા પ્રમાણે ચાર ભેદવાળા પ્રમાણનું નિરૂપણ છે – . શતાબ્દિ મંચ ]
* ૧૪૩ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org