Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
સ્વામીવાત્સલ્ય
પાડવાં, સ્વધર્મી ભાઈનાં તથા પિતાનાં હિતાર્થ –ઉપગાથે ધર્મશાળાઓ બાંધવી–બંધાવવી–અનુમોદવી (ત્રિવિધ ), પુસ્તક ભંડાર કરવા-કરાવવા–ધાવવા–એ આદિ કરવું એને જ્ઞાનીઓ સ્વામીવાત્સય કહે છે. એ સ્વામીવાત્સલ્યના દ્રવ્ય અને ભાવ એવા બે ભેદ પાડી શકાય છે, અને તે પણ તન, મન અને ધન એમાંના એક, બે અથવા ત્રણેથી સાધી શકાય છે. કેઈ તનથી નિરોગી ન હોય તેમજ ધનવાન ન હોય તો તે મનથી સ્વધર્મ વત્સલની અનુમોદના કરી, પ્રમેદભાવના ભાવે છે. એને પણ સ્વધર્મભક્તિનું ફળ પ્રાપ્ત થાય છે. કેઈ ધનવાન ન હોય તે મનથી અનુમોદના ભાવી સ્વધમભાઈની ભક્તિમાં તનનું વીર્ય યથાશક્તિ ફેરવે છે. કોઈ એ ત્રણે વાનાંથી ભક્તિ કરી શકે છે.
હાલ વખત સ્વામીવાત્સલ્યને માત્ર સંઘ જમાડવો એવો જે સાંકડો અર્થ થઈ ગયે છે એ અજ્ઞાનજનિત છે. લૌકિકપરંપરાવશ ભાઈઓ દેખાદેખીથી અનુકરણ કર્યા કરે છે; બાકી સ્વામીવાત્સલ્ય એ સમકિતને દીપાવનાર એક ભૂષણ છે એવું જ્ઞાન થાય તે પછી એ ભૂષણ એક રૂપમાં કે બીજા રૂપમાં સ્થાયી રહે જ; અને એ જાણનાર સમકિતી પિતાના ધર્મભાઈનું હરકેઈ પ્રકારે વાસય કરે જ કરે; પણ ધર્મની અજ્ઞાનતા, તેથી થતી તેની અનાદરતા, અનાદરતા છતાં કુલપરંપરાના ચાલ્યા આવતા ઉપરછલા માની બેઠેલા ધર્મના અભિમાનને લઈને, તે પરંપરા પ્રમાણે ચાલી, દેખાદેખીથી કિંવા યશલેભથી, કિંવા રસેંદ્રિયના વિષયલુબ્ધપણાથી માત્ર જમણવારરૂપે સ્વામીભક્તિ કરવી, યતનારહિતપણે રાંધી પીરસી અસંખ્યાતા ત્રસ જીવની હાનિ કરવી, વિગય ( વિકૃતિવિકાર કરી ઈન્દ્રિયોને ક્ષેભ પમાડે એવા પદાર્થ ) આદિ દરકાર વિના જમાડવા, બીજી વધારે સારી રીતે સ્વામીવાત્સલ્ય થઈ શકે છે કે નહિ એવા વિવેક વિના હજારેનું દ્રવ્ય ખચી નાંખવું અને માત્ર ઉપર્યુક્ત રીતે સંઘ જમાડવાથી જ સંઘભક્તિ થઈ શકે છે, એમ કરવાથી જ ધર્મ પળાય છે, એથી જ સ્વધર્મ પોષાય છે એમ ધારવું તે માત્ર જૈન ભાઈઓની અજ્ઞાનતાની બહોળાશ સૂચવે છે.
સ્વધમી ભાઈઓ-બાઈઓના સમુદાયને પ્રીતિજન ન આપવું એ આ લેખને આશય નથી, કેમકે પ્રીતિભેજન સ્વધર્મભક્તિનું એક રૂપ છે અને એ સર્વથા યથાવિધિ કર્તવ્ય છે કેમકે સવિધિ કરવાથી ધર્મ પુષ્ટિ થાય છે. કહેવાનું એમ છે કે એકલા જમણવારમાં સ્વામીવાત્સલ્યનો સમાવેશ નથી થતું. જમણવાર તે સ્વામીવાત્સલતાનું તારતમ્ય યેગે ગણ રૂ૫ છે, બીજા પ્રધાન રૂપ બહુ છે, તેમજ યતના કે વિવેક રહિત કરેલ નવકારસહી પણ સ્વામીવાત્સલ્ય કહેવાશે નહિ. હાલ દષ્ટાન્ત તરીકે જુએ, શ્રી પાલીતાણા અમદાવાદ, મુંબઈ કે અન્ય સ્થળે જ્યાં મોટો સંઘસમુદાય એકત્ર થઈને ભેજન કરે છે ત્યાં રાંધવામાં કે જમવા આદિમાં એઠ કચરામાં યતના બીલકુલ જોવામાં આવતી નથી, અસંખ્યાતા ત્રસ જીવોની ત્યાં હાનિ થાય છે અને એ સ્વધર્મપોષણ અથે કરેલ સ્વધર્મ * ૧૫૬ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org