Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
बार परंपरान પ્રતિનિધિત્વ
પંડિત શ્રી સુખલાલજી
[ પ્રજ્ઞાચક્ષુ રહસ્યલક્ષી પડિતવ` શ્રી સુખલાલથી કયા સુજ્ઞજન અપરિચિત હશે ? તેમણે જૈન તેમ જ જૈનેતર દ નેાનું સહાનુભૂતિપૂર્વક સૂક્ષ્મ તુલનાદૃષ્ટિથી અધ્યયન તેમ જ અધ્યાપન કર્યું છે. તેમની પશ્ચિંત ઐતિહાસિક અને સત્યાન્વેષી છે. સમગ્રતાથી ‘ સર્ચલાઇટ ’ ફેંકી વિષયનું અનેકાંતદૃષ્ટિથી તેાલન કરી સાદી છતાં મિતાક્ષરી અગંભીર ભાષામાં સમજાવવાની અજબ કળા પાતે ધરાવે છે. આ લેખમાં શ્વેતામ્બર ( વે॰ મૂર્તિપૂજક ) સંપ્રદાય શ્રી મહાવીર પ્રભુની અનેકાંતદૃષ્ટિને ખીજા જૈન સંપ્રદાય ( દિગંબર અને સ્થાનકવાસી ) કરતાં વધુ સાચવે છે એ વિવેકથી સાંપ્રદાયિક માહથી અસ્પર્શિત રહી સમજાવ્યું છે અને એક નવીન સત્ય રજુ કર્યું છે.—સપાદક, ]
Jain Education International
શ્રીમદ્ વિજયાન ંદસૂરીશ્વરે સ્થાનકવાસીસંમત મુહપત્તિખંધન અને મૂર્ત્તિઉત્થાપન એ બન્નેના ત્યાગ કર્યો. હું પાતે પણ એમ માનું છું કે મુહપત્તિનું ઐકાન્તિક બંધન એ વસ્તુત: શાસ્ત્રસંમત તેમ જ વ્યવહાર્ય નથી. એ જ રીતે એમ પણ માનું છું કે આધ્યાત્મિક વિકાસક્રમમાં અધિકારીવિશેષ વાસ્તે મૂત્તિ-ઉપાસનાનું સમુચિત અને શાસ્ત્રીય સ્થાન છે. તેમ છતાં એ પ્રસિદ્ધ સૂરીશ્વરના સ્મારક અંકમાં એમના એ અંશની સ્મૃતિ નિમિત્તે આ લેખ લખી રહ્યો નથી, કારણ કે એક તે એ ચર્ચા હવે બહુ રસપ્રદ રહી નથી; તેમ જ જૈનેતર અને ઐતિહાસિક વાચકેાને એમાંથી કાંઇ વધારે જાણવા જેવું મળે એમ પણ આજે દેખાતુ નથી. તંથી ઉપરના મથાળા નીચે હું એક એવા મુદ્દાની સંક્ષેપમાં ચર્ચા કરવા ધારું છું કે જેની સાથે ઉક્ત સુરીશ્વરના સંબંધ પણ હતા અને જે મુદ્દો ઐતિહાસિક દષ્ટિએ ખાસ અગત્યના હાઇ સર્વસાધારણ વાચકેા વાસ્તે એક સરખા ઉપચાગી છે.
શતાબ્દિ ગ્રંથ ]
* ૧૫૯ *
For Private & Personal Use Only
www.jainelibrary.org