Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
પંડિત શ્રી સુખલાલજી બૌદ્ધ અસલી સાહિત્ય કે તે વખતે રચાતા સાહિત્ય ઉપર વિનાશક અસર ન કરી અને કરી હોય તે તે નામ માત્રની. આ કલપના માત્ર અસંગત જ નથી પણ અનૈતિહાસિક સુદ્ધાં છે. ભારતવર્ષના કેઈપણ ભાગમાં વર્તમાન કે રચાતા સાહિત્ય વિષે એવાં પક્ષપાતી વિનાશક બળો કયારેય ઉપસ્થિત થયાનો ઈતિહાસ પ્રાપ્ત નથી થતો કે એ બળોએ માત્ર જેને સાહિત્યનો સર્વથા વિચ્છેદ કર્યો હોય અને બ્રાહ્મણ તેમ જ બદ્ધ સાહિત્ય ઉપર દયા દાખવી હોય. આ અને આના જેવી બીજી કેટલીયે અસંગતિઓ આપણને એમ માનવા પ્રેરે છે કે વીરપરંપરાનું અસલી સાહિત્ય (ભલે તેના બંધારણમાં, ભાષાસ્વરૂપમાં અને વિષયચર્ચામાં કાંઈક ફેરફાર કે ઘટાડે–વધારો થયો હોય છતાં) વસ્તુત: નાશ ન પામતાં અખંડ રીતે હૈયાત જ રહ્યું છે. આ દષ્ટિએ જોતાં એ અસલી સાહિત્યનો વારસો દિગંબર ફિરકા પાસે નથી, પણ તાંબર અને સ્થાનકવાસી એ બે ફિરકા પાસે છે. સ્થાનકવાસી ફિરકો કેટલુંક અસલી આગમિક સાહિત્ય ધરાવે છે પણ તે ડાળ, શાખા, પાંદડાં અને ફૂલ કે ફળ વિનાના એક મૂળ કે થડ જેવું છે અને તે મૂળ કે થડ પણ તેની પાસે અખંડિત નથી. એ પણ ખરું છે કે વેતાંબર પરંપરા જે આગમિક સાહિત્યને વારસો ધરાવે છે તે પ્રમાણમાં દિગંબર પરંપરાના સાહિત્ય કરતાં વધારે અને ખાસ અસલી છે તેમ જ સ્થાનકવાસીના આગમિક સાહિત્ય કરતાં એ વિશેષ વિપુલ અને સમૃદ્ધ છે; છતાં તે અત્યારે જેટલું છે તેમાં જ બધું અસલી સાહિત્ય મૂળ રૂપમાં જ સમાઈ જાય છે એમ કહેવાનો આશય નથી. સ્થાનકવાસી ફિરકાએ અમુક જ આગમ માન્ય રાખી તે સિવાયનાને માન્ય ન રાખવાની પહેલી ભૂલ કરી, બીજી ભૂલ આગમિક સાહિત્યના અખંડિત વિકાસને અને વીરપરંપરાને પષતી નિયુક્તિ આદિ ચતુરંગીના અસ્વીકારમાં એણે કરી અને છેવટની અક્ષમ્ય ભૂલ એ ફિરકાના મુખ્યપણે ક્રિયાકાંડના સમર્થનમાંથી ફલિત થયેલ ચિંતન-મનનના નાશમાં આવી જાય છે. જે સૈકાઓ દરમિયાન ભારતવર્ષમાં આશ્ચર્યજનક દાર્શનિક ચિંતન-મનન અને તાર્કિક રચનાઓ ધધબંધ થતી હતી, જે જમાનામાં વેતાંબર અને દિગંબર વિદ્વાનો પણ એ અસરથી મુક્ત રહી ન શક્યા અને તેમણે થડે પણ સમર્થ ફાળો જૈન સાહિત્યને અર્ધો, તે જ જમાનામાં શરૂ થયેલ અને ચોમેર વિસ્તરેલ સ્થાનકવાસી ફિરકાએ દાર્શનિક ચિંતન-મનનની દિશામાં અને તાર્કિક કે બીજા કોઈ પણ સાહિત્યની રચનામાં પોતાનું નામ નથી નેંધાવ્યું એ વિચાર ખરેખર સ્થાનકવાસી ફિરકા માટે નીચું જોવડાવનાર છે. આ બધી દષ્ટિએ સ્થાનકવાસી ફિરકાને વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ અગર તે અપેક્ષાકૃત વિશિષ્ટ પ્રતિનિધિત્વ ધરાવનાર કહી ન શકાય. તેથી હવે બાકીના બે ફિરકાઓ વિષે જ વિચારવાનું પ્રાપ્ત થાય છે.
આપણે ઉપર જોઈ ગયા કે દિગંબર ફિરકાએ અસલી આગમિક સાહિત્યને અવગણવામાં, તેનો બહિષ્કાર કરવામાં માત્ર વિદ્યાના કેટલાક અંશે ગુમાવવા પૂરતી જ ભૂલ શતાબ્દિ ગ્રંથ ]
* ૧૬૫ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org