________________
વીર પરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ નથી કરી પણ એ સાથે એણે વીરપરંપરાના ઘણા આચાર અને વિચારોનો વારસો પણ ગુમાવ્યો છે. આગમિક સાહિત્ય છોડવા સાથે એના હાથમાંથી પંચાંગીના પ્રવાહને સાચવવા, રચવા અને પોષવાને સોનેરી અવસર જ ચાલ્યા ગયે. એ તો એક અબાધ્ય સત્ય છે કે મધ્યકાળમાં કેટલીક શતાબ્દિએ દરમિયાન માનનીય દિગંબર ગંભીર વિદ્વાનોના હાથથી રચાએલ દાર્શનિક, તાર્કિક અને અન્ય પ્રકારનું વિવિધ સાહિત્ય એવું છે કે તે માત્ર હરકોઈ જેનને જ નહિ પણ હરકોઈ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસીને માન ઉત્પન્ન કરે તેવું છે. તેમ છતાં ઐતિહાસિક દષ્ટિએ એ કબૂલ કરવું જોઈએ કે જે દિગંબર પરંપરાએ આગમિક અને પંચાંગી સાહિત્ય સાચવી, તેનું સંવર્ધન અને વ્યાખ્યાન કે વિવરણ પિતાની જ ઢબે કર્યું હોત તો એ પરંપરાના ગંભીર વિદ્વાનોએ ભારતીય સાહિત્ય અને જૈન સાહિત્યને એક સંમાનવદ્ધક ભેટ આપી હોત. ખેર, આ ઉપરથી એકંદર મારો અભિપ્રાય કેવળ એતિહાસિક દષ્ટિએ પણ એ બંધાય છે કે શાસ્ત્રોની બાબતમાં વીર પરંપરાનું જે કાંઈ પણ અખંડ પ્રતિનિધિત્વ આજે જોવા મળતું હોય તો તે વેતાંબર પરંપરાને જ આભારી છે. હું જ્યારે દિગંબર પરંપરાની પુષ્ટિ અને તેના સમન્વયની દષ્ટિએ પણ વેતાંબરીય પંચાંગી સાહિત્ય જોઉં છું ત્યારે મને ચોકખું લાગે છે કે એ સાહિત્યમાં દિગંબર પરંપરાને પોષક થાય એવી અખૂટ સામગ્રી છે. અમુક મુદ્દા પરત્વે મતભેદ થતાં, તેને એકાન્તિક આગ્રહનું રૂપ અપાતાં જે હાનિ દિગંબર પરંપરાને ઉઠાવવી પડી છે તેનો ખ્યાલ એ પંચાંગી સાહિત્યને તટસ્થભાવે વાંચ્યા સિવાય આવી ન શકે. જો એ સાહિત્યમાંનાં અમુક વિધાન દિગંબર પરંપરાને બંધબેસતાં આવે તેમ ન હતું, તો તે પરંપરાના વિદ્વાનો, એ વિધાનો વિષે–એ સાહિત્યને છોડડ્યા સિવાય પણ, જેમ બ્રાહ્મણ અને ભાદ્ધ પરંપરામાં બન્યું છે અને જેમ એક જ તત્ત્વાર્થ ગ્રન્થને સ્વીકારી તેની જુદી જુદી વ્યાખ્યાઓમાં બન્યું છે તેમ–વિવિધ ઊહાપોહ કરી શકતા હતા અથવા તે ભાગને, સ્વામી દયાનંદે સ્મૃતિ, પુરાણ આદિમાંના અનિષ્ટ ભાગને પ્રક્ષિત કહ્યો છે તેમ પ્રક્ષિત કહી, બાકીના સમગ્ર પંચાંગી ભાગને સત્કારી, વીરપરંપરાનું પ્રતિનિધિત્વ મળરૂપમાં કાંઈક વિશેષ સાચવી શક્યા હોત. દિગંબર પરંપરાનું સમગ્ર માનસ જન્મથી જ એવું એકતરફી ઘડાયેલું દેખાય છે કે તેને જિજ્ઞાસા અને વિદ્યોપાસનાની દષ્ટિએ પણ પંચાંગી સાહિત્ય જેવા કે વિચારવાની વૃત્તિ થતી જ નથી; જયારે વેતાંબરીય માનસ પ્રથમથી જ ઉદાર રહ્યું છે. આના પુરાવાઓ આપણે સાહિત્યરચનામાં જોઈએ છીએ. એક પણ દિગંબર વિદ્વાન એ થે નથી જાણ્યું કે જેણે બ્રાહ્મણ-શ્રાદ્ધ ગ્રન્થ ઉપર લખવાની વાત તો બાજુએ રહી પણ કહેતાંબરીય આગમિક સાહિત્ય કે બીજા કોઈ દાર્શનિક તાર્કિક વેતાંબરીય સાહિત્ય ઉપર કાંઈ લખ્યું હોય, તેથી ઊલટું દિગંબર પરં. પરાનું પ્રબળ ખંડન કરનાર અને સાંપ્રદાયિક વેતાંબરીય આચાર્યો અને ગંભીર વિદ્વાને એવા થયા છે કે જેમણે દિગંબરીય ગ્રન્થ ઉપર આદર સાથે મહત્ત્વપૂર્ણ ટીકાઓ લખી છે, * ૧૬૬ *
| [ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org