Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
પંડિત શ્રી સુખલાલજી પુરાવાઓ છે. આચારાંગમાંના ઉપરથી વિરોધી દેખાતાં એ બને વિધાને એક બીજાની એટલાં નજીક છે તેમ જ એક બીજાનાં એવાં પૂરક છે અને તે બને વિધાને એક જ ઊંડી આધ્યાત્મિક ધૂનમાંથી એવી રીતે ફલિત થયેલાં છે કે તેમાંથી એકને લોપ કરવા જતાં બીજાને છેદ ઊડી જાય અને પરિણામે બને વિધાન મિથ્યા ઠરે; તેથી એ આચારાંગના પ્રાચીન એતિહાસિક ભાગની દષ્ટિએ તપાસતાં પણ હું નિર્વિવાદપણે એવા નિશ્ચય ઉપર ‘આવ્યો છું કે અચેલ–સચેલ ધર્મની બાબતમાં વીરપરંપરાનું પ્રતિનિધિત્વ જે પ્રમાણમાં વિશેષ યથાર્થ પણે અને વિશેષ અખંડપણે સચવાયું હોય તો તે દિગંબર ફિરકામાં નહિ પણ વેતાંબર અને સ્થાનકવાસી ફીરકામાં છે.
(૨) હવે આપણે ઉપાસનાની બાબત લઈ વીરપરંપરાના પ્રતિનિધિત્વનો પ્રસ્તુત પ્રશ્ન ચચીએ. એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે વીરપરંપરાના અનેક મહત્ત્વના અંશમાં મૂર્તિ-ઉપાસનાને પણ સ્થાન છે. આ ઉપાસનાની દષ્ટિએ સ્થાનકવાસી ફિરક તો વીરપરંપરા–બહિષ્કૃત જ છે, કારણ કે તે, આગમિક પરંપરા, યુક્તિવાદ, આધ્યાત્મિક યોગ્યતા અને અનેકાન્તદષ્ટિ એ બધાનો ઈન્કાર કરી એક યા બીજા કોઈ પણ પ્રકારની મૂર્તિઉપાસનામાં માનતો નથી. તેથી ઉપાસનાની બાબતમાં વેતાંબર અને દિગંબર બે ફિરકા વચ્ચે જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. એમાં સંદેહ નથી કે દિગંબર પરંપરાસંમત નગ્ન મૂર્તિની ઉપાસના વીતરાગત્વની સગુણ ઉપાસના વાતે વધારે બંધબેસતી અને નિરાડંબર હે વધારે ઉપાદેય પણ થઈ શકે, પરંતુ આ બાબતમાં પણ દિગંબર પરંપરાનું માનસ, વિચારણા અને વ્યવહારની દષ્ટિએ એકાન્તિક જ છે. વેતાંબર પરંપરાના આચાર-વિચાર અને ચાલુ પુરાતન વ્યવહારને તપાસીશું તે આપણને જણાશે કે એણે વિચારમાં કે વ્યવહારમાં નગ્ન મૂર્તિને ઉપાસનામાંથી બહિષ્કાર કર્યો જ નથી. તેથી ઘણું જૂના વખતથી અત્યારલગીના વેતાંબરીય પંથની માલિકીનાં મંદિરો કે તીર્થોમાં નગ્ન મૂર્તિનું અસ્તિત્વ, તેનું પૂજન-અર્ચન નિર્વિરેધપણે ચાલતું આપણે જોઈએ છીએ. અલબત્ત, Aવેતાંબર પરંપરામાં સવસ્ત્ર અને સાલંકાર મૂર્તિનું સ્થાન છે અને જેમ જેમ બને ફિરકાઓ વચ્ચે અથડામણ વધતી ગઈ તેમ તેમ વેતાંબર પરંપરામાં ઉત્તરોત્તર વસ્ત્ર અને સાલંકાર મૂર્તિની જ પ્રતિષ્ઠા વધતી ચાલી છે; પણ મથુરામાંથી નીકળેલી “વેતાંબરીય આચાર્યના નામોથી અંકિત નગ્ન મૂર્તિઓ અને ત્યાર પછીના અનેક સિકાઓ દરમિયાન પણ ચાલુ રહેલી નગ્ન મૂર્તિની વેતામ્બરીય પ્રતિષ્ઠાનો વિચાર કરતાં એ ચોકખું લાગે છે કે વેતાંબર પરંપરા આધ્યાત્મિક ઉપાસનામાં નગ્ન મૂર્તિનું મૂલ્ય યથાવત્ આંકતી આવી છે. આથી ઊલટું દિગંબર પંથની માલિકીનું કોઈ પણ મંદિર કે તીર્થ લે તો. તેમાં નગ્ન મૂર્તિ સિવાય સાદાં અને દિગંબરત્વની વધારે નજીક હોય એવાં નિરાડંબર વસ્ત્રાંશ ધારણ કરનારી મૂર્તિને પણ એકાન્તિક બહિષ્કાર જ હશે. એ પરંપરાનાં શાસ્ત્રો શતાબ્દિ ગ્રંથ ]
* ૧૬૩ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org