Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
જૈન ન્યાયની પ્રાચીનતા અને ભારતીય ત્રિશાખિક ન્યાય સર્વમાન્ય લક્ષણ પરિભાષા નિયમો આદિ ઘડાયા; અને આજે આપણે સમન્વયની દષ્ટિએ તપાસીએ તે ત્રણે માગના ન્યાયગ્રંથના એકત્રિત અભ્યાસ સિવાય ભારતીય ન્યાયના અભ્યાસકને ત્રુટિઓ જ નજરે આવે એમ ખાત્રી થાય છે. એ ત્રિશાખિક ન્યાયેવૃક્ષ નહિ તો છિન્નભિન્ન સ્થિતિમાં જ નજરે આવે છે.
કયા દર્શનના ક્યા ગ્રન્થ અન્ય દર્શનના ક્યા ગ્રંથ કે વિચારક પર કેટલી અસર કરી એનું ચોક્કસ માપ કાઢવું મુશ્કેલ છે, તો પણ સામાન્ય દષ્ટિએ જૈન ન્યાય પર અન્ય ગ્રંથોની કેવી અસર પડી તથા તેની અન્ય ગ્રંથો પર કેટલી પડી એના સામાન્ય ઉલેખ થઈ શકે. આગમમાં વર્ણવેલા પ્રમાણના ચાર પ્રકાર પ્રાચીન નૈયાયિક વિચારણું અનુસાર છે અને ઉપલબ્ધ ન્યાયસૂત્રના ચાર પ્રકારને મળતા આવે છે. આ પ્રાચીન અસ્કુટ વૈદિક ન્યાયની કે સર્વસામાન્ય વિચારકની અસર તરીકે ઓળખાવી શકાય. અનુમાનના પૂર્વવત્, શેષવત્ તથા દષ્ટસાધમ્યવત્ એવા ત્રણ પ્રકાર જે અનુગારસૂત્રમાં વર્ણવ્યા છે તે ન્યાયસૂત્રમાં વર્ણવેલા • અનુમાનના ત્રણ પ્રકારને મળતા આવે છે. આમાં પણ સામાન્ય સર્વદર્શનના નૈયાયિકોની કઈ એક સાધારણ વિચારણનાં મૂળ કે વૈદિક ન્યાયનાં અવિકસિત મૂળ ઓળખી શકાય.
જૈન નિયાયિકે એ પ્રારંભમાં સમાન્ય પદ્ધતિનો સ્વીકાર કર્યો હશે એમ ન્યાયાવતારના નીચે આપેલા લોકો પરથી સિદ્ધ થાય છે – प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः। प्रमाणलक्षणस्योक्तो ज्ञायते न प्रयोजनम् ॥न्या० २॥ प्रमाणादिव्यवस्थेयमनादिनिधनात्मिका। सर्वसंव्यवहर्तृणां प्रसिद्धापि प्रकीर्तिता ॥न्या० ३२॥
જેનોએ પ્રમાણને પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે પ્રકારમાં જુદી જુદી પદ્ધતિઓ વિભક્ત કર્યું તેમાં બૌદ્ધ અસર હોવાનું અનુમાન થાય છે. વળી પ્રત્યક્ષના વ્યાવહારિક અને પારમાર્થિક એવા બે ભેદ કરી લેકસંગ્રહ પણ કરવામાં આવ્યો. બદ્ધ ન્યાય ગ્રંથ પર પણ જેનેએ ટીકાઓ રચી અને ઉમાસ્વાતિ, મહૂવાદી, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિ અને તેમના શિષ્યએ બોદ્ધન્યાયને તલસ્પર્શી અભ્યાસ કરેલ હોવાનાં પ્રમાણે મળે છે. ન્યાયપ્રવેશ પરની શ્રી હરિભદ્રસૂરિની ટીકાને ઉપર ઉલ્લેખ થઈ ચૂક્યો છે. બીજો દાખલો મલ્લવાદીની ખાદ્ધ ન્યાયગ્રંથ ન્યાયબિંદુ ટીકા ઉપરનું ટિપ્પનક છે. આ મહ્વવાદી તે મલ્લવાદી બીજા સમજવા, કારણ કે ન્યાયબિંદુ ટીકા ધર્મોત્તરે ઈ. સ. ૮૪૭ લગભગ રચી છે એવું ઈતિહાસનું માનવું છે આમ બદ્ધ ન્યાયગ્રંથો પર જેનોએ ટીક રચી એટલે જેનો સ્વતંત્ર રીતે ન્યાયના વિકાસ માટે કંઈ કરતા ન હતા એમ માની લેવાનું નથી. પહેલા મદ્ધવાદીએ દ્વાદશાનિયચક્રતુંબમાં તથા હરિભદ્રસૂરિએ અનેકાંત જયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય આદિમાં બૌદ્ધોનું તેમ જ અન્ય દર્શનોનું બહુ સારી રીતે ખંડન કરી પોતાની માન્યતા સિદ્ધ કરી હતી. દિગંબરોએ સ્વતંત્ર ન્યાય ગ્રંથ કંઈક વહેલાં રહ્યા હતા અને ન્યાયબિંદુ આદિ ગ્રંથમાં ધર્મકીર્તિ આદિ બદ્ધ તૈયાયિકોએ જૈન તત્વની સમાલોચના કરી ખંડન પણ કર્યું હતું. જુએ પૃ. ૧૨૬-૧૨૮. હાલમાં જેન ભંડારમાંથી ઉપલબ્ધ થયેલા શાંતિ રક્ષિતના “તત્ત્વસંગ્રહ” નામના બૌદ્ધ ગ્રંથ તથા તે પરની કમલશીલની ટીકામાં પણ જેન પદાર્થોનું ખંડન છે, જુઓ * ૧૫૦ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org