________________
શ્રી. મેહનલાલ ભગવાનદાસ ઝવેરી ઘણું મહત્વનું સ્થાન મળ્યું, અને તે એટલે સુધી કે આવી ઉક્તિઓ પણ આગમનાં લક્ષણ પરત્વે મળે છે:–
तापच्छेदकषैः शुद्धं वचनं त्वागमं विदुः । तापो ह्याप्तप्रणीतत्वमाप्तो रागादिसंक्षयात् ॥
___ शांत्याचार्यकृत प्रमाणवार्तिक परि० ४-श्लो० १ यस्त्वाप्तप्रणीत आगमः स प्रमाणमेव । कपच्छेदतापलक्षणोपाधित्रयविशुद्धत्वात् ।।
સ્વાઢામંગ ૫૦ ૨૨૬ | હરિભદ્રસૂરિકૃત પંચવસ્તુકના ચોથા દ્વારમાં કષાદિનું સ્વરૂપ આમ વર્ણવ્યું છે.
पाणवहाईआणं पावट्ठाणाण जो उ पडिसेहो । झाणज्झयणाईणं जो य विही एस धम्मकसो ॥१॥ बज्झाणुट्ठाणणं जेण ण बाहिजए तयं णियमा । संभवइ य परिसुद्धं सो पुण धम्मम्मि छेउत्ति ॥ २ ॥ जीवाइभाववाओ बंधाइपसाहगो इहं तावो ।
एएहिं परिसुद्धो धम्मो धम्मत्तणमुवेइ ॥ ३ ॥ स्याद्वादमंजरी पृ० ३४५ આમ જૈન ન્યાયનાં મૂળ પ્રાચીનકાળથી જ આગમમાં હોવા છતાં ભિન્ન ભિન્ન દર્શનના યુગપ્રવર્તક ન્યાયગ્રંથની વિચારણુ, પરિભાષા તથા શૈલીની અસર જૈન વાયગ્રંથો પર પણ થઈ છે અને તે કોઈપણ જીવંત વિચારક દર્શન માટે અનિવાર્ય છે; કારણ કે તે સિવાય તત્વજ્ઞાનમાં પ્રગતિ થવા સંભવ કે અવકાશ રહેતો નથી. ઊલટું જૈન દર્શનનું એ તો એક ઉપયોગી લક્ષણ છે કે મિલિક સિદ્ધાંતોથી અવિરુદ્ધ ઉપયોગી સારભૂત તનું વિવેચનપૂર્વક ગ્રહણ કરવું અને તેથી જ તે ચોતરફનાં સંઘર્ષણ છતાં ટકી શક્યું છે. આનાં ઉદાહરણ શેકષ્ટિથી જોનારને ઘણાં મળી આવે છે. પહેલાં તો માત્ર પ્રમાણની પૃથક્ ચર્ચા એ બૈદ્ધ અને જૈન ગ્રંથમાં જ ઘણુ સમય સુધી મળે છે. ઠેઠ ગંગેશ ઉપાધ્યાયના યુગપ્રવર્તક વૈદિક ન્યાયના પૂર્ણ પ્રતિનિધિ-ગ્રંથ તત્વચિંતામણિ તથા ભાસવંશના ન્યાયસારના રચનાકાળ સુધી વૈદિક તૈયાયિક કેવળ પ્રમાણની ચર્ચા કરતા માલૂમ પડતા નથી. એ સંભવે છે કે તૈયા યિકે એ પ્રમાણની સ્વતંત્ર ચર્ચા કરવાની પહેલ કરી હોય. પ્રમાણુની આમ સ્વતંત્ર ચર્ચા શરૂ થતાં એક રીતે જોઈએ તો ન્યાય એ માત્ર વૈદિકનો જ, એ સ્થિતિ રહી નહિ અને ન્યાયવિચારણું જૈન, બૌદ્ધ અને વૈદિક વિચારકના બુદ્ધિપ્રવાહની ત્રિવેણીરૂપે વહેવા લાગી. આમ ભારતીય ન્યાયની ઘણી સુંદર રીતે એકતા સધાઈ અને પરસ્પરના આક્ષેપ પ્રત્યાક્ષેપમાંથી
* આ કારણે ભારતીય ત્રિશાખિક ન્યાય એમ આ લેખનું અપર મથાળું કર્યું છે–સંપાદક શતાબ્દિ ગ્રંથ ]
* ૧૪૯ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org