________________
મહાકવિ વિમલરારિ અને તેમનું રચેલું મહાકાવ્ય પઉમચરિય * પઉમરિયમાંથી તત્કાલીન સ્થાપત્યકલા વિષે આપણને કંઇક જાણવાનું અવશ્ય મળે છે. તે સમયમાં રાજા-મહારાજાના મહેલે ભવ્ય, રોનકદાર અને ગગનચુંબી બનાવવામાં આવતા હતા. સુંદર કમાને અને વિશાળ અગાશીઓ, મરકત માણેક આદિવડે જડેલું ભોંયતળીયું, વિચિત્ર રત્નવડે શણગારેલી ભી તે, સુવર્ણપત્રજડિત પ્રાકાર, અસંખ્ય વિભાગો વિગેરે વિગેરે ખાસ આકર્ષક વસ્તુઓ તે નરેશપ્રાદોમાં જોવામાં આવતી. રાવણ ના મહેલનું વર્ણન કર્યું છે તેમાં લખ્યું છે કે તે સહસ્ત્ર સ્તંભો વડે શણગારવામાં આવ્યો હતો. તેની ભીંતેએ સેનાના પતરાં ચાલ્યાં હતાં. દ્વારે દ્વારે, મરકત મોંકિતક, માણિક્ય વિગેરેના તોરણે લટકાવવામાં આવ્યા હતા
| શિલ્પકળા પણ ખાસ જાણીતી હતી. એક સમયે પઉમરિયના કહેવા પ્રમાણે દશરથ રાજાની માટીની મૂર્તિ બનાવવાનો પ્રસંગે ઉપસ્થિત થયો. મૂર્તિ એવી આબેહુબ બની હતી કે જે દુશ્મનો દશરથ રાજાને મારી નાખવા આવ્યા હતા તે બધા તે મૂર્તિને દશરથ રાજાનું શબ જાણી વિદાય થયા !!
ચિત્રકળા પણ ખૂબ જાણીતી કળા હતી પઉમરિયમાં ઘણીવાર એવા પ્રસંગે આવે છે કે ઉદ્યાનમાં કોઈ અજાણી વ્યક્તિ કોઈ એક સ્વરૂપવતી સ્ત્રીનું રેખાચિત્ર દોરી જાય અને ઉદ્યાનવિહાર કરતાં રાજકુમાર તે જોઈને પ્રેમમુધ બને ! આવું તેમાં ઘણીવાર બને છે. પઉમરિયમાં નારદજી આવાં ઘણાં ચિત્રો દેરે છે અને અનેક રાજકુમારોને કંદર્પના અકાટચ પાસમાં ફસાવે છે.
પઉમરિયમાં ખાસ નોંધવાલાયક બે વિગતો આવે છે તે એ જ કે તત્કાલીન મનુષ્ય પ્રાણિશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રથી અજ્ઞાત હતા નહિ. અનેક પશુ, પક્ષીઓ તેમની જાણમાં હતાં જેવાં કે હરિ, નકુલ, વૃષભ, કેસરી, વરાહ, રુ, ચમર, મહિષ, ગ, કિ, ખ, તુરગ, હસ્તિ, શશ, વ્યાધ્ર, તરછ, રેલિય, કેહે. વળી ગરૂડ, સારસ, શતપત્ર, ચક્રવાક, હસ, પારાવત, કાક વિગેરે પક્ષીઓ જાણીતા હતાં. વનસ્પતિશાસ્ત્રમાં પણ ઘણાં જ વૃક્ષો, નાના નાના છોડવાઓ, ફળ, ફૂલ જાણીતાં હતાં. દા. ત બકુલ, તિલક, ચમ્પક, અશોક, પુન્નાગ, નાગ, વડ, સપ્તપર્ણ, પ્રિયષ્ણુ, ઇન્દ્રત, સરલ, શિરીષ, તિન્દુક, પાટલ, મલ્લી, જમ્મુ, અશ્વત્થ, નન્દી, ચુત, જ્ઞાનદુમ, અર્જુન, કુન્દલતા, કટુકવૃક્ષ, ક્ષીર, પલાશ, અંકલ, ખદિર, કાપક, લેણ, સાગ, નિમ્બ, ફણસ, કેરિષ્ટ, કુમુદ, અતુગ, બદરી, ઉદુમ્બર, નારંગ, ઇશ્દી, કદલી, ખજુર, ન લિએર, લવંગ, કેસર, કમલ, અરુણ, વિગેરે વિગેરે. આ ટૂંકા
ઘ, સ્થાપત્ય, ચિત્ર, શિલ્પ, સંગીત, યુદ્ધ વિગેરે કલાઓ અને પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રનું ઉત્કૃષ્ટ જ્ઞાન વિગેરે બાબતોનું ઠીક ઠીક વર્ણન મળે છે. તે સમયનું સામાજિક જીવન કેવા પ્રકારનું હતું તે પણ આપણે જાણી શકીએ છીએ. જર્મનીના પ્રખ્યાત પંડિત ડે. હર્મન વાંકેબીએ તેમના એક લેખમાં ( “ પ્રાચીન પ્રાકૃતગ્રંથે ” )
ખરું જ લખ્યું છે કે “પઉમચરિય એ જેનેનું જૂનામાં જૂનું પ્રાકૃત કાવ્ય છે. પઉમચરિયના વાચન પઉમચરિય અને પદ્મપુરાણ એ બન્નેમાંથી ૫૩મચરિય જૂનું છે અને પદ્મઉપરથી જાણી શકાતી પુરાણ ત્યાર પછી જ લખાયું છે. પઉમચરિયની ભાષા જૈન મહારાષ્ટ્રી તત્કાલીન અને તત- પ્રાકૃત છે. તે જૂની પ્રાકૃત ભાષામાં લખાયું છે, અને તેથી જ તેના ઉપર પૂવથ સાહિત્ય સમૃદ્ધિ વ્યાકરણના સંપૂર્ણ સંસ્કારો પડ્યા નથી. તે કાવ્ય મહાકાવ્યની સુગમશૈલીમાં
લખાયું છે, અને આટલા ઉપરથી જ આપણે કહી શકીએ કે ઘણું જ મોટા પ્રમાણમાં પ્રાકતકાવ્ય સાહિત્ય (કે જેણે સમાજનાં હૃદય ઘણે અંશે હરી લીધાં હતાં ), વિમલ
* ૧૦૮ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org