________________
શ્રી. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય
1.
""
ખોદ્દોના અવદાનરાતકમાં દીનાર શબ્દ આવે છે તે માટે ડા. કીથ લખે છે કે અવદાનશતકનુ ચીની ભાષામાં ભાષાંતર ઈ. સ. પછી ત્રી‚ સૈકાના પૂર્વાર્ધીમાં થયું હતું અને અવદાનશતકમાં દીનાર શબ્દ આવે છે. એટલે ઇ. સ. પછીના ૧૦૦ વર્ષ પહેલાં ભાગ્યે જ તેને રચનાકાલ હોઇ શકે. દીનાર શબ્દ દિવ્યાવદાનમાં પણ આવે છે. તેમાંનુ શાર્દૂલકર્ણાવદાનનુ` ચીની ભાષામાં ભાષાંતર ઇ. સ. પછી ૨૬૫ મા વર્ષમાં થયું હતું. ( જુએ તેમના સં. સા. ને ઇતિહાસ પૃ. ૬૫ ). આ બધા ઉપરથી નીચેની બાબતો તારવી શકાય છે. ( ૧ ) ડૉ. ઇ. જે. રેપ્સનના મતે રામદેશના સેનાના સિક્કાઓ હિંદમાં ઇ. સ. પછીની ૧ લી સદીમાં જાણીતા હતા. સેવેલ સાહેબનુ પણ કહેવું એમ જ લાગે છે. ( ૨ ) ડા. કીથ સાહેબનાં કહેવાનું તાત્પ એ જ છે કે દીનાર શબ્દોનો ઉપયોગ ઈ. સ. પછીથી જ થયા અને વહેલામાં વહેલા ઇ. સ. પછી ૧૦૦ વર્ષો પછી જ. આ બન્ને મતે ઉપરથી એટલું તે। સિદ્ધ થાય છે જ કે ઇ. સ. ની શરૂઆતમાં અને તે પછીના ઘેાડા જ અરસામાં આ સિક્કાઓ નણીતા હતા અને પ્રચારમાં પણ આવ્યા હતા. આ મતને પઉમચરય ઉપરથી વધારે ટકા મળે છે. પઉમચરિય ઈ. સ. ના પહેલા સૈકાના ૩-૬૩ ના ગાળામાં ઉપર ઉલ્લેખાએલા અને મતા અનુસાર રચાયું છે અને તેમાં દીનાર ચલણી સિક્કા તરીકે વપરાએલા છે. આ ઉપરથી ડા. કીથ આદિ વિદ્વાનેાના મતમાં, આ લેખકને અલ્પ સુધારા કરવાની જરુર જણાય છે.
પઉમચરયમાં સુરઙ્ગા શબ્દ ચાર વાર લખાએલા છે. સુરઙ્ગા અને સુરુઙ્ગા બન્ને વપરાયેલા છે. ડૉ. કથનું કહેવું એમ છે કે “ સુરઙ્ગા શબ્દ જરૂર ગ્રીક શબ્દ સીરીંકસમાંથી જ લેવામાં આવ્યેા છે, અને તે સમય ઈસ્વીસનની શરૂઆત પહેલાં હાઇ ન જ શકે. '' ( જુએ તેમને સં. સા. ઇતિહાસ. પૃ. ૪૬૦) વળી બીજી જગ્યાએ ડા. કીથ લખે છે કે ઘણું કરીને સુરઙ્ગા શબ્દને ઘણા પાછળના સમયમાં હિંદે શ્રીકા પાસેથી લીધે, (જીએ તેમનુ ઉપ`ક્ત પુસ્તક પૃ. ૨૫. ) [ વધુ માટે જુએ ડા. જાઇનનું “ સાઇસ્ત્રીકટ ક્રુર ઇન્ડેાલાજી ઉન્ડ ઇરાનીસ્ટીક ૩. પૃ. ૨૮૦; ડૉ. વીન્ટરનીઝનેા લેખ. ઇન્ડીઅન હીસ્ટેરીકલ કવાર્ટરલી. ૧. પૃ. ૪ર૯ ] સુરઙ્ગા શબ્દ દશકુમારચરિત્રમાં આવે છે. અહિંઆ જાણવાની જરૂર છે કે ડા. કીથે લખ્યું છે કે “ સુરઙ્ગા શબ્દના ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ફક્ત એકાદ જગ્યાએ આવે છે અને તે ભાગ પ્રક્ષિપ્ત છે. વળી સુરગા શબ્દ પાછળથી જ હિંદમાં આવ્યેા છે.’ વિગેરે વિગેરે (પૃ. ૪૬૦), અહિંઆ આ લેખક ઉપર્યુક્ત મતમાં સુધારા કરવાની જરુર જુએ છે, સ્વય' લેખકને જ સુરઙ્ગા શબ્દ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ૧૨ વાર વપરાએ જડ્યો છે. કૌટિલ્ય અર્થશાસ્ત્રના રચનાકાલ વિષે પડિતામાં મતભેદ છે, પણ મોટા ભાગ એમ માને છે કે તે કૌટિલ્યના સમયમાં જ રચાયું છે.
""
પઉમચરિયમાં દિ, વંદિ, ખદિ, અદિણ ( સ્તુતિપાઠક ), વદેિ, વંદિણ વિગેરે ધણીવાર આવે
"C
છે. હાલ કવિની ગાથા સપ્તશતીમાં વન્દી શબ્દ આવે છે અને તે ઉપરથી ડા. વેબર તેમના જન પુસ્તકમાં કહે છે કે વન્દી શબ્દ ઇ. સ. પછી ત્રીજા સૈકામાં હિંદુસ્તાનમાં ફારસી ધાતુ ઉપરથી ઉતરી આવ્યા છે. ” ( જુએ તેમનુ હાલની ગાથા સપ્તશતી નામનું જ`ન પુસ્તક ). આ લેખકને લાગે છે કે આ માન્યતા ભ્રાન્તિમૂલક છે કારણ કે પઉમરિયમાં આ શબ્દ અનેક વાર આવે છે અને તેને સંસ્કૃત ધાતુ વન્યૂ સહેલાઇથી જણાય છે.
પઉમરિયમાં એક જગ્યાએ એક લગ્ન આવે છે. આ ઉપરથી ડા. હુ`ન યાકેાખી સાહેબ કહે છે કે “ આ જો પ્રક્ષિપ્ત ન હોય તેા આ કાવ્ય ઇ. સ. પછી ત્રીજા સૈકામાં લખાયું હોવુ જોઇએ.'
શતાબ્દિ ગ્રંથ ]
* ૧૧૯ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org