________________
જેન ન્યાયની પ્રાચીનતા અને ભારતીય ત્રિશાખિક ન્યાય મનુસ્મૃતિના ટીકાકાર કુલૂકભટ આમ ટીકા કરે છે –
" तथा आन्वीक्षिकी तर्कविद्यां भूतप्रवृत्तिप्रयुक्त्युपयोगिनी ब्रह्मविद्यां चाभ्युदयव्यसनयोर्हर्षविषादप्रशमनहेतुं शिक्षेत ॥"
" अहमासं पण्डितको हैतुको वेदनिन्दकः । ___आन्वीक्षिकी तर्कविद्यामनुरक्तो निरर्थकाम् ॥" महाभारत, शांतिपर्व, १८०, ४७. " धर्मशास्त्रेषु मुख्येषु विद्यमानेषु दुर्बुधाः ।
बुद्धिमान्वीक्षिकीं प्राप्य निरर्थं प्रवदन्ति ते ॥" रामायण, अयोध्याकांड १००-३९. ટીકાકાર રામ કહે છે કે આન્વીક્ષિકી–તર્ક વિદ્યા સંબંધી આ કથન શ્રુતિ વિરુદ્ધ વાદાભિપ્રાયથી વાદીઓ, પ્રમાણભૂત ધર્મશાસ્ત્રો હોવા છતાં શુષ્ક તર્કવિદ્યાથી ઉપજતી બુદ્ધિવડે નિરર્થક વાદવિવાદ કરે છે તેને અનુલક્ષીને છે.
"धर्माधर्मों त्रय्याम् , अर्थानों वार्तायाम् , नयानयौ दण्डनीत्याम् , बलाबले चैतासाम् हेतुभिरन्वीक्षमाणा लोकस्योपकरोति, व्यसनेऽभ्युदये च बुद्धिमवस्थापयति । प्रज्ञावाक्यवैशारद्यं च करोति ।।
प्रदीपस्सर्वविद्यानामुपायस्सर्वकर्मणाम् ।
आश्रयस्सर्वधर्माणां शश्वदान्वीक्षिकी मता ॥” कौटिलीयमर्थशास्त्रम् . મહામતિ શ્રી સિદ્ધસેન દિવાકર પિતાના ન્યાયાવતારમાં પ્રમાણ અને તેની વ્યવસ્થાને પ્રસિદ્ધ તથા અનાદિ તરીકે વર્ણવે છે –
" प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः । प्रमाणलक्षणम्योक्तौ ज्ञायते न प्रयोजनम् ॥ २ ॥ प्रसिद्धानां प्रमाणानां लक्षणोक्तौ प्रयोजनम् । तव्यामोहनिवृत्तिः स्याद् व्यामूढमनसामिह ।। ३ ।। प्रमाणादिव्यवस्थेयमनादिनिधनात्मिका ।
सर्वसंव्यवहर्तृणां प्रसिद्धापि प्रकीर्तिता ॥ ३२ ॥” જૈન પરંપરા પ્રમાણે શ્રી સિદ્ધસેન વિક્રમના સમકાલીન મનાય છે. આધુનિક કેટલાક પુરાતત્વવિદો તેમને શ્રી મલવાદીના સમકાલીન માને છે, એટલે ઈસ્વીસન ચેથા સૈકામાં થયેલ માને છે
આન્વીક્ષિકીનો અર્થ પ્રારંભમાં તે માત્ર સત્યશોધન માટે અન્વેષણની પદ્ધતિ એટલો જ હોવો જોઈએ. પછી આન્વીક્ષિકી શબ્દ લોક-વ્યવહાર કે જેમાં દુનિયા અને
* १३८ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org