________________
શ્રી. મેહનલાલ ભગવાનદાસ ઝવેરી તેમાંની પ્રત્યક્ષ દેખાતી બધી વસ્તુઓ સાચી માનવામાં આવે છે તેની કાર્ય કરવાની પદ્ધતિના અર્થમાં રૂઢ થયો. રાજસભાઓમાં વ્યવહાર-વિવાદના નિર્ણય અપાતા તેથી આ પદ્ધતિનો ત્યાં વિશેષ ઉપયોગ થવાથી તે રાજના અમાત્યાદિને તથા વ્યવહાર-વિવાદ કરનારાઓને અને પછી સર્વ લોકમાં જાણીતી થઈ. આ વાત ઉપર ટાંકેલા ન્યાયાવતારના ૩ર મા *લોકથી સ્પષ્ટ થાય છે. બીજી તરફ મીમાંસા કે જેનું મુખ્ય કાય વેદોના અર્થ નો નિર્ણય કરવાનું હતું ? તેમાં પણ આ પદ્ધતિ જાઈ. તેઓ આ નિર્ણય કરવાની પદ્ધતિને ન્યાય કહેતા અને તેથી આન્વીક્ષિકીને બદલે ન્યાય શબ્દનો પ્રયોગ શરૂ થયે. મીમાંસકોના કેટલાયે ગ્રંથ “ન્યાય ? શબ્દયુક્ત છે, જેવા કે-ન્યાયમાલાવિસ્તર, ન્યાયરત્નાકર, ન્યાયપ્રકાશ. પછી આન્વીક્ષિકી એટલે પદ્ધતિસરની દાર્શનિક ચર્ચા એ અર્થ રૂઢ થયો. આ હેતુવિદ્યાને ઉપયોગ આયુર્વેદમાં પણ થયે અને ચરકે પણ આન્વીક્ષિકીનો ઉલેખ કર્યો. ટૂંકમાં કહીએ તે વેદાર્થનિર્ણયમાં તેમજ વ્યવહારમાં આનો ઉપયોગ થવાથી આ હેતુવિદ્યા સાર્વજનિક થઈ, જે કે અધ્યાત્મશાસ્ત્રો, ધર્મશાસ્ત્રો વગેરેએ એનું સ્થાન ગણ છે એમ વારંવાર કહ્યું. આમ તેને ગણત્વ સંબંધી અભિપ્રાયે લખવા પડતા, એનું કારણ એ જ હતું કે લોકેમાં બહુ આદરને પામી હોવાથી તેને સર્વત્ર ઉપગ થવા માંડ્યો હતો. આથી એ ચોક્કસ છે કે વેદકાળ પછી આન્વીક્ષિકીનો સમુદ્દભવ થયે અને ધીમે ધીમે શ્રુતિ-સ્મૃતિની તે પ્રતિસ્પધી બની.
ન્યાયસૂત્ર પૂર્વેના વૈદિક ન્યાય-વિચારમાં અષ્ટાવક્ર, દત્તાત્રેય, પુનર્વસુ, આત્રેય અને સુલભા નામની વિદુષીનાં નામે પૂર્વકાલીન ઉપનિષદુ આદિ સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે. History of Indian Logic pp. 9–17. ન્યાયસૂત્ર માટે પણ એતિહાસિક ગષકોનો એ મત છે તેના ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન કર્તાના હાથે સંસ્કરણ થયાં હોય એમ લાગે છે. ગૌતમે પ્રમાણ, પ્રમેય અને વાદ ઉપર લખ્યું હશે, અને અક્ષપાદે અવયવ અને અન્યમત પરીક્ષાનો વિષય ઉમેર્યો હશે History of Indian Logic pp. 49-50. ન્યાયવિચારણામાં ન્યાયસૂત્રનું સ્થાન વ્યાકરણ સાહિત્યમાં પાણિનીના વ્યાકરણ જેવું છે.
પાણિનીનું વ્યાકરણ તેની પૂર્વેના વૈયાકરણના અનુભવના સાર જેવું છે અને એક મહાનું વૈયાકરણની સુંદર સંગ્રાહક શક્તિ અને અપ્રતિમ વિવેચન તથા નિરૂપણશક્તિના પ્રતાપે જેમ ચિરકાલીન ખ્યાતિ મેળવી શક્યું છે, તેમ અનેક તૈયાયિકોની યુગની વિચારણાને પરિણામે એક સમર્થ નિયાયિકને હાથે ગ્રથિત થયેલ ન્યાયસૂત્ર પણ તેવી જ સ્થાયી કીર્તિ મેળવી શક્યું છે, પરંતુ આથી કંઈ તે નૈયાયિક વિચારણાનું મૂળ હોવાનું ઠરી શકતું નથી.
આન્વીક્ષિકી વિદ્યાના પ્રકીર્ણ વિષયે જુદે જુદે સ્થળે પ્રરૂપાયેલા પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે, પરંતુ તેને પદ્ધતિબદ્ધ કરનાર તરીકે તે ગૌતમ અર્થાત્ મેધાતિથિ ગૌતમનો નામ-નિર્દેશ મહાકવિ ભાસના “પ્રતિમા’ નાટકમાં (અંક ૫ મ. પૃ. ૭૯) તથા પદ્મપુરાણ, સ્કન્દપુરાણ, મત્સ્યપુરાણ વગેરેમાં કરવામાં આવ્યો છે. એનો સમય ઇસ્વી સન પૂર્વે ૫૫૦ આસપાસ ડે. સતીશચંદ્ર વિદ્યાભૂષણ કરાવે છે. શતાબ્દિ ગ્રંથ ]
* ૧૩૯ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org