________________
નાગહૃદ નગર અને ત્યાંના શિલાલેખ પ્રાકૃતભાષાના ગ્રંથોમાં અને કેટલાક શિલાલેખમાં આનું નામ “નાગઢહ” પણ મળે છે. તે નામ જુદું નથી, પરંતુ પ્રાકૃત ભાષાનું નામ સમજવું કેમકે સંસ્કૃત ‘ હદ’ શબ્દનું પ્રાકૃતમાં કહ'' થાય છે.
ધીરે ધીરે દેશી ઉચ્ચારણમાં અપભ્રંશ થઈ “દ્રહ” નો “હા”, એટલે કે લોકભાષામાં “નાગદ્રહ” નું “નાગદા” તરીકે આ ગામ પ્રસિદ્ધ થયું. અત્યારે પણ તે જ નામથી ઓળખાય છે.
અત્યારે જે સ્થળે મેવાડનું મુખ્ય શહેર ઉદયપુર છે ત્યાંથી પાકી સડકે સ્થાન
ઉત્તર દિશામાં ૧૩ માઈલ ઉપર આ ગામ એક નાનકડા ગામડાના રૂપમાં છે. આ “નાગ હદ” કોણે ને કયારે વસાવ્યું ? તેને પત્તો લાગ્યો નથી, પણ વિક્રમ
સં. ૧૧૯૨ પહેલાનું આ ગામ એટલે કે ૮૦૦ વર્ષનું જૂનું છે એમ પ્રાચીનતા “વાઘેલા” તલાવની પાસે ડુંગરની તલેટીમાં આવેલ પાર્શ્વનાથના મંદિ
રમાં પબાસણ નીચેના લેખથી જણાય છે. એક કાલે “નાગહિદ ” નગર મેવાડની રાજધાની હતું. સેંકડો વર્ષો સુધી આ સૌભાગ્ય ઉક્ત નગરને મળ્યું હોય એમ લાગે છે. આ નગર પહેલાં સમૃદ્ધ, વિખ્યાત અને ધાર્મિક, વીર અને કલાકાર લેકથી - શોભિત હતું. “અદબદજી ” નામથી પ્રસિદ્ધ શ્રી શાંતિનાથ ભગવાનના પબાસણની નીચેના લેખમાં આ ગામનું નામ “દેવકુલપાટક” લખ્યું છે. આનાથી તો એમ જણાય છે કે આ ગામ “દેવકુલપાટક ” (દેલવાડા) સુધી લાંબું હતું અને વિ. ૧૪૯૪ માં એટલે કે કુંભારાણાના વખતમાં આ બધા ભાગનું નામ “દેવ કુલપાટક” હતું. મહારાણા મોકલ અને તેમના પુત્ર મહારાણા “કુંભા” ના સમય સુધી તો આ નગર પૂબ જાહોજલાલીવાળું હતું, એમ તે સમયનાં અનેક મંદિરો, તલાવો, વાવડીના ઉત્કીર્ણ લેખોથી જણાય છે. અહીંના રાણુઓ મુસલમાન બાદશાહો સામે ઝમવામાં અગ્રેસર હતા.
૧ “ હૃહો ” રાત્રે જારથોચૈત્યો મવતિ સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ. ૮-૪-૧૨૦.
૨ પ્રાચીન જૈન ગ્રંથોમાં “નાગહદ 'ના અનેક ઉલ્લેખ મળે છે જેથી તે એક જૈન તીર્થ હતું એમ લાગે છે. જેમકે –
“ઢવાનું ‘નાદ્રા” વત્રો?” મેઘાની તીર્થમાલા ૭૬
સ્થિતીથ........... શ્રી મુનિસુંદરકૃત ગુર્વાવલી ૩૯ ના દ્રષ્ટિ નમી શ્રીસ્ત્રવિત્રાસ ” શીલવિજયકુત તીર્થમાલા.
“ નાદ્રિ પર્વ તું નમી છૂટ ” શ્રી જિનતિલકકૃત તીર્થમાલા. ૩ આ ગામ “ નાગદા” ( નાગ હદ ) થી ઉત્તરમાં ચાર માઈલ છે. આનાં પ્રાચીન નામ ‘દેવકુલપાટક' “ દેઉલવાડા ” “ દેઉલા” વિગેરે છે. અત્યારે આનું નામ “દેલવાડા ” છે. અહીં ૪ જૈનમંદિર છે. અહીંના પ્રાચીન શિલાલેખોનો સંગ્રહ કરી પૂજ્યપાદ ગુરુદેવ શ્રીવિજયધર્મસૂરિ મહારાજે દેવકુલપાટક” નામનું મૌલિક પુસ્તક લખ્યું છે, તેમાં દેલવાડા વિષે સારો પ્રકાશ પાડ્યો છે.
* ૧૨૮ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org