________________
છે
प्रसाएप्रन्दराया
" [ લેખક મહાશય એક પ્રતિષ્ઠિત દેશસેવક, સમાજ સુધારક અને સાહિત્યક છે. અમદાવાદ ગૂજરાત સાહિત્ય સભાના એક મહદ અંગ છે. શ્રી રામકૃષ્ણ પરમહંસની જન્મશતાબ્દિ પૂર્ણ થયાના આ વર્ષમાં તે નિમિત્તને ઉત્સવ ઉજવવા માટે ચાલુ આખું વર્ષ રખાયું છે અને તે માટેની સમિતિએ પણ સર્વ ધર્મોની પરિષદૂ હિન્દમાં મેળવવાની સૂચના કરી છે, જયારે લેખકશ્રી તે પરિષદ્ ગૃજરાતમાં મળે એમ પછી તે માટે કાર્ય કરવા જૈન ધર્મના આચાર્યો વધારે - યોગ્ય છે એમ આ ટકા લેખમાં બતાવે છે. એ વાત અમને બહુ ગમે છે, એમાં અમારી હાર્દિક સહાનુમતિ છે; પરન્તુ જૈન ધર્માચાર્યો એ ઉપાડી લઈ સ્યાદવાદની સહિષ્ણુતા અને અવિરોધવૃત્તિ જગત સમક્ષ એ દ્વારા બતાવશે ? એ પ્રશ્ન રહે છે. તેઓ પ્રથમ અરસ્પર અનુકુળતા કરી પછી જ આ પ્રશ્નને ઉકેલ કરી શકે. અમે ઇચ્છીએ છીએ કે એ ધન્ય સમયે સત્વર આવે.-સંપાદક. ]
અકબર બાદશાહે, સર્વધર્મ પરિષદ્ ભરી હતી અને યુગેયુગે આપણા દેશે સંસ્કૃતિઓનો સમન્વય કરીને રાષ્ટ્રજીવનને અમર રાખવા જે સફળ પ્રયત્ન કરેલા તેની પુનરાવૃત્તિ બહુ જ ઉત્તમ રીતે સાધી હતી. ઓરંગઝેબ જ માત્ર એમની પછી ન થયો હોત અને દારા સુકોશ, જેણે ઉપનિષદ્દનાં ભાષાંતર કરાવ્યાં હતાં તે મુગલ સમ્રાટ બન્યો હોત તો આજ હિન્દુ મુસલમાનના જે દુખદાયક ભેદ જોઈએ છીએ તે આપણા દેશમાં ન હોત.
સ્વામી વિવેકાનંદે ચીકાગ પરિષદુમાં કહ્યું હતું કે અકબર બાદશાહ પછીનો સર્વધર્મ પરિષદ્ ભરવાને બીજો પ્રયત્ન અમેરીકાએ કર્યો હતો અને પછી તો કોઈ ને કોઈ સ્થળે આવી પરિષદ ભરાતી રહી છે અને એને પરિણામે સાંપ્રદાયિકતાઓ તૂટતી જાય છે અને ધર્મજીવનમાં શતાબ્દિ ગ્રંથ ]
+ ૧૩૩ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org