Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
મુનિશ્રી હિમાંશુવિજયજી ટીશની મૂર્તિ છે, જે શિવનો અવતાર હતો. અત્યારે એકલિંગજી રાજના દેવસ્થાનખાતાનું છે. તેની આવક તીર્થ ખાતામાં જમા થાય છે. આ ગામમાં તૂટેલાં મંદિરે છે, જે પહેલાંના જેનમંદિરે પણ હાય ! - સદીઓથી પૂર જાહોજલાલીમાં રહેલું પ્રસ્તુત નગર દૈવગે એક ગામડાના રૂપમાં
પરિણત થયું. ચડતી અને પડતી, છાયા અને તડકો, દિવસ અને રાત, નગરને áસ સુખ અને દુઃખ અનુક્રમે આવે છે તેમ આ “નાગ હદ” ની ચડતી
પછી પડતી આવી. દિલ્લીના સુલતાન “સમસુદ્દીન અલતમશ* બાદશાહે મેવાડ ઉપર ચઢાઈ કરી આ રાજધાની જેવા નગરને તેડી નાખ્યું. તે પછી આ નગર સેંકડે મંદિર-મહેલ મકાનોના સ્મશાન જેવું બન્યું. અત્યારે આનું નામ “નાગદા” છે. ફક્ત નામનું જ તે ગામ છે. હલકટ જાતનાં ફક્ત ચાર પાંચ ઘર અહીં રહ્યાં છે. ખંડેર, જંગલ અને પર્વત ચૂપચાપ પ્રાચીન જાહોજલાલીનાં વૃત્તાન્તા સંભળાવે છે ! પક્ષીઓ મધ્યકાલની કીતિની યશગાથાઓ ગાય છે !
આ ગામની આસપાસ અનેક જેન–વૈદિક મંદિર, તળાવ, વાવડીઓમાંથી સંખ્યાબંધ શિલાલેખો અને બીજી વસ્તુઓ મળી શકે; પણ ઉદયપુર જેવા જૂના જમાનાના સ્ટેટને આ વસ્તુઓની કિંમત ક્યાં છે? થેડી સ્થિરતા દરમિયાન મને જે શિલાલેખે મળ્યા છે તે અહીં આપી દઈ સંતોષ માનું છું.
નાગઢ઼દ (નાગદા ) ના જૈન શિલાલેખો (१) सं. ११९२ वर्षे चैत्रवदि ४ रवौ देवश्रीपार्श्वनाथश्रींस्तलसंघशाचार्यचन्द्रभाया...।।
(२) सं. १३५६ वर्षे श्रावण वदि १३ णारेसा तेजलसुत संघपति पासदेव संघसमस्त णेनसाहइत श्रीपारसनाथ ॥
. (३) ॐ सं. १४२५ वर्षे ज्येष्ठ १४ बुधवारे ऊकेशवंशे नवलक्षागोत्रे साधुश्रीरामदेवपुत्रेण माल्हणदेविपुत्र......कास्केण निजभार्या । जिनशासनप्रभाविकाया हेमादेशाविकाया પુથાર્થ શ્રી તિરાતં વિનાનાં શારિર્ત..........તરપટ્ટે શ્રીરનારસૂરિમિઃ |
( આ ત્રીજો લેખ પાષાણના તૂટેલા ૧૭૦ જિનપટ્ટક ઉપર છે ) અત્યારે અદબદજી નામથી પ્રસિદ્ધ શાંતિનાથનું જે કવે. મંદિર છે તેમાં મૂલનાયકની નીચે એક માટે શિલાલેખ સં. ૧૪૯૪ ને છે. તેને ભાવાર્થ હું પહેલાં આપી ગયે છું.
આ મંદિરના સભામંડપમાં થાંભલા ઉપરનો એક લેખ આ પ્રમાણે છે –
૬ સહુ પહેલા બે લેખોઃ વાઘેલા તળાવની જમણી તરફ એક પર્વત છે. તેની તળેટીમાં એક પાર્શ્વનાથ ભગવાનનું જીણું મંદિર છે. ત્યાં પબાસણ ઉપર ત્રણ ટાંકા છે, તેની પડખે ખોદેલા છે. શતાબ્દિ ગ્રંથ ]
* ૧૩૧ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org