________________
મુનિશ્રી હિમાંશુવિજ્યજી પ્રાચીન મંદિરો
આહિર, મેવાડ” એ ધર્મ દેશ છે. તેના રાણા ધર્મરક્ષક રહ્યા છે તે કારણે
“ જ મેવાડ ભૂમિ (દેશ) તેરસો જેટલાં વર્ષો સુધી સીદીયા વંશના અને થાના રાણાઓના હાથમાં રહી છે. હજી પણ છે.
મેવાડ રાજ્યમાં દરેક ધર્મ અને ધર્મવાળાઓને સારી સરખી ઇમદાદ મળી છે. તેથી મેવાડમાં ધર્મ—ધર્મસ્થાન અને ધર્મભાવનાઓને સારા વિકાસ સધાય છે, તેથી જ તો અનેક સંગ્રામ અને રાજખટપટની જેમ સંખ્યાબંધ ધાર્મિક ઉત્સ, પ્રતિષ્ઠા-મહોત્સવ પણ આ “નાગહદ” નગરે જોયાં છે. વીર, ધીર, ગંભીર સંતોનાં એણે દર્શન કર્યા છે. રાજનૈતિક, ધાર્મિક અને સામાજિક અનેક બનાવોના સાક્ષીભૂત એવા પર્વત-શિખરે, તલાવે, મંદિર અને જમીન માપણે એ ભૂતકાળને ઈતિહાસ હજી ય યાત્રિકોને સંભળાવે છે. સ્થલે સ્થલે જમીન ઉપર કે પહાડ ઉપરનાં સુંદર શિલ્પવાળા ગગનચુંબી જૈન મંદિરેએ મેવાડના રાજા અને પ્રજાજનોની ચડતી-પડતી જોઈ છે, તડકા-છાયા સહ્યાં છે.
કહેવાય છે કે એક વખતે અહીં ૩૫૦ જેનમંદિરોની ઝાલર (ઘંટ) સંધ્યા વખત વાગતી, હજારે ધર્મપ્રિય લેક દેવમૂર્તિનાં દર્શન કરી આત્માને પ્રસન્ન કરતા પણ આજે તે ૩૫૦માંથી અહીં ફકત એક જ જૈનમંદિરમાં મૂર્તિઓ રહી છે અને મહિનાએમાં કંઈક જૈન યાત્રી આવે છે. આ મંદિરમાં શ્રી શાંતિનાથ ભગવાનની પદ્માસનમાં બેઠેલી ૯ ફુટ ઉંચી શ્યામ પાષાણુની સુંદર મૂર્તિ છે. મૂર્તિની રચના ધ્યાન ખેંચનારી છે. નીચે મેટું પબાસણ પણ સુંદર છે. પહેલાં આજુબાજુ પરિકર અવશ્ય હશે* પણ તે ગમે તે કારણે નષ્ટ થઈ ગયું છે. ' આ મૂર્તિ નીચે એક મોટો શિલાલેખ છે તે સ્પષ્ટ વાંચી શકાય છે. તેની નકલ અમે ઉતારી છે, પણ ગુરુદેવ શ્રીવિજયધર્મસૂરિ મહારાજના “દેવ કુલપાટક’ પુસ્તકમાં તે લેખ છપાઈ ગયો હોવાથી અહીં હું આપતા નથી. તેનો ભાવ આ પ્રમાણે છે:-“સં. ૧૪૪ના મહા સુદિ ૧૧ ગુરુવારે મહારાણા કુંભાના રાજ્યમાં એસવાલ જાતિના “નવલક્ષ” (નવલખા) શાખામાં થએલ સારંગ નામના શ્રાવકે આ મૂર્તિ ભરાવી છે અને ખરતરગચ્છના શ્રી જિનસાગરસૂરિએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે.”
આ મંદિરમાં રહેલ શાંતિનાથની મૂર્તિને અત્યારે “અદબદજી” કહે છે. તેનું કારણ આ લાગે છે કે મૂર્તિ બહુ મોટી-સુંદર છે તેમ મૂર્તિ નીચેના શિલાલેખમાં પણ લખ્યું છે કે “નિમમમૃત ” અર્થાત્ આ બિબ “અદ્દભુત” છે. આ બે કારણેથી
૪ કેમકે આ મૂર્તિ નીચેના શિલાલેખમાં “શ્રી શાંતિનનવ િતારિર #I લખ્યું છે. - ૫ નવલખા ગામના લોકોએ પંદરમી સદીમાં દેલવાડી વિગેરે અનેક સ્થલે મેવાડમાં મૂર્તિઓ ભરાવી છે, તથા ખરતરગચછના જિનરાજસૂરિ, જિનવર્ધનસુરિ, જિનચંદ્રસૂરિ અને જિનસાગરસૂરિએ ઘણું પ્રતિષ્ઠા કરી છે. જુઓ. “દેવકુલપાટક” પૃ. ૨૫ લેખ નં. ૧૮
શતાબ્દિ મંથ ]
* ૧૨૯ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org