Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
3. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ એકઠા મળી કયાં કયાં આપણું બધામાં સરખાપણું છે તે હવે આપણે તારવવું જોઈએ. પ્રજાની લાયકી વધે તે માટે ધમે છે; નાલાયકી વધે તે માટે નથી. વિશ્વબંધુત્વ કે પ્રજાઓના સંઘના આદર્શોની ભલે અવગણના થતી. મારી ભિક્ષા માત્ર આપણા પ્રિય સ્વદેશની લાયકી વધારવા પૂરતી જ છે અને હાલમાં પાછા ધર્મના જ કારણથી આપણામાં ભેદભાવ પડાવવાના દુષ્ટ પ્રયત્ન થઈ રહ્યા છે તેવે વખતે વિશાળ દષ્ટિવાળા વીતરાગી મુનિઓને અને આચાર્યોને મારી વિનંતિ છે કે હવે સર્વ ધર્મોની પરિષદુ ભરવાના પ્રયત્નો ગૂજરાતમાં કરો. ગૂજરાતમાં આ માટે સુભાગ્યે વિદ્વાને છે, કાર્યકુશળતા છે, ધનસંપત્તિ છે.
આવી પરિષદે મારફતે જગતુમાં રહેતી જ્ઞાનગંગા આપણે ઘર-આંગણે લાવી શકાશે. આધુનિક વિજ્ઞાન, રાજકારણ, કેળવણી, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, લગ્નજીવન, સુપ્રજનન ઇત્યાદિ પ્રશ્નોના ઉકેલમાં પ્રાચીન જ્ઞાનસંપત્તિ સાથે અવોચીન અનુભવોનું મિશ્રણ થઈ શકશે.
શ્રીયુત રાધાકૃષ્ણ, હિન્દુ તત્વજ્ઞાનના ઈતિહાસમાં આપણા તત્ત્વજ્ઞાનની ઉત્તમતા સિદ્ધ કર્યા પછી નિસાસો નાખીને કહ્યું છે કેઃ “પરંતુ મને કોઈ પૂછે કે તમારું તત્ત્વજ્ઞાન આટલું બધું ઉત્તમ છે તે એણે અણુની વખતે તમારી પ્રજાને કેમ ના બચાવી? તો એને જવાબ હું આપી શકું એમ નથી.” અને એમ કહ્યા પછી એમણે હાલ ચાલતી દેશસેવામાં અને મહાત્માજીના કર્મયોગમાં શ્રદ્ધા બતાવી છે. એ જ સેવા વધારે ફલવતી બને, એ જ કર્મચાગ સર્વવ્યાપક થાય તે માટે હું ઉપલી પરિષદની માગણી કરું છું અને સ્વાવાદમાં જે જેનધમે અદ્વિતીય પ્રસિદ્ધિ મેળવી છે. તે સ્યાદવાદના આચાય જ આવી પરિષદુની શરુઆત કરવા સૌથી વધારે લાયક છે એમ માનું છું.
સાચા ધર્મગુરુમાં શાસ્ત્રરહસ્યજ્ઞાન પવિત્ર આચરણ અને શુદ્ધ હેતુ એ ત્રણ ગુણ હોવા જોઈએ. કેટલાક લોકો કહે છે કેઃ ગુરૂના આચાર અને ગુપ્ત વર્તાનનો વિચાર આપણે શા માટે કરે જોઇએ ? આપણે તો માત્ર તે જે ઉપદેશ આપે તેને જ વિચાર કરવો જોઈએ, પરંતુ તેમનું એ કથન યથાસ્થિત નથી. આત્માની શુદ્ધિ થયા વિના પરમાત્માના દર્શન કિંવા દિવ્યજ્ઞાન-અતીદિય જ્ઞાનની એક કડી માત્ર પણ પ્રાપ્તિ થવાનો સંભવ નથી. જેનામાં આધ્યાત્મિક શક્તિ ન હોય તે બીજાને ઉદ્ધાર શી રીતે કરી શકે ? ગુના મનમાં પરમાર્થ જ્ઞાનની એવી બલવતી લહરીઓ આવવી જોઈએ કે, ( ચંદ્રોદય થતાં જ સમુદ્રમાં ભરતી આવે છે તેમ ) પ્રેમના વેગથી તેનું અંતઃકરણ શિષ્યના અંતઃકરણને પકડી શકે. શિષ્યમાં રહેલી બુદ્ધિમત્તા અને તેના ગુણોને કેવળ ઉત્તેજન આપવું એટલું જ ગુનું કર્તવ્ય નથી, પણ તેના આત્માની થોડીઘણી પણ ઉન્નતિ તો કરવી જ એ તેનું પ્રધાન કર્તવ્ય છે. સત્ય અને ગુણવિશિષ્ટ એ એક પ્રકારનો પ્રવાહ ગુના મનમાંથી નીકળીને શિષ્યના મનમાં જતા હોય છે માટે ગુરૂ પવિત્ર જ હોવો જોઈએ.
વિવેકાનન્દ -
શતાબ્દિ ગ્રંથ ]
* ૧૩૫ %
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org