Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
મહાકવિ વિમલસૂરિ અને તેમનું રચેલું મહાકાવ્ય પઉમચરિય દીનાર નામનો શબ્દ પઉમરિયમાં એક જ વાર વપરાએલ છે. દીનાર શબ્દને સંસ્કૃત, પ્રાકૃત અને પાલી સાહિત્યમાં જાનામાં જૂનો ઉલ્લેખ કયાં થયો છે તેની શોધ કરવાને લેખકે પ્રયત્ન કરેલ અને તેના સુફલ તરીકે નીચેની માહિતી મળે છે. બ્રાહ્મણના સંસ્કૃત સાહિત્યમાં ઊણાદિ સૂત્રોમાં, હરિવંશમાં, નારદસ્મૃતિમાં, પંચતત્રમાં તથા દશકુમાર ચરિત્રમાં આવે છે. જેના પ્રાકૃત સાહિત્યમાં, કલ્પસૂત્રમાં, ઉમરિયમાં અને વસુદેવહિડીમાં આવે છે.
દાનના Sિ,
બૌદ્ધ સાહિત્યમાં અવદાનશતક અને દિવ્યાવદાનમાં આવે છે. ડો. વિન્ટરનીઝ હરિવંશ વિષે લખે છે કે જે આપણે ચોક્કસ કહી ન શકીએ કે “ હરિવંશ ઇ. સ. પછી આશરે ત્રીજા સૈકાના અરસામાં રચાયું હતું.' (જુઓ ફેં. સર રામકૃષ્ણ ગોપાલ ભંડારકરનું વૈષ્ણવ ધર્મ નામનું પુસ્તક ૫. ૩૬ ), કારણ કે એની અંદર દીનાર શબ્દ આવે છે; પરંતુ આપણે એટલું તે ધારી શકીએ કે તે ગ્રંથ ઇ. સ. પછી ચોથા સૈકા પહેલાં લખાએલ નહિ હોય; કારણ કે જે કે રોમ દેશના સોનાના સિક્કાઓ અહિં ઈ. સ. ની પહેલી સદી જેટલા જૂના કાળમાં જાણીતા હતા (જુઓ ઈ. જે. રેસન સાહેબનું
નના સિક્કાનું પુસ્તક ગુફીસ ૨. ૩ બ, પૃ. ૪, ૧૭, ૨૫, ૩૫; સેવેલ સાહેબનો લેખ રોયલ એશીયાટીક સોસાયટીનું જર્નલ. ૧૯૦૪ પૃ. ૫૯૧), છતાં પણ આ શબ્દ “ દીનાર ” ઇ. સ. પછી ૪૦૦ વર્ષો પછીથી જ ગુપ્ત રાજાઓના લેખોમાં સાંપડે છે (જુઓ સેવેલ સાહેબને લેખ પૃ. ૬૧૬). વધુ વિગત માટે જુઓ મઝમુદારને લેખ રે. એ. સે. ના. જર્નલ ૧૯૦૭ પૃ. ૪૦૮; ડૉ. એ. બી. કીર્થ ર. એ. સ. ના જર્નલ ૧૯૦૭ પૃ. ૬૮૧ ૧૯૧૫. પૂ. પ૦૪ વિગેરે વિગેરે.” ( જુઓ ડૉ. વિન્ટરનીઝનું પુસ્તક પૃ. ૪૬૪. ) દશકુમારચરિત્રમાં દીનાર શબ્દ આવે છે તેના ઉપર વિવેચન કરત બહલર સાહેબ લખે છે કે “ દીનારેને ચલણી નાણુ તરીકે ટંકશાળમાં પડાવનાર સૌથી પહેલા
ડેસીથીઅન રાજાઓ કનિષ્ક અને તેની પાછળના રાજાઓ જ હતા.” (ડે. બહલરનું દશકુમારચરિત્ર. પુ. નટ્સ છે).
3. કીથ સાહેબ લખે છે કે “ દીનાર શબ્દની વપરાશ ચોક્કસ રીતે ઇસ્વીસનની શરૂઆત પછીને જ કાલ સૂચવે છે.” ( જુએ તેમને સં. સા. નો ઇતિહાસ. પૃ. ૨૪૮) વળી નારદસ્મૃતિમાં દીનાર શબ્દ આવે છે તેને માટે તેઓ લખે છે કે “ દીનાર શબ્દની વપરાશ એ નારદસ્મૃતિ માટે ઇ. સ. પછીના બીજા સૈકા પહેલાં નહિ એવો કાલ સૂચવે છે. ” (જુઓ તેમનું ઉપર્યુક્ત પુસ્તક પૃ. ૪૪૫) જેન સિદ્ધાંત માટે ડં. થાકેબીનું કહેવું એમ છે કે “ ઈ. સપૂર્વે ચોથા સૈકા પછી તેની રચના ગણી શકાય. લલિતવિસ્તરાનો ચીની ભાષામાં ઈ. સ. પછી ૬૫ માં અનુવાદ થયો હતો, અને જેન સિદ્ધાંતની ભાષા લલિતવિસ્તરાની ભાષા કરતાં જાની છે એટલે ઈ. સ. ના પહેલા સૈકા પહેલાં તેનાં મૂળ જડી શકે.” (વધુ માટે જુઓ ડૉ. હર્મન યાકોબીનાં “જૈન સુત્ર ” પૌત્ય ધાર્મિક પુસ્તકમાળા ગ્રંથાંક ૨૨ નો ઉપોદઘાત) કલ્પસૂત્રમાં પણ “દીનાર” શબ્દ આવે છે. ટીકાકાર વિનયવિજય પિતાની સુબોધિકા(પૃ. ૪૨ )માં દીનાર વિષે “ સૌવણિક” એમ કહે છે. આને આપણે ગુજરાતીમાં સોનૈયે કહીએ છીએ. વસુદેવહિડી એ પ્રાકૃતમાં કથા વાર્તાનું પ્રાચીન પુસ્તક છે; પઉમચરિયમાં પણ દીનાર શબ્દ એક જ વાર આવે છે અને તેના કર્તા તેને રચના સંવત વીર સંવત ૨૩૦ આપે છે એટલે આશરે ઈ. સ. પછી ૧ લો સંકે થયો.
* ૧૧૮
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org