Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
મહાકવિ વિમલસૂરિ અને તેમનું રચેલું મહાકાવ્ય પઉમચરિય
એમનુ કહેવુ એમ છે કે “ આ લગ્નમાં ગ્રીક ભાષાના પારિભાષિક શબ્દો આવે છે અને તે શબ્દો ઉપર્યુક્ત સમયના અરસામાં હિંદમાં આવ્યા હોવા જોઇએ.” તેમના આ મતને ડૉ. ફલીટ સાહેબે પણુ ટકા આપ્યા છે. ( જુએ હૈં।. કીથતું સ. સાહિત્યનું પુસ્તક ) ડૉ. વીન્ટરનીટ્રઝને મત એવો છે કે “ આ બધું ઈ. સ. પછીના પહેલા સૈકાના અરસામાં આવ્યું હોવું જોઇએ.” (જીએ તેમનુ ઉપયુ ક્ત પુસ્તક ભાગ ૧ લે ).
પઉમરિયમાં એક કુંડલી આપી છે. તેમાં દિવસ, નક્ષત્ર, યેાગ વિગેરે આપ્યાં છે. રાશિઓમાં મેષ, મકર, વૃષભ, કુલિર, મીન, કન્યા, ગ્રહેામાં રવિ, ચંદ્ર, આર ( મંગલ ), ભાવ ( શુક્ર), ગુરુ, સુધ. યોગામાં બ્રાહ્મ. બીજી એક જગ્યાએ પણ પ્રયાણ કરતાં પહેલાં શુભ તિથિ, કરણ, લગ્ન, મેગ વિગેરે જોવામાં આવ્યાં છે. ત્રીજી એક જગ્યાએ જન્મદિવસ માટે લખ્યું છે ત્યારે પણ શ્રવણ, નક્ષત્ર અને ચન્દ્રને ઉલ્લેખ થયા છે. ચેાથી એક જગ્યાએ નક્ષત્રાના ઉલ્લેખ થયા છે. જેવાં કે ઉત્તરાષાઢા, રાહિણી, પુનર્વસુ, મધા, ચિત્રા, વિશાખા, અનુરાધા, મૂલ, પૂર્વાષાઢા, શ્રવણુ, ઉત્તરાભાદ્રપદા, રેવતી, પુષ્ય, ભરણી, કૃત્તિકા, અશ્વિની, હસ્ત, સયભિસ ( શતતારા ?) આ જગ્યાએ રામાયણના બાલકાણ્ડમાં તિથિ, ગ્રહ, નક્ષત્ર વિગેરે જે ક ંઇ આવે છે તે નોંધવા જેવુ છે. એક વાર અદિતિદૈવત્ય નક્ષત્ર, પાંચ ગ્રહે [ રવિ, ભૌમ, શિન, ગુરુ, શુક્ર,-મેષ, મકર, તુલા, મીન, કર્ક રાશિએ ! ] વાતિ અને ઇન્દુ કટ લગ્નમાં એમ આપ્યું છે. અહિં ફક્ત નક્ષત્ર ( અદિતિદૈવત્ય ) અને પાંચ ગ્રહો ( નામ વગર ) અને કટ લગ્નમાં વાતિ અને ઈન્દુ એમ આપ્યું છે. બીજી એક જગ્યાએ ભરત અને સૌમિત્રિના જન્મ માટે પુષ્ય નક્ષત્ર, મીન રાશિ, સાપ ( આશ્લેષા ) નક્ષત્ર, કુલીર રાડા એમ આપ્યુ છે. ત્રીજી એક જગ્યાએ મધા નક્ષત્રને ઉલ્લેખ છે, તેમજ ઉત્તરાફાલ્ગુનીનેા ઉલ્લેખ છે. ચેાથી એક જગ્યાએ બન્ને ફાલ્ગુની નક્ષત્રાના ઉલ્લેખ છે, કે જ્યારે વૈવાહિક કર્મ પ્રશસ્ય રીતે કરી શકાય એમ પુરાહિત કહે છે. રામાયણુના ટીકાકારે તૈત્તિરિય સંહિતામાંથી પણ એક ઉલ્લેખ કર્યો છે.
કલ્પસૂત્રમાં શ્રી મહાવીરપ્રભુના જન્મ થયે। તે વખતનું વર્ણન કરતાં લખવામાં આવ્યુ છે કે નક્ષત્ર ઉત્તરાફાલ્ગુની હતું, અને સર્વે ગ્રહેા ઉચ્ચ સ્થાને હતા, વળી ચદ્રયાગ પણ હતા. (જુએ કલ્પસૂત્ર. ૪. ૯૫ ) વળી સ્થાનાંગ સૂત્રમાં પણ નક્ષત્રાના ઉલ્લેખ થયા છે. આ પ્રમાણે જેનેાના ઇતર અંગામાં પણ ઉલ્લેખ મળે છે. શ્રુતકેવલી શ્રીમદ્ ભદ્રબાહુકૃત આવશ્યકસૂત્ર નિયુક્તિમાં પણ ઉલ્લેખા છે. આ બધા ઉપરથી ફક્ત કહેવાનુ એટલું જ કે ડા. યાકામી અને ક્લીટ જે મત ધરાવે છે તેમાં જરા સુધારા કરવાની જરુર છે અને વિન્ટરનીઝ સાહેબે જે અભિપ્રાય દર્શાવ્યા છે તેના કરતાં પણ જરા વધારે પ્રાચીનતા જણાવવાની જરુર છે.
"1
દિવાન બહાદુર કેશવલાલ ધ્રુવ સાહેબ કહે છે કે “ પઉમરિયમાં દરેક પÖમાં વિમલ શબ્દ આવે છે અને આ પ્રથા અર્વાચીન છે. આ લેખકનું મંતવ્ય એવું છે કે જેમ કિરાતાર્જુનીય કાવ્યમાં લક્ષ્મી, શિશુપાલવધમાં શ્રી, નૈષધચિરત્રમાં આનન્દુ, ધર્માભ્યુદયમાં મેક્ષલક્ષ્મી વિગેરે શબ્દો આવે છે તેમ પઉમરિયમાં વિમલ શબ્દ આવે છે. ધ્રુવસાહેબ કહે છે કે “ વિમલ એ પઉમચરિયના કર્તાનું નામ છે અને દરેક પર્વમાં આવે છે એટલે જ અર્વાચીન છે; પણ આ લેખકનું નમ્ર સૂચન છે કે તેવી જ રીતે આપણે તેને પ્રાચીન કૅમ કહી ન શકીએ ? કદાચ તેની પાછળના કવિઓને પેાતાનુ
* ૧૨૦
[ શ્રી .આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org