________________
મહાકવિ વિમલસૂરિ અને તેમનું રચેલું મહાકાવ્ય પઉમરિય છે તે બધા પઉમરિયમાં એક જગ્યાએ બહુ જ સુંદર રીતે આપ્યાં છે. આ ઉપરથી વિમલસૂરિ અર્થશાસ્ત્રને જાણતા હતા એ વાત ચોક્કસ છે. વિમલસૂરિએ ચતુર્દશપૂર્વધર શ્રુતકેવલી આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીના ગ્રંથોનો સારો અભ્યાસ કર્યો હશે એમ પઉમરિય ઉપરથી જણાય છે. શ્રી ભદ્રબાહુએ વસુદેવરાય ચરિત નામનું સપાદલક્ષ લેક પ્રમાણ અદ્યાપિ અપ્રકટ પ્રાકૃત કાવ્ય રચ્યું હતું. આ ગ્રંથ પણ વિમલસૂરિએ વાંચ્યા હોવા જોઈએ. પઉમરિયમાં એક જગ્યાએ સાધુનું જે વર્ણન આવે છે તે વર્ણન દશવૈકાલિક નિર્યુક્તિમાં ભદ્રબાહુએ આપેલા વર્ણન સાથે સરખાવી શકાય તેમ છે. આવશ્યક નિર્યુક્તિમાં ભગવાન ઋષભદેવજીનાં સમય પહેલાં દેશની સ્થિતિનું જે વર્ણન છે તે વર્ણન પઉમરિયમાં સરખાવી શકાય તેમ છે. શ્રી કલ્પસૂત્ર એ આચાર્યશ્રી ભદ્રબાહુએ સમુદ્રત કરેલું મનાય છે. કલ્પસૂત્રમાં જે અનેક પુષ્પો, લતાઓ, વૃક્ષો વિગેરે આવે છે તે કરતાં અધિક પઉમરિયમાં સાંપડે છે. કલ્પસૂત્રમાં જે અનેક હીરા, મેતી, વિગેરે આવે છે તે કરતાં અધિક ૫ઉમરિયમાં નોંધાયા છે. ક૯પસૂત્રમાં શ્રી મહાવીર પ્રભુની જન્મકંડલી આપી છે પણ તેમાં ચામું લગ્ન આપ્યું નથી. તે લગ્ન તે જરુર નક્કી કરી શકાય તેમ છે જ. પઉમરિયમાં પણ હનુમાનની કુંડલી આપી છે ત્યાં પણ લગ્ન નક્કી થાય તેમ છે. કલ્પસૂત્રમાં અભિષેકનું જે વર્ણન આવે છે તેની છાપ પઉમચરિયના તે વર્ણનમાં આવે છે. કલ્પસૂત્રમાં સિદ્ધાર્થનાં આભૂષણો, વિદ્યાશાસ્ત્રની માહિતી, નિમિત્તશાસ્ત્રની માહિતી, નાટ્યકલા અને સંગીતશાસ્ત્રની માહિતી, વિમાનની ચિત્રવાળી ભીતિ વિષે માહિતી ઇત્યાદિ બાબતો પઉમરિયમાં તે તે વિષય પરત્વે જે જે માહિતી આપી છે તે કરતાં જરા ઓછી છે અને તેથી જ પઉમરિય કલ્પસૂત્ર કરતાં અર્વાચીન છે. બીજું એક સચેટ દષ્ટાંત લઈએ. કલ્પસૂત્રમાં મહાવીર પ્રભુના દર્શન કરવા લેક ઉત્સુક છે. તે સમયનું કલ્પસૂત્રનું વર્ણન અને ત્યારપછી પઉમચરિયના ઉપર ઉલ્લેખાએલાં વર્ણનો અને ત્યારપછી અશ્વઘોષ, કાલિદાસ, બાણ વિગેરેનાં ઉપયુક્ત વર્ણને લઈએ તો જણાય છે કે પઉમચરિયનું સ્થાન મધ્યમાં જ આવે છે. પઉમચરિયના પછીના ગ્રંથમાં તેનું આબેહુબ વર્ણન છે. વળી કલ્પસૂત્રમાં જે થોડા ધાત્વાદેશો આવેલા છે તે પઉમચરિયાન્તર્ગત ધાત્વાદેશે કરતાં પ્રમાણમાં બહુ જ અલ્પ છે. આ બધું એ જ સૂચવે છે કે કલ્પસૂત્ર પઉમરિય કરતાં પ્રાચીન છે. પઉમરિય ઉપર આગમોની પણ ઊંડી અસર પડી છે. દા. ત. નરકનાં વર્ણને પણ જૂનાં ધાર્મિક પુસ્તકમાં આપ્યાં છે તેવાં જ છે. હવે તત્વાર્થસૂત્ર જોઈએ. ઉમાસ્વાતિ ઉચ્ચનાગરી શાખાના હતા. તસ્વાર્થના (સ્વપજ્ઞ ભાષ્ય બાદ કરતાં ) જૂનામાં જૂના ટીકાકાર પૂજ્યપાદ આશરે પાંચમાં અગર છઠ્ઠા સૈકામાં થઈ ગયા. ઉત્તરાધ્યયનસૂત્ર, કણાદસૂત્રો (કે જે આશરે ઈ. સ. પછી ૧ લા સેકાના અરસામાં લખાયા હોવાનું મનાય છે. ) કરતાં વધારે પ્રાચીન છે. તત્ત્વાર્થસૂત્રનાં અમુક સૂત્રે ઉત્તરધ્યયનની છાયા જેવા જ છે અને કણદસૂત્ર સાથે સરખાવી શકાય તેમ છે. દા. ત. દ્રવ્ય, ગુણ, કાલ વિગેરેનાં સૂત્રો. વળી યોગસૂત્ર ભાષ્ય અને તત્વાર્થભાષ્ય ઘણી જગ્યાઓએ સરખાવી શકાય તેમ છે. ન્યાયદર્શનનું વાસ્યાયન ભાષ્ય અને ઉમાસ્વાતિનું ઉપર્યુક્ત ભાષ્ય અમુક સ્થલેએ લગભગ સરખું જ છે. દા. ત. અર્થપત્તિ, અભાવ, સંભવ વિગેરે બાબતે. ઉમાસ્વાતિ વિજ્ઞાનવાદીઓને “તન્ત્રાન્તરીય ” એમ કહી સંબોધે છે. આ બધી બાબતો ઉપરથી આપણે કહી શકીએ કે ઉમાસ્વાતિ આશરે ઈ. સ. પછીના ૧લા સૈકાના અરસામાં થઈ ગયા હતા. (વધુ વિગત માટે જુઓ પં. સુખલાલજીસંપાદિત તત્ત્વાર્થસૂત્ર). પઉમરિય અને તત્ત્વાર્થાધિ
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org