________________
શ્રી. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય
નામ વાપરવાનું યોગ્ય લાગ્યું ન હોય અને તેથી જ પિતાને સચિકર શબ્દો વાપર્યા હોય. આપણે જાણીએ છીએ કે યાકિનીમહત્તરાસનું શ્રી હરિભદ્રસૂરિએ પિતાના અનેક ગ્રંથમાં વિરહ શબ્દ જે છે. સારાંશ એ જ કે આ શબ્દપ્રયોગ (કે જે અકસ્માત કર્તાનું નામ પણ છે) કાવ્યની પ્રાચીનતા જ સૂચવે છે. પ્રશ્નોત્તરમાલા નામનું એક પુસ્તક વિમલ નામના જૈન લેખકે લખેલું છે. ડે. પીટરસનનું કહેવું એમ છે કે “પઉમરિય અને પ્રશ્નોત્તરમાલાના કર્તાઓ ભિન્ન નથી.” ( જુઓ ડો. પીટર્સનને ૩જે રિટે). આ લેખકે કાવ્યમાલા સીરીઝમાં છપાયેલું ઉપર્યુક્ત પુસ્તક વાંચ્યું છે. તેમાં છેલ્લા
માટે બીજે પાઠ આપ્યો છે. વિમલ નામના જૈન મુનિસીતપટ ગુરુ )એ પ્રશ્નોત્તરમાલા લખી છે; બીજા પાઠાનુસાર અમોઘવર્ષ નામના રાજાએ તે લખી છે. આ વિમલ અને પઉમરિયના વિમલસૂરિ ભિન્ન હોવા જ જોઈએ. અને વિમલ નામના કેઈ જેનમુનિએ અમોઘવર્ષ નામના રાજાના આશ્રય નીચે તે લખેલી હોવી જોઈએ. આપણે જાણીએ છીએ કે પદ્મપુરાણુ શકસંવત્ ૬૦૦ ના અરસામાં, કુવલયમાલા શ. સં. ૬૯૯ ના અરસામાં, અને હરિવંશ શ. સં. ૭૦૫ ના અરસામાં લખાયાં છે. (જુઓ. ડો. ફરકુહારનું “ ભારતીય ધાર્મિક સાહિત્યની રૂપરેખા ” નામનું પુસ્તક). આપણે જાણીએ છીએ કે ઉદ્યોતનસૂરિએ રવિષેણ અને વિમલસૂરિ વિષે ઉલ્લેખ કર્યો છે. ઉદ્યોતનસૂરિનું ઉપર્યુક્ત પુસ્તક ઇ. સ. પછી ૭૭૭ ના અરસામાં રચાયું ગણાય અને તે ઉપરથી જ પઉમચરિયના કર્તા વિમલસૂરિ અને પ્રશ્નોત્તરમાલાના કર્તા વિમલ ભિન્ન છે. કારણ કે અમોઘવર્ષ ઈ. સ. પછી ૮૧૫-૮૭૭ ના અરસામાં ( જીઓ સ્મિથનો હિંદને પ્રાચીન ઇતિહાસ ) થઈ ગયે. અને સૂક્તિસંગ્રહમાં તેનું નામ કઈ કઈ સ્થળે જણાય છે. આ લેખકને બીજી એક પ્રશ્નોત્તરમાલા જેવાને લાભ મળ્યો હતો. તેમાં લખ્યું છે કે “ શ્રી શંકરાનંદથી રચાએલી” અને તેની સાથે વળી રામચંદ્રભટની ટીકા પણ છે. ( જુઓ પ્રશ્નોત્તરમાલા. ગોપાલનારાયણની કંપની) પણ આ પ્રશ્નોત્તરમાલામાં, કાવ્યમાલામાં છપાએલી પ્રશ્નોત્તરમાલાના જેવી છેલ્લી કડી નથી.
હવે અન્યના સાહિત્યની મદદથી વિમલસૂરિએ આપેલો રચનાકાલ લેખક ખરો ઠરાવવા માટે યથાશક્તિ પ્રયાસ કરશે. પઉમચરિયના કર્તાને મહાભારત જાણીતું હતું એ વાત નિર્વિવાદ છે. પઉમરિયમાં જુદાં જુદાં અસ્ત્રોનાં નામો આપ્યાં છે. આ બધાં રામાયણમાં પણ આવે છે. રામાયણની જેમ મહાભારતના અમુક પ્રસંગેનાં ફક્ત અમુક સ્થલે જ નામો આપી નિર્દેશ કર્યો છે. એક વાર રામાયણ અને મહાભારતનો ચોખા ઉલ્લેખ કર્યો છે. વિમલસૂરિને મનુસ્મૃતિ પણ જાણીતી હોવી જોઈએ તેમ તેમના થોડાંક વાકયા. ઉપરથી અનુમાન કરી શકાય છે. વિમલસૂરિ બ્રાહ્મણોના યોગશાસ્ત્રને જરુર જાણતા હોવા જોઈએ. વિમલસૂરિ પઉમરિયમાં જે અનેક વિદ્યાઓનો ઉલ્લેખ કરે છે તે વિદ્યાઓ યોગના અભ્યાસીને અજ્ઞાત નહિ હોય. (વધુ વિગત માટે જુઓ “કલ્યાણુ” નો વિશિષ્ટાંક નામે યોગાક). ૫ઉમચરિયમાં અર્થશાસ્ત્રને ઘણીવાર ઉલ્લેખ આવે છે અને તે અર્થશાસ્ત્ર બીજું કોઈ નહિ પણ કૌટિલ્યનું જ અર્થશાસ્ત્ર હોવું જોઈએ. કૌટિલીય અર્થશાસ્ત્રમાં ફલે, પુષ્પો, જુદી જુદી લતાઓ, વૃક્ષે વિગેરેનાં ઘણું નામ જોવામાં આવે છે. પઉમરિયમાં તેથી પણ અધિક નામે જોવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં જુદી જુદી જાતના હીરા, મોતી, વિગેરેનો ઉલ્લેખ છે. પરમચરિયમાં ઘણી જાતના હીરા, માણેક વિગેરે ઉલ્લેખાએલાં છે. ખાસ કરીને જાણવા જેવું છે એ જ છે કે કૌટિલીય અર્થશાસ્ત્રમાં હત્યાધ્યક્ષ અને હસ્તિપ્રચાર નામના પ્રકરણમાં જે રીતે હાથીને મહાત કરવાની અને સારા હાથીના જે ચિકો આપ્યાં
શતાબ્દિ ગ્રંથ]
* ૧૨૧ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org