________________
. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય
ગમસૂત્રભાષ્યમાં ઘણી જગ્યાએ સરખામણી કરાય તેમ છે. દા. ત. ભોગભૂમિનું વર્ણન, શ્રાવક અને શમણુધર્મનું વર્ણન, સાકાર અને નિરાકાર ધર્મ, જુદા જુદા કલ્પ, જમ્બુદ્વીપના પર્વત, નદીઓ, દ્રવ્યના જુદા જુદા ભાગો અને તેના (જીવ અને અજીવના ) પેટા ભાગો અને તેના ( સંસારી જીવની ) પિટા ભાગે, લેકપુરુષનું વર્ણન, કાલગણનાનું વર્ણન એ બધા દાખલાઓ સરખાવી શકાય તેમ છે.
પાદલિપ્તાચાર્ય પણ વિક્રમના પહેલા શતકમાં જ થઈ ગયા. તેમની તરંગવતીમાં પણ ઘણું દેશી શબ્દો હોવા જોઈએ એમ વીરભદ્દ કે વીરભદ્રના શિષ્ય ગણિ નેમિચંદ્ર રચેલા તેના સાર ઉપરથી જણાય છે. દુર્ભાગ્યવશાત તરંગવતી અત્યારે અપ્રાપ્ય છે પણ નેમિચંદ્ર તેને સંક્ષિપ્ત સાર લખ્યો છે. ઉમરિયમાં જે દેશી શબ્દ આવે છે અને નેમિચંદ્ર જે લખ્યું છે તે ઉપરથી તત્કાલીન અને તપૂર્વીય પ્રાકૃત સાહિત્ય વિષેના આ લેખકના નસ્રોદ્ગારને પુષ્ટિ મળે છે. પાદલિપ્તની નિર્વાણકલિકામાં પણ ગ્રહે અને નક્ષત્રોને સારે ઉલ્લેખ થયેલ છે. (જુઓ નિર્વાણકલિકા અહંતના વર્ણાદિક્રમ વિગેરે ). આ ઉપરથી પઉમચરિયામાં આવતી તેવી માહિતી વિષેના લેખકના વિચારને પુષ્ટિ મળે છે. આ ઉપરથી કહેવાનું તાત્પર્ય એટલું જ કે વિમલસૂરિ, ઉમાસ્વાતિ, પાદલિપ્ત એ ત્રણે ય એકબીજાથી બહુ જ ટૂંકા અંતરમાં થયા હતા.
પઉમરિયમાં અમુક પ્રસંગે કામશાસ્ત્રાનુસાર જ વર્ણવ્યા છે. દા. ત. હનુમાનને સુરતક્રીડાના પ્રસંગ, દશાનનની વિરહ વેદના, મધુપિંગલના અતિસુન્દરી સાથેના પ્રેમપ્રસંગની શરૂઆત અને વિકાસ, ભવનપાલી દેવીના નૃત્ય પ્રસંગે અમુક શારીરિક હાવભાવનું વર્ણન, આશક અને માશુકની મનોવેદના વિગેરે વિગેરે બાબતો બતાવે છે કે કામશાસ્ત્રથી વિમલસૂરિ પરિચિત હોવા જોઈએ. બુદ્ધચરિત્રને કર્તા અશ્વઘોષ પણ વિમલસૂરિ પછી તરતજ થયો હો જોઈએ. પઉમરિયમાં ઉલ્લેખાયેલા હાવભાવ તે જાણતો હોવો જોઈએ. રામ, રાવણ, લવ અને કુશ વિગેરે વિગેરે વિશિષ્ટ નરવરના દર્શનાકાંક્ષાવાળી સ્ત્રીઓનાં વર્ણને પઉમચરિયામાં ત્રણ ચાર જગ્યાઓએ સારાં કર્યા છે પણ અશ્વઘોષનું તેવા પ્રસંગનું ફક્ત એક જ વર્ણન, કાલિદાસનાં રઘુવંશ અને કુમારસંભવમાં તેવાં વર્ણને, બાણભટ્ટનું તેવું એક વર્ણન, પઉમચરિયના વર્ણનોને ઢાંકી દે છે. પઉમચરિયનું ક્રીડાગ્રહમાંની ક્રીડાઓનું વર્ણન અશ્વઘોષ અને કુમારદાસે બીજી રીતે બહુ જ સુંદર કર્યું છે. કાલિદાસ, દિદ્ભાગ, કુમારદાસ, ભવભૂતિ, જયદેવ વિગેરે કવિ
એ રામકથાને અપનાવતાં આપણને સાહિત્યના અમરપ્રસંગે (Flashes of immortality ) કેવા અને કેટલા આપ્યા છે તે તો જાણીતું જ છે. દશકુમારચરિત્રમાં પણ પઉમરિયમાં ટૂંકાણમાં આવતી ઘણી વાતે વિસ્તારપૂર્વક લખવામાં આવી છે.
આ બધી વિગતે રજુ કરી આ લેખક એ જ નમ્ર અભિપ્રાય ઉચ્ચારે છે કે વિમલસૂરિએ આપેલ વિરસંવત ૨૩૦ પઉમચરિયના રચનાકાલ માટે ખરો જ છે. જેમ ઉમરિયના રચનાકાલ વિષેના આ લેખકના મંતવ્યમાં અનેક વિચારમન્થનાન્ત ફેરફારો થયા અને અન્ત કવિની સાથે આ લેખક સન્મત થયા તેમ અન્ય વાચકો પણ થાય એ જ હાર્દિક અભિલાષા.
શતાબ્દિ ગ્રંથ ]
* ૧૨૩ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org