________________
- સી. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય સરિના સમય પહેલાં અસ્તિત્વમાં હતું જ અને વિમલસૂરિનું પઉમરિય એ તો માત્ર અદ્યાપિ ઉપલબ્ધ તે સાહિત્યને અંશમાત્ર જ છે.” ( જુએ મોડન રીવ્યુ. ઇ. સ. ૧૯૧૪ ) બીજા એક પ્રખ્યાત અંગ્રેજ કે જેઓ પણ પૌત્યસાહિત્યકાવિદ છે તેમણે ઉપર્યુકત જર્મન પંડિતના આશયને મળતું લખાણ કરેલું છે. તે ડૅ. કીથ તેમના સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં લખે છે કે જેનોના જૈન મહારાષ્ટ્રીભાષામાં લખાએલા જૂનામાં જૂના મહાકાવ્ય પઉમચરિય વૈયાકરણએ કહેલા દેશી શબ્દો બહુ જ છૂટથી વાપર્યા છે. (જુઓ તેમણે રચેલે સં. સા. નો ઇતિહાસ)
ઉપર્યુકત બન્ને પંડિતમાંના એકે કબૂલ કર્યું છે કે વિમલસૂરિના સમય પહેલાં અઢળક પ્રાચીન સાહિત્ય અરિતત્વમાં હતું અને બીજાએ કબૂલ કર્યું છે કે પઉમરિયમાં ઘણા દેશી શબ્દો વાપરવામાં આવ્યા છે. આ બીજા કથન ઉપરથી પરોક્ષ રીતે જણાય છે કે પ્રાકૃત સાહિત્ય વિપુલ પ્રમાણમાં હેવું જોઇએ.
આ લેખના આ ભાગમાં આ લેખક પઉમરિયમાંનાં અન્ય પ્રમાણે ઉપરથી બતાવી આપશે કે તત્કાલીન પ્રાકૃત સાહિત્ય વિપુલ હતું. આ જ લેખના આગલાં પાનાઓમાં એક જગ્યાએ વર્ણવ્યું છે કે મહાવીર પ્રભુએ પોતાના શિષ્યોને પઉમરિયની કથા સંભળાવી. તેઓએ તેમના શિષ્યોને અને શ્રેણિક જેવા રાજાઓને સંભળાવી. પછીથી આચાર્ય પરંપરામાં આ કથા સંવર્ધિત અને સંરક્ષિત થતી થતી ચાલી આવી.
વિમલસૂરિએ આ રામકથામાંથી કેવી રીતે પ્રેરણાપીયૂષ પીધું તેનું આગળ સુંદર વર્ણન આપ્યું છે. અનેક કવિઓ આ કથાવડે આકર્ષાયા હતા અને તેમણે અસંખ્ય પ્રયત્નો યથાશકિત કર્યા હતા.. વિમલસૂરિએ ખરું જ કહ્યું છે કે પોતે પણ આ મદઝરતા મસ્ત કવિ–માતંગે બે પાડેલા માર્ગ ઉપર તેમનાં પાદચિહ્નો અને મદબિંદુઓ તરફ જ દષ્ટિ રાખીને વિચર્યા છે.” વિમલસૂરિ તે માર્ગ ઉપર વિચર્યા અને તેના સુફલ તરીકે આપણી પાસે પઉમરિય મેજુદ છે. તદુપરાંત વિમલસૂરિ કહે છે કે તેમણે પોતે પણ તપૂર્વીય ગ્રંથો જેવા કે નારાયણ અને શ્રીનાં ચરિત્ર આદિ વાંચ્યાં હતાં. આ ઉપરથી આપણે જાણી શકીશું કે તત્કાલીન પ્રાકૃત સાહિત્ય અતિ વિપુલ હતું. તે સમયે અનેક દેશી શબ્દોને ઉપયોગ આવાં કાવ્યોમાં થને એ માટે પઉમચરિયનો જ દાખલો પૂરતો છે. પઉમરિયમાં જે અનેક દેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ઉપરથી પણ તત્કાલીન કાવ્ય સાહિત્યની વિપુલતા સિદ્ધ થાય છે. પાછળનાં પાનાંઓમાં વિમલસૂરિએ જે ધાત્વદેશ પઉમરિયમાં વાપર્યા છે તેમાંના કયા કયા ૧૯મા સૈકામાં હેમચંદ્રાચાર્યે સિદ્ધહેમના ૮મા અધ્યાયના ૪થા પાદમાં નોંધ્યા છે તે બતાવ્યું છે, જો કે હેમાચાર્યે પોતે જેએલા અને વાંચેલા ગ્રંથે ઉપરથી જ તે ધાત્વદેશ આપ્યા હશે પણ પઉમચરિયનો ઉલેખ તેમણે કર્યો નથી. વાચકોને અહિં પુનરપિ યાદ આપવું આવશ્યક છે કે હેમાચાયે પણ પઉમચરિયને અનુસરીને જ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં રામકથા આલેખી છે. પઉમરિયમાં જે દેશી શબ્દો આવે છે તેમાંના ઘણાખરા હેમાચાર્યની દેશીનામમાલામાં નોંધાએલા છે. હેમાચાર્યે તેમના રચેલા વ્યાકરણમાં જે ભાગ અપભ્રંશ ભાષા માટે આપે છે તે ભાગમાં લખેલા અમુક શબ્દો પઉમચરિયમાં પણ જડે છે.
પ્રાકૃતભાષાઓના મૂળમાં અહિં જવાની ઇચ્છા નથી. એ વિષય ઘણો જ ચર્ચાસ્પદ છે. આ લેખકનું માનવું એવું છે કે પ્રાકૃત ભાષામાં સંસ્કૃતમાંથી જ ઉતરી આવી છે એવું નથી, પણ કદાચ બધી સામાજિક ભાષાઓ પણ હોય કે જેમાંથી જુદી જુદી જાતના સંસ્કારે પાડી સંસ્કૃત એવું નામ
તાબ્દિ મંચ ]
* ૧૦૯ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org