________________
પ્રભાવક તિર્ધર જૈનાચાર્યો
અટકાવતું ફરમાન કાઢનાર અમદાવાદ (રાજનગર) ના સૂબા આજમશાહે જેમને વચન નને માન આપી તે દૂર કર્યું, ઉદયપુર (મેવાડ ) ના હિંદુ છત્રપતિ ચિત્રોડા રાણાને જેણે પ્રતિબંધ આપી ડુમ્માલે કર બંધ કરાવ્યા, સરોવરમાં નખાતી માછલાની જાળ બંધ કરાવી, ચિડીમાર (શિકારીઓ) દૂર કરાવ્યા. હત્યાઓનું આલેચન કરાવ્યું. જોધપુરના અજિતસિંહ રાઠોડને પ્રતિબંધ આપે. મેડતાને ઉપાસરે, જે કાલવશાત્ મસીત બની ગર્યો હતો, તેને ફરીથી ઉપાશ્રય કરાવનાર, સંગ્રામસિંહ રાણાને રાજમહેલમાં મહાવીર જન્મ વ્યાખ્યાન સંભળાવનાર તપાગચ્છના વિજયરત્નસૂરિ. જૈનાચાર્યોના મહત્વના ગ્રંથ ભંડાર
પ્રાચીન ઇતિહાસના સુવર્ણમય પત્ર અને શિલાલેખાદિ આધારભૂત સાધનો દ્વારા પરિચિત કરાતા એ પ્રભાવશાલી તિર્ધર જૈનાચાર્યોથી માત્ર જેનેએ જ નહિ, સમસ્ત જન-સમાજે ગૌરવ માનવું જોઈએ. ભારતવર્ષની જે ભવ્ય વિભૂતિએ સમસ્ત પ્રાણિમા. ત્રના શ્રેય માટે સુપ્રયત્નો કર્યા છે, અમૃતમય મધુર તથ્ય પચ્ચ ઉપદેશ વરસાવ્યા છે, તથા તેવા તાત્વિક આધ્યાત્મિક સમુન્નતિ-કારક સનાતન સુખજનક પવિત્ર સોધભર્યા સેંકડો વિશાળ ગ્રંથરત્નો રચ્યા છે, જેના વિદ્યમાન અવશેષોથી આજે પણ પાટણ, ખંભાત અને જેસલમેર જેવા અનેક પ્રદેશોના જેના પ્રાચીન પુસ્તક-ભંડારો વિશ્વવિખ્યાત થયા છે. જેની ગ્રંથસૂચીઓ પણ વિસ્તૃત પુસ્તકરૂપ થઈ પ્રકાશમાં આવતી જાય છે. જે વાડ્મયમાં વિચરતા દેશ-વિદેશના વિદ્યાપ્રેમી વિદ્વાનોનાં દૃષ્ટિબિંદુને જ નહિ, હૃદયને પણ આકષી રહ્યા છે. એ પ્રભાવશીલ પૂર્વજોના તેવા ગ્રંથનો પુનરુદ્ધાર, પ્રતિકૃતિ, લેખન-પ્રકાશન અને પ્રચારાદિ ચગ્ય કર્તવ્યભાર, સુજ્ઞ કર્તવ્યદક્ષ તેમના વર્તમાન અનુયાયીઓના સાહિત્યસેવીઓના અને શ્રીમાનોના શિર પર છે. સમય અને શક્તિનો સદુપયેગ એ માગે થાયએમ ઈચછવું અસ્થાને નહિ લેખાય; પરંતુ તેની સફલતા કર્તવ્યદ્વારા જ પ્રાપ્ત કરી શકાય.
પાટણ, જેસલમેર ખંભાત, વડોદરા જેવા પ્રદેશોના જૈનના પ્રાચીન પુસ્તક-ભંડારોનું જે થોડું ઘણું નિરીક્ષણ થઈ શક્યું છે, તે પરથી જણાય છે કે–તેમાં વિવિધ વિષયક વિવિધ ભાષામાં ઉપગી અપ્રસિદ્ધ ગ્રંથસંગ્રહ પુષ્કળ પ્રમાણમાં છે. તેને ઉપયોગી પ્રશંસનીય પદ્ધતિથી પ્રકાશમાં લાવવા માટે શતાવધિ વિદ્વાને એકાદ શતાબ્દિ સુધી સુપ્રયત્ન કરે અને શ્રીમાને કોઢવધિ દ્રવ્ય-વ્યય કરે તો પણ ભાગ્યે જ એ સર્વ સંગ્રહ પૂર્ણ પ્રકાશમાં આવી શકે તેટલે વિશાલ છે. તેમ છતાં તેમાંના અત્યપગી મહત્ત્વના ગ્રંથોને પહેલી તકે પ્રકાશમાં મૂકાવવાની આવશ્યકતા છે, તેમ જ અલભ્ય દુર્લભ જીર્ણશીર્ણ થતા ગ્રંથની ફોટોસ્ટેટ મશીન જેવાં સાધનો દ્વારા બહુ સંભાળથી આદર્શ પ્રતિકૃતિ કરાવી વ્યવસ્થિત સંરક્ષા કરવાની અત્યાવશ્યકતા છે. આશા છે કે એ તરફ શ્રીમાન જૈન સંઘનું લક્ષ્ય અવશ્ય ખેંચાશે.
૧ વિશેષ માટે જુઓ રાસ “ જેન એ. ગૂજરાતી કાવ્ય સંચય” વિ.
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org