Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
પ્રભાવક તિર્ધર જૈનાચાર્યો રિત્રતા સૂચવતી શ્રેષ્ઠ પદવીથી પ્રખ્યાત હતા અને જેમના પ્રશિષ્યો સુપ્રસિદ્ધ મંત્રીવર વસ્તુપાલ તેજપાળના ધર્મગુરુ તથા તેમનાં રચાયેલાં ધર્મસ્થાનો (આબુ, ગિરનાર વિગેરે) ના પ્રતિષ્ઠા કરનાર વિદ્વાન્ આચાર્ય વિજયસેનસૂરિ તથા પં. ગ્રંથકાર ઉદયપ્રભસૂરિ અનેક શિલાલેખો, પ્રશસ્તિઓ અને ઐ. ગ્રંથદ્વારા પ્રસિદ્ધ છે.
બીજા પણુ કેટલાક લેખકો સત્ય અને ન્યાય-નીતિને દૂર રાખી યથેચ્છ વાણી-વિહાર કરવા બહાર આવતા જણાય છે, જે પદ્ધતિ અનિચ્છનીય અને પરંપરાએ હાનિકર હોઈ અગ્ય છે.
શ્રી. મુનશીએ પૂર્વોક્ત પુસ્તકમાં જે સમયનું ભયંકર વાતાવરણ સર્જી ભયંકર ચિત્ર દોર્યું છે, તે કર્ણદેવના અને દેવપ્રસાદના દેવગત થયાના સમયમાં વિદ્યમાન પ્રામાણિક સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્યે ચૌલુકય વંશ ” અપનામ કયાશ્રય મહાકાવ્યમાં તે પ્રસંગનું યથાસ્થિત વર્ણન આપ્યું છે. તથા તત્કાલીન અન્ય જૈનાચાર્યોએ દેવપ્રસાદને જે સૌમ્ય પરિચય આપ્યો છે, તે જોતાં ઉપર્યુક્ત નવલકથાકારની કલ્પના અસ્થાને નિરાધાર નિરર્થક અને બિનપાયાદાર ઠરી સત્યથી વેગળી છે-એમ સત્ય પરીક્ષકોને સહજ જણાઈ આવે છે.
ઉપર્યુક્ત પ્રયાશ્રય મહાકાવ્યમાં (સં. સર્ગ ૧૧, બ્લેક. ૧૯ થી ૧૧૬) માં સૂચવ્યું છે કેમહારાજા કણે પોતાના કુમાર જયસિંહને 5 વયે યોગ્ય શસ્ત્રાસ્ત્રાદિ કળાનું શિક્ષણ આપ્યું હતું. ત્યાર પછી બલ-પ્રતા પાદિથી તેની યોગ્યતા વિચારી, પિતાની વિદ્યમાનતામાં જ સ્વર્ગવાસ પહેલાં ઘણી આનાકાની પછી બહુ આગ્રહપૂર્વક તે યુવરાજને રાજ્ય પર અભિષિક્ત કર્યો હતો, સુવર્ણ સિંહાસન પર સ્થાપ્ય હો; તે સમયે કણે નવા રાજા ( જયસિંહ ) ને શિક્ષા આપતાં પોતાના અનુયાયી ભત્રીજા દેવપ્રસાદ તરફ સાધુકારી અને ચાદાયી (નગર વિ. આપનાર ) થવા તથા સર્વદા પ્રસાદવાન થવાની સૂચના આપી હતી. (લે. ૧૧૦ ) કર્ણના સ્વર્ગવાસ પછી નવા રાજા જયસિંહે પિતૃકાર્ય માં પ્રશસ્ત બ્રાહ્મણને પ્રીણિત (શ્રાદ્ધદ્વારા તૃપ્ત) કર્યા હતા (લે. ૧૧૨ ) ( મયણલ્લા અથવા મીનળદેવીના રાજકારભારવાળી કે અન્ય કોઈ ખટપટની એમાં સૂચના મળતી નથી ).
કર્ણને સ્વર્ગવાસ સાંભળી દેવપ્રસાદે રાજા જયસિંહને પિતાનો પુત્ર (ત્રિભુવનપાલ) દર્શાવી ભળાવતાં તેનો પરિચય કરાવ્યો હતો કે “તીર્થકર અને સોમસુત (યજવાઓ ) જેને પ્રિય છે એવો, પાપ ન કરનાર, સર્વદર્શનભક્ત, સેવકેવડે તેમ જ મુનિઓવડે પ્રશંસા કરાતે આ મહારો પુત્ર ત્રિભુવનપાળ, તે તમારે પુત્ર થાઓ ( અર્થાત આને તમે પુત્રની જેમ પાળજો )' એમ કહીને ( ભલામણ કરીને ) દેવપ્રસાદ બ્રાહ્મી ( સરસ્વતી ) નદીએ આવ્યો, જ્યાં કંકપક્ષી જેવા આકારે રચાયેલી, અગ્નિથી ભરેલી ચિતામાં પ્રવેશ કરી કર્ણપ્રત્યે ભક્તિવાળો તે (દેવપ્રસાદ) કર્ણને સહકારી થતા હોય તેમ સ્વર્ગદશ થો ( ભાવાર્થ કે કર્ણના મરણ પછી સ્વલ્પ સમયમાં દેવપ્રસાદનું સ્વાભાવિક મરણ થયું હતું અને તેને અગ્નિ-સંસ્કાર સરસ્વતી નદીના પવિત્ર સ્થળપર કરવામાં આવ્યો હતો. શ્લે. ૧૧૫).
ઉપર્યુક્ત વાસ્તવિક ઇતિહાસ તરફ દુર્લક્ષ્ય કરી બિનપાયાદાર વસ્તુ પર નવલકથા ઘડી સાક્ષર નવલકથાકારે બહુ વિચિત્ર કલ્પનાજાળથી ઐ. વસ્તુને વિપરીત રૂપમાં મૂકી જેને સંબંધમાં કલુષિતવૃત્તિ દર્શાવી ભ્રમણાત્તિ ઉત્પન્ન કરી છે, તે તેઓએ સુધારી લઈ હિંમતપૂર્વક પિતાની સત્યપ્રિયતા અને ન્યાયનિષ્ઠતા દર્શાવવી ઘટે. ગુજરાતનું ગૌરવ ચાહતા ગુજરાતી સાક્ષર-લેખક ષવૃત્તિને દૂર કરી ઐ. વસ્તુને વાસ્તવિક રૂપમાં આલેખી જન સમાજનું હિત થાય અને સમાજમાં પરસ્પર મૈત્રીભાવની વૃદ્ધિ થાય તેવી રીત સ્વશક્તિને સદુપયોગ કરે તેમ ઈચ્છીશું.
–લેખક.
* ૯૦ %
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org