Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
પ્રભાવક તિર્ધર જૈનાચાર્યો નિ:સ્પૃહતાદિ ઉચ્ચ સદ્દગુણોનું સદ્દભૂત વર્ણન પ્રત્યક્ષ અવલોકનકાર મધ્યસ્થ કવિરત્નદ્વારા સૂચિત થઈ ઉપલબ્ધ થાય છે, તે કર્ણદેવદ્વારા માલધારી બિરૂદ મેળવનાર હર્ષપુરીય ગચ્છના અભયદેવસૂરિ. માલધારી હેમચંદ્રસૂરિ–
જે (સૂરિ) ના વ્યાખ્યાને ગુણની પ્રસિદ્ધિ સાંભળીને, ગૂર્જરનરેન્દ્ર જયસિંહદેવ, ગુણીજનેના મનને ચમત્કાર ઉપજાવતો, પરિવાર સાથે સ્વયમેવ જિનમંદિરે આવતો અને લાંબા વખત સુધી સ્વસ્થ ચિત્તે ધર્મકથા સાંભળતો હતો. જે (સૂરિ) નાં દર્શન માટે ઉત્કંઠિત મનવાળો થઈ કેટલીય વાર સ્વયં વસતિ (ઉપાશ્રય) માં આવી ચિરકાલ સંલાપ કરતો હતો.
સિદ્ધરાજ જયસિંહે અભ્યર્થના કરી પોતાના રાજ-મહાલયમાં આમંત્રણ કરી જે (સૂરિ) નું માનભર્યું સ્વાગત કર્યું હતું, સોનાના વિશાલ ભાજનમાં સ્થાપેલ અર્થને આરતીની જેમ ભમાડી જેમના ચરણે ભક્તિપૂર્વક ધર્યું હતું, અને બહુમાન-ભક્તિભર્યા શબ્દો ઉચ્ચારતાં, થાળમાં પીરસાઈ આવેલ આહાર જેમને પિતાને હાથે અર્પણ કર્યો હતો.
જેણે જયસિંહ રાજાને કહી તેના સકલ મંડલમાં રહેલાં જિનમંદિર પર દેદીપ્યમાન સેનાના કલશો ચડાવ્યા હતા.
ધંધુકા, સાર વિગેરે સ્થાનમાં અન્ય તીથીઓ (મતાનુયાયીઓ ) દ્વારા કરાતી પીડાથી જેણે જિન–શાસનની રક્ષા કરી હતી.
કુત્સિત અધિકારીઓ દ્વારા જિન–શાસનની ભંગાતી_દેવદાય (દેવ માટે કરેલ દાન–આવક) ને જેણે જયસિંહ રાજા દ્વારા નિવારી હતી-જિન–શાસનને થતો પરિભાવ જેણે અટકાવ્યો હતો.
અણહિલવાડ પાટણના શ્રીમાન જૈન સંઘ સાથે યાત્રાએ જતાં, વણથલીમાં પડાવ નાખતાં સંઘની વિભૂતિથી લલચાયેલા, સોરઠના સ્વામી રા ખંગારને પ્રસંગોપાત્ત મળી, પ્રતિબોધ આપી જેણે સંઘને ત્રાદ્ધિ સાથે મુક્ત કરાવ્યો હતો, જેણે લક્ષાવધિ કેવાળા મહત્ત્વના ગ્રંથોની રચના કરી હતી, જેની સ્મશાનયાત્રામાં અનુગમન કરી ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહે જેનું ગૌરવ કર્યું હતું, તે પૂર્વોક્ત અભયદેવસૂરિના શિષ્ય માલધારી નામથી પ્રસિદ્ધ હેમચંદ્રસૂરિ. વાદિ દેવસૂરિ
ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં દિગંબર વાદીન્દ્ર કુમુદચંદ્ર સાથેના વાદમાં સ્ત્રીનિવાર્ણનું સમર્થન કરી વિજય સ્તંભ રેપનાર પ્રસિદ્ધ વાદી દેવસૂરિ.
* ૮૮ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org