Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
વડોદરાનું શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિર " જ્ઞાનમંદિરમાં હંસવિજયજીને સંગ્રહ પ્રવર્તકજીના જેટલો જ ઉપગી અને મહત્ત્વને છે; તાડપત્ર ઉપરની પોથીઓની સંખ્યા માત્ર ૮. છે; છતાં ઍમાંની મજાવતીસૂત્ર ની સં. ૧૩૯૬માં ઊતારેલી તાડપત્રની પોથી ખાસ ોંધવા જેવી છે. ૩૬ ઈચ (ત્રણ ફૂટ) ની લંબાઈવાળાં તાડપત્રો ઉપર આ ગ્રંથ ઊતારવામાં આવ્યો છે. આટલી લંબાઈવાળા તાડપત્રો બહુ વિરલ ગણાય. આ બન્ને સંગ્રહોના તાડપત્રો ઉપરના ગ્રંથની વિશિષ્ટતા એક દષ્ટિએ નોંધવા જેવી છે. નાગરીલિપિમાં લખેલાં તાડપત્રનાં પુસ્તક વિરલ છે, તેમ જ કલમ અને શાહીથી લખાયેલાં તાડપત્રનાં પુસ્તકે ગુજરાતમાંથી જ માત્ર મળી આવે છે. ગ્રંથ, શારદા અને એવી બીજી લિપિમાં લખાયેલાં બીજાં પુસ્તક ખીલાથી તાડપત્ર ઉપર કોતરવામાં આવે છે, અને તે ઉપર કવચિત કઈ રંગનો ભૂકો નાખવામાં આવે છે અથવા રંગનું પોતું ફેરવવામાં આવે છે જેથી કતરાયલી જગામાં તે ભરાઈ જતાં અક્ષરને સ્પષ્ટ ભાસ થઈ શકે છે.
ગુજરાતની તાડપત્રની પોથીઓ તે સાથે સરખાવતાં લિપિમાં તેમ જ લખવાનાં સાધનમાં જુદી પડે છે અને તે ધ્યાનમાં લેતાં જ્ઞાનમંદિરમાં તાડપત્ર ઉપરની પોથીઓને સંગ્રહ, પાટણ, ખંભાત અને જેસલમેરના સંગ્રહો બાદ કરતાં, બહુ મોટો છે. વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરના પોથીખાનામાં દક્ષિણ હિંદની વિવિધ લિપિઓમાં લખાયેલી તાડપત્રની પિથીઓને જ વિશાળ સંગ્રહ છે; નાગરી લિપિમાં કલમ અને શાહીથી લખાયેલું તે જ્ઞાતાસૂત્રનું જ એક માત્ર તાડપત્રીય પુસ્તક છે.
હંસવિજયજી મહારાજના સંગ્રહની કાગળ ઉપરની પોથીઓની સંખ્યા ૪૨૭૮; એમાં ઘણે ભાગ જેસલમેરના ભંડારોની અપ્રાપ્ય પ્રતોની નકલેને બનેલું છે. શ્રી ગાયકવાડ પ્રાચગ્રંથમાલા ( S. D. Series ) માં પ્રકટ થયેલી જેસલમેર ભાંડાગારીય ગ્રંથસૂચીને અંગે અપ્રસિદ્ધ ગ્રંથ અને ગ્રંથકાર પરિચય માટે આ નકલેની સારી મદદ સંપાદક પંડિત શ્રી લાલચંદ ગાંધીને થયેલી છે. હંસવિજયજીના નામથી એક મફત વાચનાલય વડોદરામાં તેમ જ અમદાવાદમાં સ્થપાયેલું છે.
આ પ્રકારની વિશિષ્ટતાવાળા જ્ઞાનમંદિરનું મહત્ત્વ તેની મુલાકાતે આવેલા રાજવીઓ અને વિદ્વાન સાક્ષરોના નામ ઉપરથી સહજ ખ્યાલમાં આવે તેમ છે. ગુર્જરેશ્વર શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, તથા ઇંદોરનરેશે શરૂઆતમાં મંદિરની મુલાકાત લીધી હતી અને તેમાંના ઉત્તમ ગ્રંથના પ્રકાશન સંબંધે પ્રબંધ કરવા સૂચના કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org