________________
પંડિત લાલચંદ્ર ગાંધી
ડાઘ ન લાગવા દેતાં “સાચ્ચાર વશિi શાસનં નવમ્ એ સૂક્તને સત્ય સિદ્ધ કરી દર્શાવ્યું છે. ધર્મનાં ખુલ્લાં દ્વારે
જિનદેએ–તીર્થકરોએ ધર્મનાં દ્વાર સર્વ કઈ માટે ખુલ્લાં રાખ્યાં છે એમ તેમનાં સમવસરણનાં ઉચ્ચ પ્રકારનાં વ્યાખ્યાનપીઠોનાં ધર્મદેશનાભૂમિની જનાઓનાં મળતાં વર્ણનોથી અને વિવિધ વર્ણન મનુષ્યએ કરેલા જૈનધર્મના સ્વીકારના ઐતિહાસિક ઉલેખોથી સુસ્પષ્ટ છે.
વિક્રમ સંવત-પૂર્વ મહાવીરના ગણધરો અને પટ્ટધરે
અનેક રાજા-મહારાજાઓ વિગેરેને પ્રતિબોધ આપનાર ચરમતીર્થકર ક્ષત્રિય મહાપુરુષ શ્રમણ ભગવાન મહાવીરના પવિત્ર પાદપીઠને તથા સન્માનનીય પટ્ટને પ્રારંભમાં વેદ-વેદાંગવિદ્ વિદ્રરત્ન ઈંદ્રભૂતિ ગૌતમ વિગેરેએ અને સુધર્મા જેવા સુધર્મનિષ્ઠ મુમુક્ષુ બ્રાહ્મણોએ હજારોની સંખ્યાવાળા બહોળા શિષ્ય-પરિવાર સાથે વિભૂષિત કર્યું (કરી): તીર્થકરની ગંભીર ત્રિપદી પરથી વિશાલ દ્વાદશાંગી (જેનસિદ્ધાંત) ની રચના કરનાર ઉચ્ચકેટિના ૧૧ વિદ્ર૭િમણિ જેન–શાસનના મહારથી પૂજ્યપદારૂઢ ગણધર થયા પછી એ જ મહાજનના માન્યમાગે સત્યતત્વવિચારક અને પરીક્ષક દશવૈકાલિક સૂત્રકાર શય્યભવ જેવા અને નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી જેવા શ્રુતકેવલી મહાનુભાવ વિચર્યા હતા.
વિક્રમની ૧ લી થી ૧૦ મી સદી સુધીમાં સુયશસ્વી જૈનાચાર્યો
ત્યાર પછી ન્યાયાવતાર-સન્મતિકાર સિદ્ધસેન દિવાકર જેવા સમર્થ સુયશસ્વી તાર્કિક અને કવીશ્વરે, હરિભદ્રસૂરિ જેવા અસાધારણ ગ્રંથકારે, કવિરત્ન ધનપાલના સુબંધુ મુનિ શોભને, જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ જેવા બહુ બુદ્ધિશાળી અદ્વિતીય બંધુ યુગલે અને એવા બીજા અનેક વિદ્રરત્ન બ્રાહ્મણોએ વિશ્વધર્મ–જેનધર્મની વિચક્ષણતાથી નિખક્ષપાત પરીક્ષા કરી–તેના પરિણામે તેની સર્વોત્કૃષ્ટતા પ્રતિભાસતાં તેને સત્કાર–સ્વીકાર કર્યો. પિતાને સાચા માહણ તરીકે પ્રસિદ્ધ કરી વંદનીય જૈનાચાર્ય-પદવીને શોભાવી જૈનશાસનની જયપતાકાને-કીર્તિ-પતાકાને દિગંતમાં ફરકાવી હતી. જેન સિદ્ધાન્તસૂત્રોના ભાગ્યકાર, ચૂર્ણિકાર, વ્યાખ્યાકારો અને તેના વિવિધ અંશે લઈ વિસ્તૃત કે સંક્ષિપ્ત હજારે ગ્રંથો રચનારા સેંકડો વિદ્વાનોએ સ્વૈર વિચરતી એ વૈજયન્તીને અમ્મલિત વિહરવા અવકાશ આપી અવલંબન આપ્યું હતું. પાછળના આચાર્યોને ઉચ્ચ પ્રકારની પ્રેરણા આપતી અને શતાબ્દિ ગ્રંથ ]
* ૮૩ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org