________________
શ્રી માણિક્યસુંદરકૃત નેમીશ્વરચરિત-ફાગબંધ નેમિને અલંકાર સજાવ્યા. તે હાથી પર ચડ્યો. ૫૧ અલંકારેનું વર્ણન. પર છત્ર, ચામર, લુણ ઉતારણ, ધવલમંગલ ગીત ગાવાં. પ૩ દેવોને રાજા નિશાન ઠેકતો આવે છે, વાસુકી રાજા આવે છે, ગ્રહાદિ આવે છે. ૫૪ ભવિષ્યને તીર્થકર પરણવા જાય છે. ઘોડા હાથી સાથે છે. પ૫ તુંબરૂ સ્વર આલાપે છે, નારદ ગીત ગાય છે. પ૬ આ ઉત્સવ માટે નગરસ્ત્રીઓ રાજીમતીને ધન્યવાદ આપે છે. પ૭ રાજમતી વરને નિહાળે છે. ૫૮ શ્રીકૃષ્ણ મોખરે છે ને નેમિ તોરણે આવે છે. ૫૯ એક બાજુ આમ આનંદ છે ત્યાં પશુવાડામાં હરણાદિ રોતાં હોય છે તેનું કારણ નેમિ પૂછે છે. ૬૦ લગ્નના ગેરવના ભોજન માટે પશુઓને મારવા રાખ્યા છે તેથી તે કકળાટ કરે છે, એમ સાંભળી સંસાર પ્રત્યે તિરસ્કાર આવે છે. ૬૨-૬૩ વૈરાગ્ય ઉપજે. મોહજાળથી માનવાદિ સર્વે સપડાઈ સંસારમાં ભમે છે, વિષયમાં અંધ બને છે, મનુષ્યભવ હારે છે, અંતર્દષ્ટિથી વિચારતા નથી. ૬૪ સંસારને ધિક્કાર છે, એમ કહી પશુબંધન ટાળી પોતાના ગજેદ્ર-હાથીને તુરત પાછો ફેરવી નેમિકુમાર વળે છે. ૬૫ આમ થયું ત્યાં રાજીમતી આકુળ થઈ ધરણી પર ઢળી પડી. ૬૬ સખીઓ ચંદનજળ સીંચી કેળના પાનથી પવન નાંખે છે, ચેતના આવે છે તે જાણે છે કે યાદવરાજ નેમિ તે પાછો વળી ગયે. ૬૭-૭૧ રાજીમતી વિવિધ વિલાપ કરે છે. કંકણ ફેડે છે ને છાતી પર હાર ફેંકી દે છે. મારા જીવન ! દેડો દેડો ! મોર ! તમે વાસ ન કરો. જતા રહો, બપીયા ! પીયુ પીયુ ન બોલે, કારણ કે પીયુ તો મેઘ પાસે ચાલ્ય ગયે. અદ્દશ્ય થયા છે, વીજળીરૂપી નિઃશ્વાસ નીકળે છે, આંસુથી સરોવર ભરાઈ ગયાં, હવે હંસા! (જીવ) ઉડી જા. પિયુ સિદ્ધિરૂપી સ્ત્રીમાં રાચે છે અને પિતાની વાચા પાળતો નથી. તું પિયુ તો ત્રિભુવનનો સ્વામી છે, તેને કોણ બુદ્ધિ–સલાહ આપે તેમ છે? આઠ પૂર્વભવ ને રાખી હવે શા માટે છેહ આપે છે ? આમ રાજીમતી કહે છે. શરીરે સંતાપ ધરે છે ને વિલાપ કરે છે ને માછલી થોડા જળમાં તડફડે તેમ તડફડે છે. ૭૨ ત્યાં તે નેમિપ્રભુ તો તક્ષણ પોતાને ઘેર પહોંચ્યા. ૭૩ કાંતિક દેવો સૂર્ય જેવી કાંતિથી તેની ભ્રાંતિ કરાવતા આવીને પ્રભુને નવાં કાવ્યથી સ્તુતિ કરી વિનવે છે. ૭૪ પ્રભુસ્તુતિ. ૭૫-૭૬ શિવને ગૌરીએ નયનભંગ કરી નાટારંભમાં નચાવ્ય, મુકુંદ-કૃષ્ણને ગેપીઓએ વૃંદાવનમાં નચાવ્યો એમ અનંગ-કામદેવે લાજને લેપી. સાવિત્રીએ બ્રહ્માને અકળા, રોહિણીએ ચંદ્રને થકવ્યો એમ સ્ત્રીના આધારથી મદને દેવ, મનુષ્ય, ઈદ્રને જીત્યા છે; પણ ૭૭ તું નેમિને મદન ઢાંકી ન શકો, નારી લેભાવી ન શકી. દેવો બેલ્યા: દેવ ! પ્રભુ ! હવે ધર્મ પ્રકટાવ કે ભવ્ય તરે અને ભવરૂપી વનમાં ન ફરે. ૭૮ પ્રભુ! તું લીલામાં વિલાસ કરે છે કે જેની કીર્તિએ કૈલાસ જીત્યો છે. ખરો શંકર તું છે અને સિદ્ધિરૂપી સ્ત્રીને વરનાર છો.” ૭૮ આમ સ્તવન કરાતા આ દેવ ધર્મભારથી યુક્ત થઈ સાંવત્સરિક દાન મત્સરરહિત થઈને કરે છે. ૭૯–૮૦ હવે જિનવર નવમા રસ એટલે શાંતરસમાં લીન થઈ રૈવત (ગિરિનાર) ઉપર જમ આદરે છે-દીક્ષા લે છે અને અદીન
[ શ્રી આત્મારામ "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org