Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
વ્યવહારિક કે ધાર્મિક કોઈપણ કાર્યોમાં મનુષ્યને પ્રતિસમયે આલંબનની તો જરૂર પડે જ છે. કોઈના લેશ પણ આલંબન વિના નિજબળે ઊર્ધ્વગમન કરનાર અને કવચિત્ જ હોય છે. અને તેથી જ ધાર્મિક વિષયમાં જિનમંદિર, જિનપ્રતિમા, જ્ઞાન, સાધુ-સાધ્વી આદિને મહત્વનું સ્થાન અપાયેલ છે તે સહેતુ જ છે કે જેના નિમિત્તે ઉપાદાન કારણને ઉદયમાં લાવી શકાય યાને આત્માની વિશુધ્ધ દશા પ્રગટાવવા પ્રયાસ થઈ શકે. જિનપ્રતિમા અને જિનમંદિર એ પણ અતિ આવશ્યક સાધન છે, તેને આપણે સવિસ્તર અવેલેકીએ. પ્રતિમાનું પૂજન શા માટે? - જિનેન્દ્રવર તે વીતરાગદશાને પ્રાપ્ત કરીને મોક્ષમાં સ્થિત થયેલા છે, તે પછી તેમની પ્રતિમાને પૂજવાની શું આવશ્યકતા? અને રાગ-દ્વેષથી રહિત એવી વીતરાગ પ્રતિમાદ્વારા ફળની પ્રાપ્તિ પણ કેમ થઈ શકે ? આ પ્રશ્નો ઉદ્દભવે તે સ્વાભાવિક જ છે. તેનું નિરાકરણ પણ સ્પષ્ટ છે. શ્રીમદ્દ દેવચંદ્રજીએ એક સ્તવનમાં કહ્યું છે કે –
પૂજના તે કીજે રે બારમા જિનતણી રે, જસુ પ્રગટ પૂજ્ય સ્વભાવ;
પરકૃત પૂજા રે જે ઈચ્છે નહીં રે, સાધક કારજ દાવ, પૂજના ” અર્થાત્ જેમને પૂજ્ય સ્વભાવ પ્રગટ થયેલ છે એવા જિનેન્દ્રની પૂજા કરીએ. જો કે તેઓ પરની કરેલી પૂજાના ઈચ્છક નથી, પરંતુ સાધક પિતાનું આત્મકાર્ય સારી રીતે સિદ્ધ કરવા માટે પૂજ્ય એવા જિનની પૂજા કરે. આથી સિદ્ધ થાય છે કે શ્રી જિન નિરાગી છતાં તેવી દશાને વરવા પ્રયત્ન કરનારે ઉપકારી એવા તે પુરુષોની પ્રતિમાની પૂજા કરવી આવશ્યક છે. વળી વિતરાગ પ્રતિમાના પૂજનથી શું લાભ પ્રાપ્ત થાય ? તેના જવાબમાં શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ એક સ્તવનમાં કહે છે કે –
નિરોગી સેવે કાંઈ હોવે, ઈમ મનમાં નવિ આણું
ફળે અચેતન પણ જિમ સુરમણિ, તીમ તુમ ભક્તિ પ્રમાણું.” હે નાથ ! નિરાગીને સેવવાથી શું ફળ પ્રાપ્ત થશે ? એવી શંકાને પણ હું મનમાં નહિં જ લાવું, કેમકે અચેતન-જડ એ પારસમણિ કે જે એક પ્રકારનો પત્થર જ છે તે
[શ્રી આત્મારામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org