Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. રાજપાળ મગનલાલ હેરા
જિન સ્વરૂ૫ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે,
ભંગી ઇલીકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે. અથાત જેમ ભમરી ઈયળને ચટકો ભરે છે અને તેથી તે ઈયળ ભમરીનું જ અહર્નિશ ધ્યાન ધરે છે. પરિણામે તે પણ ભમરી જ બની જાય છે. તે જ રીતે જિનપ્રતિમાને સાક્ષાત્ જિન ગણીને પૂજવાથી શ્રી જિન જેવા થઈ શકાય છે. એક મહાનુભાવે મૂર્તિને ન માનનાર કેઈ એક ભાઈ સમક્ષ આ રીતે જિનપ્રતિમાની સિદ્ધિ કરી હતી. આ પ્રસંગ સમજવા જેવો હેઈને અત્રે દર્શાવું છું. પ્રતિમાને માનનાર મહાશયે એક સે રુપિયાની નોટ બીજા ભાઈને આપીને કહ્યું કે આ કાગળમાં એક પૈસાની છીંકણી બાંધીને લઈ આવો. પેલા ભાઈએ જવાબમાં કહ્યું કે-અરે મુરબી ! આ કંઈ સાધારણ કાગળ નથી, પણ આ તો સો રુપીયાની નોટ છે. જવાબમાં ઉક્ત મહાનુભાવે કહ્યું કે જેમ કાગળની બનેલી આ નોટ ઉપર ગવર્મેટની છાપ છે અને તેથી તેના સે રુપીયાં ગમે ત્યાં મળી શકે છે અને આ નોટ પાસે હોય તે આપણ સે રુપિયાવાળા છીએ એમ માનીએ છીએ તે જ રીતે જિનપ્રતિમાને માનીએ છીએ. તે માત્ર પત્થરની મૂર્તિને જ નથી માનતા પણ શ્રી જિનેશ્વદેવની તેમાં છાપ છે અને અંજનશલાકા તથા પ્રતિષ્ઠા આદિથી તેમાં જિનપણાનું આરોપણ કરાયેલ છે, તેથી “જિનપ્રતિમા જિન સારીખી” ગણીને જ અમે પૂજન-વંદનસ્તવનની પ્રવૃતિ કરી એ છીએ; અન્યથા નહીં કહેવાને ભાવાર્થ એ જ છે કે જિનપ્રતિમા એ અતિ ઉપકારી નિમિત્ત છે અને તેના દ્વારા પૂર્વે અનેક આત્માઓએ આત્મીય લાભ ઊડાવ્યો છે. વર્તમાનમાં અનેક છે તે કારણે સમકિતની પ્રાપ્તિ અને શુદ્ધિ કરી રહ્યા છે અને ભવિષ્યમાં અવિચ્છિન્નપણે વીતરાગ શાસ નો હયાતી સુધી જિનપ્રતિમાદ્વારા ઘણુ આત્માઓ નિજામાની શુદ્ધિ કરી, મુક્તિ નો સન્મ બ થશે. જગતના સર્વ જીવ આવા સુંદર રાહ પર આવે એવા પરમ ઈછા સાથે વિરમું છું.
શતાબ્દિ પ્રય].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org