Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. રાજપાળ મગનલાલ વહેરા પણ મનુષ્યને ફલિભૂત થાય છેમનુષ્યના મનોવાંછિત પૂરે છે, તો પછી તમે તે સાક્ષા-શૈતન્ય દ્રવ્ય છો, શુદ્ધ થયેલા છો, મુક્તિ પૂરીમાં સ્થિત થયેલા છો એટલે તમારી ભક્તિ જ મને પ્રમાણભૂત છે-તેથી જ મારું આત્મશ્રેય સાધી શકાશે. પ્રતિમાની આવશ્યકતા –
આત્માને નિમિત્તવાસી કહ્યો છે તે યથાર્થ જ છે. નિમિત્ત મળેથી આત્માના ભાવોમાં પરિવર્તન-ફેરફાર થયા જ કરે છે. અવસાન પામેલા અથવા તો દૂર રહેલા એવા આપ્તજને અને મિત્રાદિકે ખાસ કારણ વિના યાદ નથી આવતા તે સેના અનુભવની વાત છે, પરંતુ તેમની પ્રતિકૃતિ જોતાં તે તે જનની યાદ પુનઃ તાજી થાય છે અને પૂર્વ પ્રસંગે દષ્ટિ સન્મુખ ખડા થાય છે. આમાં તે તે પ્રિય જનની છબી યાને પ્રતિકૃતિ નિમિત્તભૂત બને છે. તે જ રીતે જિનપ્રતિમાને નીરખવાથી જિનેન્દ્રવર કેવા હશે ? તેને કંઈક અંશે ખ્યાલ આવી શકે છે. - નાના બાળકને જે વાત ઘણું વખત કહેવાથી પણ તેના મગજમાં નથી ઊતરી શકતી તે જ બીનાને મૂર્ત સ્વરૂપ આપવાથી અથોત્ તે વિષયને નકશા બતાવવાથી તુરત સમજી શકે છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, હનુમાન, શિવ કે મહાવીર એ વિભૂતિઓમાંથી અત્યારે કોઈપણ વિભૂતિ હયાત નથી, પરંતુ તે તે મહાપુરુષે કેવા હતા? તે જાણવું હોય તે તેમના પ્રતિકરૂપ તેમની પ્રતિમાઓનું અવેલેકન કરવાથી હેજે માલૂમ પડે છે કે આ પુરુષો આવા હશે. અરે! વિચાર કરતાં તેમની મૂર્તિદ્વારા તેમના જીવનનો પણ વાસ્તવિક ખ્યાલ આવી શકે છે. જેમકે શ્રી કૃષ્ણચંદ્રની મૂર્તિના હાથમાં શંખ, ચક્ર, ગદા આદિ શસ્ત્રો છે તેમ જ તેમની બાજુમાં લક્ષ્મીજીની મૂર્તિ છે. આ ઉપરથી તેમના જીવનનો નિચોડ નીકળી શકે છે. તેવી જ રીતે દરેક સ્થળે પ્રાય: પવિત્ર અંગે જેવા કે-ચરણ, જાનુ, મસ્તક આદિ પૂજનીય ગણાય છે, પરંતુ શૈવ મંદિરમાં “શિવનું લિંગ” પૂજાય છે. તે ઉપરથી તે દેવ વિષે વિચાર કરતાં તાત્પર્ય નીકળી શકે છે. તે જ ન્યાયે અહંની પ્રતિમાને જેવાથી જણાય છે કે તે શાંતરસ યુક્ત છે. પદ્માસને અથવા કાર્યોત્સર્ગ ધ્યાને રહેલા જણાય છે. ઉલ્લંગ સ્ત્રીથી રહિત છે, હસ્તદ્વય શસ્ત્રાદિકથી રહિત છે અને સર્વ રીતે આત્મિક ધ્યાન કરવાને માટે જિનમૂત્તિ સર્વોત્કૃષ્ટ સાધન છે એમ તટસ્થ રીતે જેનારને પણ જણાયા સિવાય નહિં જ રહે. ભાવાર્થ કે જે વસ્તુ કહેવાથી નથી સમજાતી તે આ પ્રમાણે સાકારરૂપ બતાવવાથી સમજી શકાય છે અને પ્રતિમારૂપ પ્રતિક ઉપરથી કોઈપણ દર્શનના સ્થાપક એવા તે મૂળપુરુષ કેવા હશે તેનો વાસ્તવિક બાધ થઈ શકે છે. અસ્તુ! પ્રચલિત પથામાં પ્રતિમાપૂજનઃ- શ્વેતાંબર જૈનમાં તો પ્રથમથી જ મૂર્તિપૂજા છે. તે ઘણા પ્રમાણપૂર્વક આગળ દશોવવામાં આવશે. તે સિવાય જેન સંપ્રદાયને એક મોટો વિભાગ દિગંબર પંથમાં પણ જિનપ્રતિમા પૂજનને સંપૂર્ણ સ્થાન છે. જો કે પ્રતિમાને અને પૂજનન અંગે કેટલાક તફાવત છે, પરંતુ તે ભિન્નતાસૂચક છે. વાસ્તવમાં જોઈએ તે જિનમૂર્તિના પૂજન માટે બેમત નથી જ. શતાબ્દિ ગ્રંથ]
* ૬૭ %
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org