________________
આ પ્રતિમા પૂજન બોદ્ધોમાં પણ આજકાલ થયા નહીં, પરંતુ ઘણા સમય પૂર્વે બુદ્ધદેવની પ્રતિમા દાખલ થયેલ છે જે રાજગિર, નાલંદા આદિ સ્થાનના નિરીક્ષકને માલૂમ પડશે. તેમ જ અત્યારે પણ બ્રહ્મદેશમાં અને બીજા ઘણું દેશમાં બુદ્ધદેવની વિશાળ અને ભવ્ય પ્રતિમાઓ દષ્ટિગોચર થાય છે.
હિન્દુ ધર્મમાં પણ રામ, કૃષ્ણ આદિની પ્રતિમાઓ પૂજાય છે. એકંદરે માણસ એક યા બીજી રીતે પણ જીવનમાં પ્રતિમા–પૂજન તે કરતો જ હોય છે. જેઓએ પ્રતિમાનું ખંડન કર્યું છે તેમની છબીઓ પણ આજે માનનીય અને વંદનીય ગણાય જ છે ને ? દેશનેતાઓના બાવલાઓ પણ એ જ સૂચવે છે. વળી જેમનું નામસ્મરણ કરતાં હોઈએ તેમનું સ્વરૂપ જોવા મળે તો હર્ષોલ્લાસ થયા સિવાય કેમ રહે? ભાવાર્થ કે મૂર્તિપૂજા એ મનુષ્યજીવનનું અભેદ અંગ છે અને તેથી જ ભારતવર્ષમાં મૂર્તિપૂજા ઠેર-ઠેર જોઈ શકાય છે.
મૂર્તિના અવલંબનની કેટલી બધી જરૂર છે તે વિશે એક પ્રચલિત દષ્ટાંત અત્રે ટાંકું તો તે અસ્થાને તો નહિ જ ગણાય. ધનુર્વિદ્યા શીખવાને ઈચ્છક એક ભિલ્લ ગુરુ દ્રોણ પાસે જાય છે પરંતુ તેને પોતાની ધારણામાં નિષ્ફળતા સાંપડે છે ત્યારે તે ભિલ્લ વનમાં રહીને ગુરુ દ્રોણાચાર્યની એક છાણ-માટીની મૂર્તિ કરે છે અને તેને સાક્ષાત્ ગુરુ સમજીને તે ભિલ્લ ધનુવિદ્યાની કળા તે મૂર્તિની સન્મુખ સ્વયં પ્રાપ્ત કરી લ્ય છે. મૂર્તિના આલંબનને કેવો સુંદર નમૂને ! પ્રતિમાપૂજનની પ્રાચીનતા –
જિનપ્રતિમાની સિદ્ધિ અર્થે કેટલાક પ્રમાણોને–આગમપ્રમાણ, ઇતિહાસ પ્રમાણે, પરંપરાપ્રમાણ ઈત્યાદિને જેવા પડશે.
પ્રત્યેક દર્શનમાં તેમના સંસ્થાપક મૂળપુરુષની વાણીને ખૂબ મહત્ત્વ અપાયેલ હોય તે સ્વાભાવિક જ છે. ઉપનિષદુ, વેદ, સંહિતા, જાતકગ્રંથ, બાઈબલ, કુરાન, ગીતા અને આગામે એમ દરેકના ભિન્ન ભિન્ન નામો છે અને તેને અવલોકન કરવાથી તે તે દર્શનના સિદ્ધાંત અને દશનકારનો આશય સમજી શકાય છે. તે જ રીતે જૈન ધર્મમાં આગમશાસ્ત્રોનું સ્થાન અતિ વિશિષ્ટ પ્રકારનું છે. કેઈ પણ તકરારી વિષયમાં જ્યાં આગમની-શાસ્ત્રની શાખ અપાય છે ત્યાં સર્વ પ્રમાણિક પક્ષેને ચૂપ થઈ જવું પડે છે. એટલે પ્રથમ આપણે જિનપ્રતિમા વિષે જિનાગમમાં શું ઉલેખ ઉપલબ્ધ થાય છે તેને જોઈએ.
જિનાભિગમ નામના સૂત્રમાં વિજયદેવના અધિકારે તે દેવ જિનપ્રતિમાને બહુમાનપૂર્વક પૂજન-વંદન કરે છે તેમ આવે છે તથા ત્યાં રહેલ જિનપ્રતિમા કેવી હતી તેને પણ સવિસ્તર ઉલ્લેખ છે.
રાયપણ નામના સૂત્રમાં સૂર્યાભદેવના અધિકારે પણ જિનપડિમા પૂજન કર્યાની હકીકત આવે છે. આ બન્ને દેવો ભગવાન મહાવીરના સમયના છે. એટલે તે વખતે દેવતાઓએ જિનપ્રતિમા પૂછ છે, એવી સ્પષ્ટ રીતે શાસ્ત્રની સાક્ષી છે. જો અવિરતિ અને અનેક પ્રકાના દિવ્ય સુખોમાં મગ્ન એવા દેને માટે જિનપૂજનની કરણી આવશ્યક હોય તો મેક્ષના
* ૬૮ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org