Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
આ પ્રતિમા પૂજન ભગવાન શ્રી મહાવીર મહારાજાની પ્રતિમા મળેલ છે.” આ લેખની સાથે જમીનમાંથી નીકળેલી તે પ્રતિમાને ફેટે પણ આપેલ છે.
કચ્છમાં પ્રસિદ્ધ તીર્થસ્થાન ગણાતું ૨૧૮ થંભયુક્ત શ્રી ભદ્રેશ્વરનું જિનાલય વિરનિર્વાણ પછી ૨૩ વર્ષે દાનવીર શ્રાવક દેવચંદે બંધાવેલ છે. આ ઉપરથી પણ જાણી શકાય છે કે ખુદ ભગવાન મહાવીરના સમયમાં પણ જિનમૂર્તિની પૂજા પ્રચલિત હતી. તેમના પૂર્વના તીર્થકરોના વખતમાં પણ મૂર્તિપૂજા હતી, એમ જણાવતાં કેટલા ય શિલાલેખો ઉપલબ્ધ થાય છે. ગત ચિત્ર માસમાં પ્રસિદ્ધ થયેલ “શ્રી જૈન ધર્મ પ્રકાશ” માસિકના સુવર્ણ મહોત્સવ વિશેષાંકમાં મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજનો “જૈન મ્યુઝીયમ(સંગ્રહસ્થાન)ની આવશ્યકતા” એ નામનો એક લેખ પ્રસિદ્ધ થયેલ છે. તે લેખમાં તેઓશ્રીએ નજરે નિહાળેલા અનેક જૂના શિલાલેખે ક્યાં ક્યાં અને કેવી અવ્યવસ્થિત રીતે યા તો વિનાશના સુખમાં પડેલા છે તે જણાવેલ છે. તેમ જ તે સર્વને એકત્ર કરીને એક સંગ્રહસ્થાનમાં ભૂતકાળના તે ભવ્ય સ્મરણાને-જૈન સંઘના ગૌરવના અવશેષોને-સંઘરી રાખવા જોઈએ એવી અપીલ તેમણે જેને કોમને કરેલી છે. તે લેખમાં આગળ ચાલતાં તેઓશ્રી એક સ્થાને જણાવે છે કે-“શ્રી વીરભગવાન છદ્મસ્થ કાળમાં આબૂની ભૂમિમાં વિચર્યા હતા. ભગવાનના જન્મથી ૩૭ મા વર્ષે અહીં દેરાસર બંધાયું. પૂર્ણ પાળરાજાએ મનોહર જિનમૂર્તિઓ ભરાવી અને કેશી ગણધરે તેની પ્રતિષ્ઠા કરી.” આવી મતલબના લેખવાળે બાર શાખાની ઉતરણને તૂટેલે એક જમ્બર પત્થર આબૂરોડથી ચાર માઈલ દૂર મુંગથલા નામના ગામના વિશાળ જિનમંદિરના ખંડિયેરમાં એક દરવાજા ઉપર છૂટે લટકે છે. જે આને ત્યાંથી કઢાવી લેવામાં ન આવે તે વરસાદથી મંદિરના ગુખેજ વિગેરેને ભાગ પડતાં તે લેખવાળા પત્થરના કકડે કકડા થઈ જવા સંભવ છે.”
ઉપર્યુક્ત લેખની હકીકત નક્કર છે. આવા દાર્શનિક પુરાવા ઉપર વધારે કહેવા જેવું રહેતું જ નથી, કેમકે લેખક મુનિશ્રીએ આ શિલાલેખને જાતે જોયેલ છે અને સ્થળ સુદ્ધાં દર્શાવ્યું છે. આ સમય વીરપ્રભુના છદ્મસ્થકાળ એટલે કે વીરજન્મથી ૩૭ મા વર્ષનો છે. તે વખતે પ્રભુએ તીર્થ પણ સ્થાપ્યું ન હતું. કેશી મહારાજે પ્રતિષ્ઠા કરી હતી એ પણ એમ સૂચવે છે કે, પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં પણ પ્રતિમાપૂજન પ્રચલિત હતું. ( શ્રદ્ધાની દષ્ટિએ–શાસ્ત્રીય દષ્ટિએ-તો પ્રત્યેક તીર્થકરના વખતમાં જિનપ્રતિમા–પૂજન હતું જ એમ આપણે માનીએ છીએ, પરંતુ અહીં તે એતિહાસિક દષ્ટિએ પણ પ્રતિમાપૂજન પ્રાચીન છે. ખૂદ ભગવાન પાર્શ્વનાથજી અને મહાવીર દેવના વખતમાં પણ પ્રતિમા પૂજા હતી એ દશવિવાને આશય અત્ર છે અને તેથી જ આ પ્રાચીનતાદર્શક લેખભાગને ઉદ્ધત કરેલ છે.)
વળી શત્રુંજય પર તથા ગિરનાર ઉપરના મંદિરો અને પ્રતિમાઓ તે અતિ પ્રાચીન છે. શત્રુંજય તીર્થને ઉદ્ધાર ચોથા આરાથી થતો આવ્યો છે અને આ કાળમાં પણ વજીસ્વામી જેવા મહાપુરુષની હાજરીમાં વિક્રમ સંવત ૧૦૮ માં જાવડશાએ ઉદ્ધાર કરાવ્યો છે. તેમ જ ત્યારબાદ ઉદાયન મંત્રીના સુપુત્ર બાહડ મંત્રીએ તથા સમરાશા શેઠે અને છેલ્લે સંવત
* ઉo #
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org