Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
ઇતિહાસ અને દર્શોન
રાજ ઉપર ચડી આવ્યા. પુલિકેશીએ પેાતાના બાહુબળથી એમને પરાભવ કર્યાં. આપ્પાયિકાખ્ય ગાવિંદ, કે જે ભીમા નદીની ઉત્તર તરફ ધસી આવ્યા હતા તે પુલિકેશીના પરાક્રમની વાત સાંભળી, સીધા પેતાને ઘેર ચાલ્યેા ગયા. નદીના કાંઠા ઉપરની વનવાસી નગરીને પુલકેશીએ ઘેરી લીધી. ગંગ તથા આભૂપ નૃપતિઓએ પુલકેશીનુ સ્વામીત્વ સ્વીકારી લીધું. ક્રાંકદેશમાં મૌર્યાને પ્રભાવ ઝાંખા પડ્યો. પશ્ચિમ કિનારા ઉપરની બીજી એક નગરી ઉપર આક્રમણ કર્યું. લાટ, માળવા તથા ગુજરાતના રાજાએ પુલકેશીનું શાસન કબૂલ રાખ્યું. આર્યાવર્ત્તના સમ્રાટ જેવા મહારાજા હર્ષોંના મ્હોં ઉપરનું હાસ્ય પણ ઊડી ગયું.
હુજારા ગામેાના અધીશ્વર મહારાષ્ટ્રીને, એણે પેાતાના પગ પાસે નમાવ્યા. કલીંગ, કૈાશલના ભૂક્કા ઉડાડી મૂકયા. પિષ્ટપુરતા કહ્યો તે એવા પીસી નાખ્યા કે એની રજે રજ આકાશમાં ઊડી ગઈ. કુણાલ-સરાવરનું પાણી મનુષ્યાનાં લેાહીની નદી મળવાથી લાલરંગી બની *ગયું. પલ્લવપતિનું પરાક્રમ કાંચીપુરની ચાર દીવાલા વચ્ચે જ કેદી જેવું બની ચૂકયુ હતુ. કાવેરી નદીમાં એણે હાથીઓના જૂથને પૂલ બાંધ્યા અને એની સહાયથી ચોલ, પાંડ્ય તથા કેરલ વિગેરેની શાભા-લક્ષ્મી વધારી.
अपरिमितविभूतिस्फीत सामन्तसेना मकुटमणिमयूखाक्रान्तपादारविन्दः । युधिपतितगजेंद्राणी कबीभत्सभूतो भयविगलितहर्षो येन चकारि हर्षः ॥
આવા સર્વાંગ્દિવિજયી, સત્યાશ્રય, વાતાપી નગરીમાં બેઠે બેઠે સમસ્ત પૃથ્વી ઉપર–એક નગરીની જેમ-પેાતાની આણ વર્તાવતા. મહાભારતનું યુદ્ધ વીત્યા પછી ત્રણ હજાર, સાતસે। પાંત્રીસ વર્ષ બાદ, શક નૃપતિના પાંચસો છપ્પન વર્ષાં પસાર થયા બાદ, કલિયુગમાં, જિતેદ્રનું આ મંદિર સત્યાશ્રયના અનુગ્રહથી રવિકીત્તિએ? નિમ્યું. આ કાવ્ય કાલિદાસ અને ભારવીની જેમ પ્રસિદ્ધ કવિ રવિકીત્તિએ પોતે રચ્યું છે.
આ લેખમાંની પંક્તિ ઉપરથી રવિકાર્ત્તિ અલકારશાસ્ત્રમાં ખૂબ નિપુણ હોય એમ લાગે છે. એમના ઉત્પ્રેક્ષા અલંકાર તા આબાદ છે. કાલિદાસના રઘુવંશના કેટલાક શ્ર્લોકેાની આ ક્ષણે સ્હેજે સ્મૃતિ થઇ આવે છે. કાવ્યમાં આર્યાં, શાર્દૂલવિક્રીડિત, ઉપજાતિ, રથેાદ્ધતા, ઔપચ્છન્દસિક, વ્રુતવિલંબિત, વસન્તતિલકા, વશસ્થા, માલિની, સ્રગ્ધરા મન્દાક્રાંતા, મત્તુભવિક્રીડિત, ઇન્દ્રવજ્રા, અનુષ્ટુપ, પ્રહર્ષિણી અને આર્યાગીતિ વિગેર છંદ વપરાયા છે. વિકીર્ત્તિના પાંડિત્યના તથા કવિત્વશક્તિના એ પુરાવા છે.
: અકલક, અકલ કચ,, અકલ’કદેવ
એ નામના, દિગંબર જૈન આમ્નાયમાં એક પ્રસિદ્ધ દાર્શનિક થઇ ગયા છે. મહીસુરના શ્રમણ
*૩*
Jain Education International
*
१ त्रिंशत्सु त्रिसहस्रेषु भारतादाहवादितः सप्ताब्द शतयुक्तेषु पंचसु ॥
पंचाशत्सु कलौ काले षट्सु पंचशतासु च । समासु समतीतासु शकानामपि भूभूजाम्-
सनद्धवारणघटा स्थगितान्तरालम्, नानायुद्धक्षतनरक्षतजाङ्गरागम् ।
आसीजलं यदवमर्दितमभ्रगर्भं, कौणालमंबरमिवार्जितसान्ध्यरागम् ॥
For Private & Personal Use Only
[ શ્રી આત્મારામજી
www.jainelibrary.org