Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
ઇતિહાસ અને દન
માનવીનું અદૃષ્ટ જ બધી વિચિત્રતાએના મૂળમાં છે. ( દીર્ઘાનકાય ) અદૃષ્ટને લીધે જ મનુષ્ય ઇષ્ટ માર્ગે વળે છે અને મનુષ્યની સામાજિક સ્થિતિ તથા વ્યક્તિગત જીવન પણ એને જ આભારી છે. મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે સ્વભાવથી જ મનુષ્ય કાર્યાભિમુખ બને છે. સ્વભાવ, નિયતિ, અદષ્ટ વિગેરે શબ્દો પોતે લૌકિક વ્યર્થતા સિદ્ધ કરે છે. આ પ્રકારના અક્રિયાવાદ, બ્રાહ્મણધર્મના વિરોધી હેાવાનું મનાય છે.
ખરું જોતાં અક્રિયાવાદ જેવા કાઇ મત પ્રાચીન કાલથી ઉતરી આવ્યા હોય એમ નથી લાગતું. અક્રિયાવાદ, અથવા સસંતવાદ ( શાશ્ર્વતવાદ ) અનેકાન્તમાંથી નીકળ્યા હશે. નૈતિક ચરિત્રના વિચાર– પ્રસંગે અક્રિયાવાદ અસ્તિત્વમાં આવ્યા હાય. રૈનાના મૌલિક સાત પદાર્થો પરસ્પરમાં ભળી જઇ શકતા નથી એને લીધે એ વાદને અક્રિયાવાદ તરિકે ઓળખાવ્યા હોય. અક્રિયાવાદમાં અષ્ટ એ જ સ્વક્રિય અને સ્વપ્રધાન છે તેથી એને એ નામ મળ્યુ હોય. બીજા દર્શને કવડે જ મૂળાકુળ માને છે. આ લેકા કર્મા પ્રભાવ નથી સ્વીકારતા, તેથી અક્રિયાવાદમાં એ અ કિવા તાત્પ હાય એમ સભવે છે.
બૌદ્ધ થમાં અક્રિયાવાદનું વિવરણ મળે છે. એ વિવરણ પ્રમાણે એમાં સ્વતંત્ર વિચારને મુલ્ સ્થાન નથી. નૈતિક જવાબદારી પણ એમાં રહેતી નથી. જન્માંતરવાદ ઊડી ાય છે. નાન તથા ધર્માંની સહાયથી મુક્તિ મળી શકે એ માન્યતા એમાં ટકી શકતી નથી. કાર્ય-કારણુ સંબંધ પણ નથી રહેતેા. અક્રિયાવાદ એ પ્રકારને છેઃ ( ૧ ) પૂથ્વન્તકલ્પિક-આ સંપ્રદાયના આચાર્યાં વિષ્ટિરૂપે સૃષ્ટિના પ્રારંભની ગવેષણા કરે છે. ( ૨ ) અપરન્તપિક-આ મતવાદી જગત્-પરિણતિના સમાધાનમાં તલ્લીન રહે છે.
જૈન સંપ્રદાયમાં, ચેારાશી પ્રકારના અક્રિયાવાદી માન્યા છે:---
જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મેાક્ષ એ પ્રમાણે જેનેએ સ્વીકારેલા સાત તત્ત્વો ન માગે; વળી જેએ કાળ, ઈશ્વર, આત્મા, નિયતિ, સ્વભાવ અથવા યા દિનુ કર્તૃત્વ સ્વીકારે; વળી જેએ ઉક્ત સ્વપ્રધાન પદાર્થાને સ્વેચ્છાચારી તથા અન્ય કોઇના કર્તૃત્વ ઉપર આધાર રાખતા માતે. પરસ્પરના સમવાયથી ( છ××૬ ) એ ૮૪ ભેદ પડે છે. અક્રિયાવાદની બૌદ્ધોએ તથા જૈનેએ ખૂબ ઝાટકણી કાઢી છે.
અક્રિયાવાદી આજીવિકાને, અશાકના સમયમાં એક ખાસ સત્ર હતા. દક્ષિણભારતના શિલાલેખા, એમની હૈયાતી તેરમા સૈકા સુધી સ્વીકારે છે.
(6
જન્માંતરવાદનું વર્ણન કરતા ગોશાળા કહે છે ક મનુષ્યને ૮,૪૦૦,૦૦૦ મહાકલ્પ પર્યંત, મુક્તિને અર્થે, જન્મ-મૃત્યુની ઘટમાળમાંથી પસાર થવાનું રહે છે. આ ભવભ્રમણામાં મનુષ્યને સાત વાર દેવયોનિ અને સાત વાર્ મનુષ્યાતિમાં આવવુ પડે છે. આખરે મનુષ્ય મુક્ત અને છે. જો કે અક્રિયાવાદીએ કના પ્રભાવને અસ્વીકાર કરે છે તેા પણ ગેાશાળ તે મુક્તિને માટે તપશ્ચર્યાને સહાયક માને છે.
* ટીકાકારોના કથન પ્રમાણે તે ક્રિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭ અને વૈચિ
કવાદીનાં ૩૨ સંપ્રદાયા છે.
* ૪૨
Jain Education International
For Private & Personal Use Only
[ શ્રી આત્મારામજી
www.jainelibrary.org