________________
શ્રી. માયિસુ ંદરકૃત તેનીશ્વરચરિત-ફ્રાગબંધ
ચિરત્ર સંવત ૧૫૭૮ માં ( ? આ સંવત પ્રાયઃ મુદ્રણદોષને લઇને ખાટા છે. ખરી રીતે ૧૪૭૮ માં જોએ, કારણ કે તે ગાયકવાડ એરિયેન્ટલ સીરીઝ નં. ૧૩ ના ‘ પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહ ' ના રૃ. ૯૩ થી ૧૩૦ માં છપાયું છે ત્યાં અંતે ‘સંવત્ ૧૪૭૮ वर्षे श्रावण सुदि ५ खौ पृथ्वीचंद्रचरित्रं पवित्रं पुरुषपत्तने निर्मितं समर्थितम् ' એમ સ્પષ્ટ છપાયુ છે અને તેમને જીવનકાલ પણ તેજ સમયમાં છે. જીએ મારા ગ્રંથ ‘જૈન ગુર્જર કવિઓ ’ ભાગ બીજો પૃ. ૭૭ર ) રચ્યું છે. તે ખેલીમાં છે. અક્ષરના, રૂપના, માત્રાના, લયના બંધનથી મુક્ત છતાં તેમાં લેવાતી છૂટ ભાગવતું પ્રાસયુક્ત ગદ્ય, તે ખેલી. માણિકયસુંદર મેલીવાળા પ્રબંધને વાગ્વિલાસ એટલે ખેાલીના વિલાસ એવું નામ આપે છે. આ ગદ્ય ચરિત સંબંધી નડીઆદની પ્રથમની પરિષદ્ માટે શ્રીયુત પ્રહલાદજીએ એક નિબંધ લખ્યા હતા તે જૈન યુગ માસિકમાં પ્રકટ થઇ ગયા છે.
વિક્રમની પંદરમી સદીના ઉત્તરાના ગૂજરાતી ગદ્યને નમૂને પૂરા પાડનાર માણિચસુંદરસૂરિનું ગુજરાતી કાવ્ય સદ્ભાગ્યે મળી આવ્યું છે, જે તે જ સદીના ગુજરાતી પદ્યતે। અવિકલ સુંદર નમૂને પૂરે પાડે છે. ગુજરાતી કાવ્યમાં ઘણા વખતથી આદિ વિ તરીકે લેખાયેલા સ. ૧૫૧૨ માં થયેલ ગણાતા નરસિંહ મહેતાની પૂર્વે, આ માણિયસુંદર અને તેમના ગુરુભાઇ જયશેખરસૂરિ થયેલા છે કે જે પૈકી જયશેખર સૂરિએ પણુ પાતાના સમયની ગુજરાતીમાં પ્રબંધચિંતામણિ ( ત્રિભુવનદીપક પ્રબંધ–સંપાદકઃ પંડિત લાલચંદ ) નામનું કાવ્ય રચ્યું છે કે જે ઉક્ત સાક્ષરશિરામણી કેશવલાલભાઇએ પેાતાના ‘ પ્રાચીન ગૂર્જર કાવ્ય ' માં પૃ. ૯૬ થી ૧૪૪ માં પ્રકટ કર્યું છે અને તેની પ્રસ્તાવનામાં ખૂબ પ્રશસ્યું છે.
માણિકયસુંદરસૂરિનું આ કાવ્ય મનોરંજક, હૃદયસ્પર્શી અને મંજીલ પદાવલિયુક્ત છે; અને તેમાં જુદા જુદા છંદ છે.
આ કાવ્યનું સંશોધન કરવામાં, મળેલી ત્રણ પ્રતાને ઉપયાગ કરવામાં આવ્યા છે. પહેલી પ્રત મુંબઇની રાયલ એશિયાટિક સોસાયટીમાં આવેલ ડાકટર ભાઇદાજી ( B. L.) તે સંગ્રહ છે, તેમાંના ન. ૧૬૦-૩ ની પ્રત કે જે પરથી ૩૦-૮-૩૦ તે રાજ મેં નકલ કરી લીધી હતી. પછી પાટણના ફાફલીયાવાડાના ભંડારમાંના દાબડા ન. ૮૩, પ્રત નં ૧૫૬ ની એ પાનાની પ્રત પરથી તેને તા. ૧૬-૫-૩૧ તે રાજ સરખાવી લીધી અને પછી ત્રીજી પ્રત શ્રીમહાવીર જૈન વિદ્યાલયથી મળી તે પણુ જોઇ ગયા અને આ લખતી વખતે સામે જ રાખી છે. આ વ્રતની પુષ્પિકાએ આ કાવ્યને અંતે મૂકેલી છે. ]
[ શ્રી આત્મારામજી
***
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org