Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. સુશીલ
આ નદી અને પહાડને લીધે સૃષ્ટિ સાંદર્ય પણ અહીં લહેરાય છે.
ગામની પૂર્વ દિશાએ મેગુટી નામનું એક જૈન મંદિર છે. એક લાંબે શિલાલેખ મળી આવ્યો છે તે ઉપરથી, શક પ૫૬ (૬૩૪-૬૩૫ ઇ. સ. ) માં ચાલુક્યરાજ બીજા પુલકેશીના સમયમાં, શ્રી વરકીર્તિએ એની પ્રતિષ્ઠા કરી હોય એમ જણાય છે. એક જૈન ગુફા પણ છે.
ગામની ઉત્તર દિશામાં એક પ્રાચીન મંદિર છે. આજે એ દુર્ગામંદિરના નામે ઓળખાય છે. એના બાહ્ય તથા ભીતરી સ્થાપત્ય ઉપરથી, કેટલાક પંડિત એવું અનુમાન કરે છે કે મૂળ એ બૌદ્ધોનું ચૈત્યમંદિર હોવું જોઈએ. મંદિર ઘણું સુંદર તથા મનોરમ છે. વૈષ્ણવ દેવતાઓની અધિકતા એમ સૂચવે છે કે કોઈ સમયે આ મંદિર ઉપર વૈષ્ણવોનો અધિકાર પ્રવર્તતા હશે. શિવમંદિરના કેટલાક અવશેષો સૂચવે છે કે શેવોએ પણ એ મંદિર ઉપર થોડો ભોગવટે માર્યો હશે. બાકી મંદિરમાંના કેટલાક શિલાલેખો તે જૈન સંપ્રદાયના એક મંદિર તરિકે જ એને ઓળખાવે છે. સંભવ છે કે જૈન સંઘની રાજકારણી જાહોજલાલી વખતે વૈષ્ણવ અને શાને ખસેડી જૈન ઉપાસકાએ એ મંદિર પિતાને કબજે કર્યું હોય.
અહીં એક બીજું વિરૂપાક્ષ નામનું મંદિર છે. આજે એની ઉપર લીંગાયતોનો અધિકાર છે, પણ એના દક્ષિણકાર ઉપરથી એમ લાગે છે કે મૂળ એ મંદિર જેનેનું જ હોવું જોઈએ. પ્રાચીન કાળમાં કોઈ હિંદુ મંદિરનું મુખ દક્ષિણ દિશા તરફ રહેતું ન હતું. મંદિર ઉપર પણ ક્રાંતિના કેટલા ઓળા ઉતરે છે?
: શિલાલેખમાં ઈતિહાસ : મેગુટી-મંદિરનો શિલાલેખ તો ઈતિહાસના મહાગ્રંથનું એક પૃષ્ઠ છે એમ કહીએ તો પણ ચાલે. રાજા પુલકેશી અને તેના પૂર્વજોની ઘણુંખરી માહિતી આ શિલાલેખ પૂરી પાડે છે. સંસ્કૃત અને કાનડી ભાષાના બે ભાગમાં આ લેખ વહેંચાયેલો છે. સંસ્કૃત લિપિવાળો ભાગ સાતમા સૈકાને છે. એનો ભાવાર્થ આ પ્રમાણે છે:
ભગવાન જિતેંદ્રનો જય હે ! અપરાજેય ચાલુક્યકુળને જય હે ! સત્યાશ્રય હંમેશા જયવંત વત્તે !
ચાલુક્યવંશના બહુ રાજાઓ થઈ ગયા તે પછી એ જ વંશમાં એક જયસિંહવલ્લભ નામના બહુરણુવિજયી, પરાક્રમી નૃપતિને જન્મ થયો. એને પુત્ર રણરાગ, એનો પુત્ર ભાગ્યવાન પુલિકેશી, વાતાપીપુરીને અધીશ્વર હતો. એણે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો, એને કીર્તિવર્મા નલ નામે એક પુત્ર હતો. એ કદંબ અને મૌને માટે પ્રલયકાળ સમે હતે. કદંબકુલને એણે વંસ કર્યો. એની પછી એને બહાને ભાઈ મંગલેશ ગાદી ઉપર આવ્યો.
મંગલેશે પૂર્વ તથા પશ્ચિમના સમુદ્ર પર્યત દિગવિજય વર્તાવ્યો અને કટછરીઓને યુદ્ધમાં હરાવી એમની રાજ્યલક્ષ્મી લઈ લીધી. તે પછી તેણે ભારે સૈન્ય સાથે રેવતીઠીપ ઉપર ઘેરો ઘાલ્યો. મંગલેશના હોટા ભાઈને પુત્ર પુલિકેશી, મંગલેશના ભયથી રાજ્ય છોડીને નાસી ગયે. મંગલેશ પિતાની ગાદીએ પોતાના પુત્રને બેસારી સ્વર્ગ સંચર્યો.
એટલામાં રાજ્યમાં અશાંતિની આગ ફેલાઈ. એ તકનો લાભ લઈ બીજા કેટલાક શત્રુઓ ચાલુક્ય
શતાબ્દિ ગ્રંથ)
* ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org