Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
વાચનાચાર્ય શ્રી સુધાકળશ અને તેની ગુરુપર‘પરા
શ્રી રાજશેખરસૂરિ—
શ્રીધરની ન્યાયક દલી ઉપર પજિકા, રત્નાકરાવતારિકાપજિકા, સ્યાદ્વાદકલિકા, બડ્સ નસમુચ્ચય, પ્રાકૃતયાશ્રય વૃત્તિ ( સ. ૧૩૮૭ ) સૂરિમત્રનિત્યકર્મ, તેમનાથફાગ (સ. ૧૪૦૬) અને વિનેાદાત્મક કથા સંગ્રહુ નામના ટૂંકા રસપ્રદ અને આધક મેધસ્થાના સંગ્રહ રચ્યા છે જેનુ' ગુજરાતી ભાષાંતર છે. ધ. પ્ર. સભા (ભાવનગર) એ સ. ૧૯૭૮ માં પ્રગટ કર્યું છે. વિશેષમાં એમણે સ. ૧૪૦૫ ના જ્યેષ્ઠ માસની શુકલ પાંચમીએ દિલ્હીમાં રચેલા ચતુર્વિશતિપ્રબ ંધ (પ્રાધકોષ ) ઇતિહાસક્ષેત્ર ઉપર સારી પ્રકાશ ફેંકે છે. આમાં આચાર્ય, મંત્રી અને કવિઓનાં એકંદર ૨૪ વ નેા છે. પાટણના ભાભા પાર્શ્વનાથજીના દેરાસરમાં સ. ૧૪૧૮ બીજા વૈશાખ સુદિ ૩ બુધવારે એમના હાથે પ્રતિષ્ઠિત થએલી ધાતુમયી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાએ હજી વિદ્યમાન છે. જીએ. છુ. સા. ધા. પ્ર. લે. ભા. ૧, લે ૨૨૭ પૃ. ૪૧.
શ્રી સુધાકળશ—
આ પ્રમાણે ભિન્ન ભિન્ન સાધનાદ્વારા એમની ગુરુપરંપરા તપાસતાં વિદ્વાનાના અખાડા સમાન શ્રી હ`પુરીય ( મલધારી ) ગચ્છમાં વિક્રમની ચાદમી સદીના અંતે અને પંદરમી શતાબ્દિની શરૂઆતમાં એમની વિદ્યમાનતા નિશ્ચિત થાય છે. આ સિવાય જન્મસ્થાન, જન્મસ વત્, દીક્ષાસવત્, અવસાન સમય તેમ જ એમની શિષ્યસંતતિ વિગેરે માટેના કઇ પણ સાધનેા પ્રાપ્ત નહી થવાથી તે જિજ્ઞાસા અપૂર્ણ રહે છે.
એમની કૃતિઓ-
૧ રાક્ષ નામમાહા—(શ્ર્લોક ૫૦ ) વિદ્યઢમાં સુપ્રસિદ્ધ છે અને બે ત્રણ સ્થળે મુદ્રિત પણ થઇ ગયેલ છે.
૨ સંતોનિષદ્—આ ગ્રંથ બહુ જ મોટા પ્રમાણમાં હાવા સભવ છે. એના ઉપર ખાસ પેાતાની જ રચેલી ટીકા પણ હાવી જોઇએ.
હજી સુધી કોઇ સ્થળે આ ગ્રંથ જોવામાં આવ્યેા નથી.
રૂ સંગીતોપનિષદ્રંથસારોદ્વારઉપર્યુક્ત ગ્રંથ રચ્યા પછી ૨૪ વર્ષના માટા ગાળા વટાવી પેાતાની પુખ્ત ઉમરે અભ્યાસ, ચિંતન અને અનુભવના પિરણામે સંગીતના દરેક વિષયાના નિચાડ કરી સામાન્ય બુદ્ધિના અભ્યાસીઓને પણ સહેલાઇથી જ્ઞાનપ્રાપ્તિ થાય એવા હેતુથી સંક્ષેપમાં સરલતાપૂર્વક આની રચના કરવામાં આવી છે. દરેક ઉપયોગી વિષયે ટૂંકમાં વર્ણવ્યાં છે. ગ્રંથની સમાપ્તિ કરતાં પ્રશસ્તિના ચાર કાવ્યેા આપ્યાં છે તેમાં આ બન્ને ગ્રંથાના રચનાકાળ પેાતે નીચે પ્રમાણે જણાવે છે
*૩**
Jain Education International
For Private & Personal Use Only
[ શ્રી આત્મારામજી
www.jainelibrary.org