Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
ઈ. તિ હા. સ. અને દર્શન
લે. સુશીલ
[ થોડા દિવસ ઉપર બંગીય મહાકાષના ચાર વિભાગ બંગાળી ભાષામાં પ્રકટ થયેલા જોવામાં આવ્યા. એના મુખ્ય સંપાદક શ્રીયુત અમૂલ્યચરણ વિદ્યાભૂષણ છે. દર્શન, ઇતિહાસ, સાહિત્ય, કાવ્ય, ગણિત એમ શાખાવાર એના ખાસ સંપાદકોની લગભગ ૪૦-૫૦ જેટલી મોટી સંખ્યાની એક સમિતિ છે. શ્રી રવીંદ્રનાથ ટાગોર જેવા વિશ્વમાન્ય પુરુષે
એ કેષના વિકટ કાર્યને અભિનંદન તથા આશીર્વાદ આપ્યા છે. જૈન ઇતિહાસ, સાહિત્ય તથા દર્શન સંબંધી વિવેચનોમાં પણ સંપાદકે નિષ્પક્ષપાત રહ્યા છે. જૈન ઇતિહાસ તથા દર્શન વિષે માહિતી પૂરી પાડનાર કેટલાક શબ્દ, ગામે, નામોની જે ડી યાદી એ કષમાંથી ઉતારી લીધી હતી તે અહીં રજુ કરી છે. જેન સમા જના સાહિત્યસેવીઓ જે પોતાનો આ સ્વતંત્ર કેષ તૈયાર કરવા માગે તે છૂટીછવાઈ
સિક, બોધક તથા પ્રેરક માહિતી સંકલિત કરી શકે. એક દિશાસૂચન તરીકે પણ છે આ ઉદ્ધરણ ઉપયોગી થશે એવી ઉમેદ છે. ]
ઘણા રાસ,
: અઈ હલ અથવા અઈવદ્ધિ :
મૂળ આર્યપુર ઉપરથી અઈહલ અથવા અઈવધિ નામ પડયું હોય એમ વિદ્વાને કહે છે. અઈહેલ, મુંબઈ ઇલાકામાં-વિજાપુર જીલ્લામાં, બાદામી તાલુકાનું એક ગામ છે.
ઈ. સ. ના સાતમા-આઠમા સૈકામાં ચાલુક્યોની પશ્ચિમ પ્રાંતની રાજધાનીનું એ શહેર હતું. એ વખતે અઈહાલની આસપાસ મજબૂત કિલ્લો હતો તથા શહેરમાં પણ વિશાળ રાજમાર્ગો હતા. આ શહેરમાં અને શહેરની આસપાસના પ્રદેશમાં ઘણું પ્રાચીન મંદિરોના ભગ્નાવશેષ મળી આવે છે. ઓછામાં ઓછાં ૬૦-૬૫ જેટલાં મંદિરની સંખ્યા થવા જાય છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વ દિશામાં બે ગુફાઓ પણ છે.
[શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org